દુનિયાના સૌથી બેસ્ટ ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ક્રિકેટની દુનિયામાં પોતાની એક અલગ જગ્યા બનાવી લીધી છે. રોહિત શર્માએ ઘણા મોટા-મોટા કારનામા કર્યા છે જેના વિશે સમગ્ર દુનિયાને ખબર છે. રોહિત શર્માના એટલે કે હિટમેનના નામે ક્રિકેટ જગતમાં ઘણા બધા રેકૉર્ડ છે. પણ તેમના નામે અત્યાર સુધીમાં એવો શરમજનક રેકૉર્ડ પણ છે જે હવે તેને ટીમમાં જગ્યા મેળવવા મુશ્કેલી ઉભી કરશે. વન ડે ક્રિકેટમાં કોઈ જ એવો કેપ્ટન હશે જે રોહિતની આસપાસ પહોંચી શક્યો છે. પણ જો વાત ટેસ્ટ ક્રિકેટની આવે છે તો રોહિતનો રેકૉર્ડ થોડો ચિંતાજનક છે. ભારતમાં તેનો રેકોર્ડ સૌથી બેસ્ટ છે પરંતુ ભારત બહાર તેનો રેકોર્ડ ખુબ જ ખરાબ છે. રોહિત શર્માએ ભારત બહાર માત્ર 5 ફિફ્ટી ફટકારી છે. આ હિટમેન ભારત બહાર ટેસ્ટમાં એક પણ સદી ફટકારી શક્યો નથી જે ખુબ જ ચિંતાનો વિષય છે.
ભારત હવે આગામી ટેસ્ટ સિરીઝ ઈંગ્લેન્ડ સામે રમશે. આ સિરીઝમાં રોહિત શર્માએ પોતાને બેસ્ટ સાબિત કરવો પડશે. 5 મેચની સિરીઝમાં જો રોહિત શર્મા નિષ્ફળ જશે તો તેની જગ્યાને સંકટ ઉભુ થઈ શકે છે. છેલ્લા મહિને ન્યૂઝિલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ રોહિત શર્માએ બધાની આશા પર પાણી ફેરવી દીધું હતું. રોહિત શર્માએ વન ડે ક્રિકેટમાં ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું છે. તેમના નામે વન ડે ક્રિકેટમાં 3 ડબલ સેન્ચુરીનો રેકોર્ડ છે. આ સિવાય ટી20 ક્રિકેટમાં પણ તેમના નામે સૌથી ફાસ્ટ સદીનો રેકૉર્ડ છે. ત તેમણે ભારત માટે અન્ય પણ ઘણા મોટા કારનામા કર્યા છે.