ગાંધીનગર : ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Gujarat new chiefminister Bhupendra Patel) આવતા જ ધરખમ બદલાવો પણ આવી રહ્યા છે. ગુજરાતના નવામંત્રીમંડળની શપથવિધિ પહેલા મુખ્યમંત્રી કાર્યાલય (Gujarat CMO)માં પણ ફેરફારો થઇ રહ્યા છે. વિજય રૂપાણી (Vijay Rupani) સમયના CMOના તમામ આઇએએસની બદલી કરવામાં આવી છે. જે સાથે નવા અધિકારીઓની નિમણૂક તાત્કાલિક અસરથી કરવામાં આવી રહી છે. જેમાં એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોશીને CMOના નવા ACS(એડિશનલ ચીફ સેક્રેટરી) બનાવવામાં આવ્યા છે. આ સાથે CMOના નવા સચિવ તરીકે અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા સિંઘની નિમણૂંક કરવામાં આવી છે. ભરૂચના કલેક્ટર ડો.એમ.ડી મોડિયાની CMOમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન.એન. દવેની પણ તાત્કાલિક અસરથી બદલી કરી CMOમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી છે.
CMOના 36 જેટલા કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલાયા
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી આવતા વિજય રૂપાણીના સમયના સીએમ ઓફિસમાં નિયુક્ત તેમજ મંત્રીઓના અંગત સચિવ તરીકે કાર્યરત 36 જેટલા સચિવાલય કેડર તેમજ અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યા છે.
મંત્રીઓ સ્ટાફની નિમણૂક ન થાય ત્યાં સુધી આ ઓફિસરો સંભાળશે ચાર્જ
આ સાથે મળતી માહિતી પ્રમાણે, મંત્રીમંડળના નવા સભ્યોની શપથવિધિ યોજાવવાની બાકી છે.