રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા સામાન્ય માનવીઓ કે જેઓ ફીચર ફોનનો ઉપયોગ કરે છે તેમની સુવિધા માટે UPI123Pay સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વિના ડિજિટલી UPI પેમેન્ટ કરી શકાશે. દેશનાં 40 કરોડ ફીચર ફોન યૂઝર્સને આનો લાભ મળશે. આનાથી ઇન્ટરનેટ વિના થોડી મિનિટોમાં જ પૈસા ટ્રાન્સફર કરી શકાશે. આ સિસ્ટમ દ્વારા યૂઝર્સ પેમેન્ટ કરી પણ શકશે અને પૈસા મેળવી પણ શકશે. શક્તિકાંત દાસે કહ્યું હતું કે ફેબ્રુઆરી 2022માં UPI સિસ્ટમનો ઉપયોગ કરવા 453 કરોડ એન્ટ્રીઓ કરવામાં આવી હતી અને રૂ. 8.26 કરોડના વ્યવહાર કરાયા હતા.
કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું?
સ્માર્ટફોન યૂઝર્સની જેમ ફીચર ફોન યૂઝર્સે UPI123Pay સિસ્ટમનો લાભ લેવા માટે સૌથી પહેલાં તેમનાં બેન્ક એકાઉન્ટ સાથે સંલગ્ન ડેબિટકાર્ડને ફીચર ફોન સાથે લિંક કરવાનું રહેશે. યૂઝર્સે આ માટે UPIનો પોતાનો પિન કૉડ પણ સેટ કરવાનો રહેશે. ફીચર ફોન માટે RBI UPIની ત્રણ સ્ટેપની પ્રોસેસ કરવાની રહેશે. જેમાં કૉલ કરવો, કોને પેમેન્ટ કરવાનું છે તેની પસંદગી કરવી અને પછી નક્કી કરેલો કૉડ નાંખીને પેમેન્ટ કરવાનું રહેશે. ડેબિટકાર્ડને UPI સાથે જોડવા તેમજ પેમેન્ટ કરવા માટે યૂઝર્સે FasTag નંબર પર કૉલ કરવાનો રહેશે અને પછી આપવામાં આવેલા ઓપ્શન પૈકી મની ટ્રાન્સફર, હ્લટ્વજ્ટ્વખ્ત રિચાર્જ કે મોબાઇલ રિચાર્જ, મોબાઇલ બિલ પેમેન્ટ જેવા ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. રિઝર્વ બેન્ક દ્વારા યૂઝર્સની મદદ માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન http://www.digisaathi.info શરૂ કરવામાં આવી છે. આ નવી સિસ્ટમમાં યૂઝર્સને Scan & Pay સિવાયના તમામ ફીચર્સ મળશે.
કેવી રીતે પેમેન્ટ કરશો?
સમજો કે તમારે કોઈને પૈસા ટ્રાન્સફર કરવા છે તો જે વ્યક્તિને પૈસા મોકલવાના છે તેનો નંબર જોડવાનો રહેશે. પછી જેટલી રકમ ટ્રાન્સફર કરવાની હોય તેટલી રકમ એન્ટર કરવાની રહેશે. આ પછી તમારો UPI PIN કૉડ નાંખવાનો રહેશે. કોઈપણ વેપારીને પૈસા ટ્રાન્સફર કરવાના હોય તો એપ આધારિત પેમેન્ટ સિસ્ટમ કે મિસ્ડ કૉલવાળી પેમેન્ટ સિસ્ટમ કે વૉઈસ બેઝડ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે.