યુક્રેન પર હુમલાને લઈને રશિયાની વિશ્વભરમાં ટીકા તઈ રહી છે. NATO અને યુરોપિયન યુનિયનના દેશો રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધ લગાવી દીધા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા લેવામાં આવેલા યુદ્ધના નિર્ણયની નિંદા ખુદ રશિયાના સેંકડો નાગરિકો કરી રહ્યાં છે. યુક્રેન-રશિયાના યુદ્ધ વચ્ચે બૉલિવૂડ અભિનેટા સલમાન ખાનની ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂરે પણ યુક્રેનને સમર્થન કર્યું છે અને પુતિન વિશે મોટી વાત કહી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુલિયા વંતૂરે યુદ્ધને લઈને એક પોસ્ટર શેર કર્યો છે. જેમાં તેણીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સૈન્ય કાર્યવાહીની આલોચના કરીને યુક્રેનનો પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
બૉલિવૂડ એક્ટ્રેસે યુક્રેનને સપોર્ટ કરતાં પોતાની ઈન્સ્ટાસ્ટોરીમાં અનેક ફોટો અને વીડિયો શેર કર્યાં છે. જેના થકી તેણીએ રશિયાના રાષ્ટ્રપતિની તાનાશાહી કાર્યવાહીનો વિરોધ કરીને તેમણે ક્રૂર કહ્યા છે.
યુલિયાની પ્રથમ પોસ્ટમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ બીજા વ્યક્તિને ગળે ભેટીને રડી રહ્યો છે. તેના હાથમાં એક બોર્ડ છે, જેમાં લખ્યું છે કે, હું રશિયન છું અને હું આ માટે તમારી માફી માંગુ છું.
આ ફોટોને શેર કરતાં યુલિયાએ લખ્યું છે કે, એક ઠગ, તાનાશાહ, યુદ્ધ અપરાધી અને પુતિન જેવા રશિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. રશિયન લોકોને દોષ ના આપશો.
આ ઉપરાંત યુલિયાએ યૂક્રેનના શહેરના અનેક વીડિયો સેર કરીને યુક્રેનીઓ માટે સપોર્ટ કરવાની વાત કહી છે. યુલિયાએ પોતાની અંતિમ ઈન્સ્ટા પોસ્ટમાં યુક્રેની રાષ્ટ્રપતિ વ્લાદિમિર જેલેંન્સ્કિના નિવેદનને શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, અમે એકલા જ અમારા દેશની રક્ષા કરી રહ્યાં છીએ.