રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે એટલે કે સોમવારે ભારતના પ્રવાસ માટે નવી દિલ્હી પહોંચી ગયા છે. તેમનું વિશેષ વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું. કોરોના સંકટના કારણે પુતિનની આ મુલાકાત ખૂબ જ ટૂંકી રાખવામાં આવી છે.
તે માત્ર થોડા કલાકો માટે ભારતના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હૈદરાબાદ હાઉસ ખાતે બેઠક કરી રહ્યા છે અને બંને નેતાઓ 21મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે.
કોરોના રોગચાળાને જોતા બંને નેતાઓની મુલાકાત માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તેમની વાતચીત દરમિયાન ખૂબ જ નાના પ્રતિનિધિમંડળને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે. મોદી-પુતિન વાટાઘાટો બાદ બંને દેશોનું સંયુક્ત નિવેદન જારી કરવામાં આવશે પરંતુ વિદેશ પ્રમુખની મુલાકાત દરમિયાન કોઈ પરંપરાગત મીડિયા નિવેદન નહીં હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદ હાઉસમાં રશિયન રાષ્ટ્રપતિના સન્માનમાં રાત્રિભોજનનું પણ આયોજન કરશે. આ પછી રાષ્ટ્રપતિ પુતિન રાત્રે 9.30 કલાકે રશિયા જવા રવાના થશે.