પ્રિયંકા ચોપડા અવારનાવર લાઈમલાઈટમાં રહે છે. એક્ટ્રેસ હાલમાં પોતાના પ્રોજેક્ટમાં ભારે વ્યસ્ત છે. જલ્દીથી જ તેની ફિલ્મ મેટ્રીક્સ રિલીઝ થનારી છે. આ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે. એક્ટ્રેસ એકથી એક ચડિયાતા ડ્રેસ ફેરી ફેંસને દંગ કરી રહી છે. જો કે ઘણીવાર પ્રિયંકા કંઇક વધારે જ પોતાના પર એક્સપેરિમેન્ટલ કરી દે છે. એક વાર એક એવોર્ડ ફંકશનમાં પ્રિયંકા બ્રા પહેર્યા વિના જ પહોંચી ગઈ હતી.
બ્રા પહેર્યા વિના પ્રિયંકા પહોંચી સમારોહમાં
એપ્રિલ 2021માં બાફટા એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ ફંકશનમાં પ્રિયંકાએ અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. આ ફંક્શનમાં જેને પણ પ્રિયકાને જોઈ તે લોકો જોતા જ રહી ગયા. જો કે પ્રિયંકાને આ વખતે ડ્રેસમાં એક્સ્પેરીમેન્ટ કરવું ભારે પડ્યું હતું..તે આ લુકમાં ભારે અનકમ્ફર્ટેબલ જોવા મળી રહી હતી.તેને વારંવાર પોતાનું જેકેટ સાચવવું પડ્યું હતું
બટન પછી જેકેટનો આગળનો ભાગ ખુલ્લો
ગુલાબી રંગના એમ્બ્રોયડરી વાળા જેકેટ સાથે સફેદ રંગની ધોતી પેન્ટ અને બ્લેક ફૂટવિયરમાં પ્રિયંકા ફંકશનમાં જોવા મળી હતી. જેકેટના આગળનો ભાગ કેટલાક બટન પછી આખો ખુલ્લો હતો. જે ઘણું જ રિસ્કી હતું જો કે પ્રિયંકા આ લુકમાં પણ જોરદાર લાગી રહી હતી. અને તેણે આ હાઇફાઇ ફેશનને પુરા આત્મવિશ્વાસ સાથે પહેર્યો હતો. જો કે એ વાત અલગ છે કે સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા બાદ ટોલર્સના નિશાના પર પ્રિયંકા આવી ગઈ અને લોકોએ ભારે કમેન્ટ કરી
પ્રિયંકા પાસે હાલ અનેક પ્રોજેક્ટ
પ્રિયંકા ચોપડા કેટલાક સમયથી પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટને કારણે ઘરથી દુર છે. તે તેના પતિ નીક જોન્સના બર્થ ડેના સેલીબ્રેશનમાં પણ ના આવી શકી. પ્રિયંકાના કામની વાત કરીએ તો એક્ટ્રેસ પાસે અત્યારે ઘણા પ્રોજેક્ટ છે. તે હોલીવુડ સ્ટાર કીનુ રીવ્સ સાથે મૈટ્રીક્સ 4,મીંડી કેલીંગ સાથે એક રોમેન્ટીંક કોમેડી, વેડિંગ થીમ્સ રીયાલીટી શો, માં આનદ શીલાની બાયોપિક અને ફરહાન અખ્તરની બોલિવુડ ફિલ્મ જી લે જરામાં કામ કરી રહી છે