ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની મેગા હરાજી પહેલા, બે નવી ટીમોએ તેમના ડ્રાફ્ટ્સ જાહેર કર્યા છે. આ વખતે અમદાવાદ અને લખનૌની ટીમો પ્રથમ વખત IPLમાં ભાગ લઈ રહી છે, શુક્રવારે બંને ટીમો દ્વારા ત્રણ-ત્રણ ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી હતી.
અમદાવાદ આઈપીએલ ટીમ:
હાર્દિક પંડ્યા (કેપ્ટન, 15 કરોડ)
રાશિદ ખાન (15 કરોડ)
શુભમન ગિલ (8 કરોડ)
લખનૌ આઈપીએલ ટીમ:
કેએલ રાહુલ (17 કરોડ)
માર્કસ સ્ટોઈનિસ – 9.2 કરોડ
રવિ બિશ્નોઈ 4 કરોડ
IPL 2022માં દસ ટીમો ભાગ લેશે
IPL 2022માં કુલ દસ ટીમો ભાગ લઈ રહી છે, જૂની આઠ ટીમોને ખેલાડીઓને જાળવી રાખવાની તક મળી છે. જ્યારે અમદાવાદ, લખનૌને મેગા ઓક્શન પહેલા ત્રણ-ત્રણ ખેલાડીઓ ઉમેરવાની તક મળી હતી. હવે જ્યારે તમામ ટીમોએ પોતાના ખેલાડીઓના નામ જાહેર કરી દીધા છે ત્યારે મેગા ઓક્શનનો માર્ગ મોકળો થઈ ગયો છે.
આ વખતે આઈપીએલમાં બે નવી ટીમો જોડાઈ
લખનૌની ટીમને સંજીવ ગોએન્કા ગ્રૂપે રૂ. 7090 કરોડમાં ખરીદી હતી, જે આઈપીએલ ઈતિહાસની સૌથી મોંઘી ટીમ છે. જ્યારે અમદાવાદની ટીમને CVC કેપિટલ ગ્રૂપે રૂ. 5665 કરોડમાં ખરીદી હતી. બંને ટીમોના વેચાણથી BCCIને 12 હજાર કરોડથી વધુની કમાણી થઈ છે.
હાર્દિક પંડ્યા ખરાબ ફોર્મ-ફિટનેસથી પરેશાન
હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ અને ફિટનેસ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. તે શરૂઆતથી જ મુંબઈ સાથે સંકળાયેલો હોવા છતાં મુંબઈ ઈન્ડિયન્સે તેને જાળવી રાખ્યો નહોતો. રાશિદ ખાન સાથે પણ એવું જ થયું, તેની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે તેને રિટેન ન કર્યો.
ચેન્નાઈ સુપર કિંગ્સઃ રવિન્દ્ર જાડેજા (16 કરોડ), એમએસ ધોની (12 કરોડ), મોઈન અલી (8 કરોડ), ઋતુરાજ ગાયકવાડ (6 કરોડ) – કુલ ખર્ચ 42 કરોડ, પર્સમાં હાજર 48 કરોડ
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (16 કરોડ), જસપ્રિત બુમરાહ (12 કરોડ), સૂર્યકુમાર યાદવ (8 કરોડ), કિરોન પોલાર્ડ (6 કરોડ) – કુલ ખર્ચ 42 કરોડ, 48 કરોડ હાજર
કોલકાતા નાઈટ રાઈડર્સ: આન્દ્રે રસેલ (12 કરોડ), વરુણ ચક્રવર્તી (8 કરોડ) પર્સમાંથી વેંકટેશ અય્યર (8 કરોડ), સુનીલ નારાયણ (6 કરોડ) – કુલ ખર્ચ 42 કરોડ, પર્સમાં 48 કરોડ હાજર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી (15 કરોડ), ગ્લેન મેક્સવેલ (11 કરોડ), મોહમ્મદ સિરાજ (7 કરોડ) – કુલ ખર્ચ 33 કરોડ, પર્સમાં હાજર 57 કરોડ
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (14 કરોડ), જોશ બટલર (10 કરોડ), યશસ્વી જયસ્વા��� (4 કરોડ) – કુલ ખર્ચ 28 કરોડ, પર્સમાં હાજર 62 કરોડ