રાજસ્થાનમાં આજે કેબિનેટનું પુનર્ગઠન થવા જઇ રહ્યું છે. જેમાં 11 નવા કેબિનેટ મંત્રીઓ અને 4 રાજ્યમંત્રીઓ શપથ લેશે. શપથવિધિ સમારોહ આજે સાંજે 4 વાગે યોજાશે. નવી કેબિનેટમાં સચિન પાયલટના દળના 5 ધારાસભ્યોને જગ્યા મળી છે.
જાણો કોણ બનશે 11 નવા કેબિનેટ મંત્રીઓ
1. શ્રી હેમારામ ચૌધરી
2. શ્રી મહેન્દ્રજીત સિંહ માલવીય
3. શ્રી રામલાલ જાટ
4. શ્રી મહેશ જોશી
5. શ્રી વિશ્વેન્દ્ર સિંહ
6. શ્રી રમેશ મીણા
7. શ્રીમતી મમતા ભૂપેશ બૈરવા
8. શ્રી ભજનલાલ જાટવ
9. શ્રી ટીકારામ જૂલી
10. શ્રી ગોવિંદરામ મેઘવાલ
11. શ્રીમતી શકુન્તલા રાવત
કોણ બનશે 4 રાજ્યકક્ષાના મંત્રીઓ
1. શ્રીમતી જાહિદા
2. શ્રી બૃજેન્દ્ર સિંહ ઓલા
3. શ્રી રાજેન્દ્ર ગુઢા
4. શ્રી મુરારીલાલ મીણા
15 સંસદીય સચિવ, 7 સલાહકાર નિમાશે
ઉલ્લેખનીય છે તે જે ધારાસભ્યોને મંત્રીમંડળમાં પદ નથી મળી રહ્યું તેમને પણ એડજેસ્ટ કરાશે. 22 વિધાયકોને અન્ય પદ મળશે. તેમાંથી 7ને સલાહકાર બનાવાશે અને 15ને સંસદીય સચિવ બનાવાશે. સલાહકારમાં વરિષ્ઠ વ્યક્તિનો ખ્યાલ રખાશે. 15 સંસદીય સચિવમાં બીએસપીથી આવનારા અને નિર્દલીય ધારાસભ્યોને એડજેસ્ટ કરાશે. આ સિવાય અનેક અન્ય ધારાસભ્યોને બોર્ડ નિગમ અને અન્ય કોર્પોરેશનમાં જગ્યા મળશે.
બહુજન સમાજ પાર્ટીથી કોંગ્રેસમાં સામેલ થયેલા રાજેન્દ્ર ગુઢાને રાજ્યમંત્રી બનાવાશે. ઉલ્લેખનીય છે કે સચિન પાયલટના વિરોધના કારણે અશોક ગહેલોતની સાથે રહેલા 10 નિર્દલીય ધારાસભ્યોમાંથી કોઈને પણ મંત્રી બનાવાયા નથી. માનવામાં આવી રહ્યું છે કે તેમને સંસદીય સચિવ બનાવાશે.