સાડીને સ્માર્ટ ડ્રેસ ન માનનાર દક્ષિણ દિલ્હીની રેસ્ટોરન્ટ અકીલા પર હવે તાળાં લટકી ગયાં છે. રેસ્ટોરન્ટ માન્યતાપ્રાપ્ત લાઇસન્સ વગર ચાલી રહી હતી. પ્રશાસને પહેલાં નોટિસ ઈસ્યુ કરી હતી. એ પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અકીલાના સ્ટાફે ગત સપ્તાહે સાડી પહેરીને આવેલી એક મહિલાને એન્ટ્રી આપવાનો ઈનકાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે સાડી સ્માર્ટ ડ્રેસમાં આવતી નથી.
નોટિસ પછી લાગ્યાં છે તાળાં
દક્ષિણ દિલ્હી નગર નિગમ(SDMC)ના મુકેશ સૂર્યને કાર્યવાહીની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે અકીલા રેસ્ટોરન્ટ હાલ બંધ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે અકીલા નામની આ રેસ્ટોરન્ટ માન્યતાપ્રાપ્ત લાઈસન્સ વગર ચાલી રહી હતી. અમે એને બંધ કરવાની નોટિસ આપી હતી. હવે એ બંધ થઈ ગઈ છે. આ રેસ્ટોરન્ટ મંજૂરી લીધા વગર ચાલી રહી હતી.
જમીન પર કબજો કરવાનો પણ આરોપ
SDMCના અધિકારીઓએ બુધવારે કહ્યું હતું કે એન્ડૂજ ગંજના અંસલ પ્લાઝામા સ્થિત અકીલા રેસ્ટોરન્ટને બંધ કરવાની નોટિસ 24 સપ્ટેમ્બરે ઈસ્યુ કરવામાં આવી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે આ ક્ષેત્રના લોક સ્વાસ્થ્ય નિરીક્ષકે 21 સપ્ટેમ્બરની તપાસમાં એ વાત જાણી કે આ રેસ્ટોરન્ટ લાઈસન્સ વગર ચાલી રહી હતી. એટલું જ નહિ, રેસ્ટોરન્ટે સાર્વજનિક ભૂમિ પર ગેરકાયદે કબજો પણ કર્યો છે.
નોટિસમાં કહેવામાં આવી હતી આ વાત
ઈસ્યુ કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું કે લોક સ્વાસ્થ્ય નિરીક્ષકે 24 સપ્ટેમ્બરે ફરીથી સ્થળનું નિરીક્ષણ કર્યું અને જાણ્યું કે એ જ સ્થિતિમાં વ્યવસાય ચાલી રહ્યો હતો. તમને આ નોટિસ મળવાના 48 કલાકની અંદર વ્યવસાય બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે અને આમ ન કરવા પર કોઈપણ પ્રકારની નોટિસ ઈસ્યુ કર્યા વગર સીલિંગ સહિત યોગ્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે. એના જવાબમાં અકીલાના માલિકે જણાવ્યું કે આ વ્યવસાય તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે અને એને એસડીએમસી ટ્રેડ લાઈસન્સ વગર જ ચલાવવામાં આવશે.
શું છે સમગ્ર વિવાદ?
ગત સપ્તાહે એક ફેસબુક પોસ્ટમાં મહિલાએ દાવો કર્યો હતો કે તેને અકીલા રેસ્ટોરન્ટમાં માત્ર એટલા માટે એન્ટ્રી ન આપવામાં આવી, કારણ કે તેણે સાડી પહેરી હતી. મહિલાએ રેસ્ટોરન્ટના કર્મચારીઓની સાથે થયેલી રકઝકનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં એક કર્મચારી એમ કહેતો જોવા મળ્યો હતો કે સાડી સ્માર્ટ ડ્રેસ નથી. બીજી તરફ રેસ્ટોરન્ટનું કહેવું હતું કે મહિલાએ તેના સ્ટાફની સાથે ઝધડો કર્યો હતો. આ મહિલાને રાહ જોવા માટે કહેવામાં આવ્યું હતું, કારણ કે તેમના નામે રિઝર્વેશન નહોતું. રેસ્ટોરન્ટે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મેનેજરે આવું એટલા માટે કહ્યું હતું, કારણ કે મહિલાઓ ત્યાંથી જઈ શકે અને સ્થિતિને સંભાળી શકે.
Who decides sari is not ‘smart wear’? I have worn sarees at the best restaurants in the US, UAE as well in UK. No one stopped me. And some Aquila Restaurant dictates a dress code in India and decides saree is not ‘smart enough’? Bizarre. pic.twitter.com/8c6Sj1RNha
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) September 22, 2021