ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ બુધવારે અચાનક ફિલ્મ એક્ટર સોનુ સૂદની મુંબઈની ઓફિસ પહોંચી હતી. તપાસ પછી તેનું કારણ ગમે તે સામે આવ્યું હોય પરંતુ હવે સમગ્ર દેશના લોકો તેની નેટવર્થ વિશે જાણવા માટે ઉત્સુક છે. સોનુ માત્ર 5500 રૂપિયા લઈને મુંબઈ આવ્યો હતો. આજે 48 વર્ષનો 'મસીહા' લગભગ 130 કરોડ સંપત્તિનો માલિક બની ગયો છે.
એક ફિલ્મ માટે 2 કરોડ ચાર્જ કરે છે
caknowledge.comના એક રિપોર્ટના અનુસાર, સપ્ટેમ્બર 2021માં સોનુ સૂદની કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયા (17 મિલિયન ડોલર) છે. સોનુ અત્યારે પત્ની અને બાળકોની સાથે મુંબઈમાં રહે છે. તેને હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને પંજાબી ફિલ્મોમાં કામ માટે ઓળખવામાં આવે છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તેની ઈન્કમનો મુખ્ય સોર્સ છે.
તે દરેક ફિલ્મ માટે લગભગ 2 કરોડ ફી ચાર્જ કરે છે. તેનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ છે, જેનું નામ શક્તિ સાગર પ્રોડક્શન છે. તે તેના પિતાના નામ પર છે. સોનુ અત્યાર સુધી લગભગ 70 ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ફિલ્મોમાંથી તે દર મહિને લગભગ એક કરોડ રૂપિયા કમાય છે એટલે કે વર્ષમાં કુલ 12 કરોડ.
ઘર અને કારનું કલેક્શન
સોનુ પોતાના પરિવારની સાથે અંધેરીના લોખંડવાલામાં 2600 ચોરસ ફૂટના 4BHK એપાર્ટમેન્ટમાં રહે છે. તે સિવાય તેની પાસે મુંબઈમાં બીજા બે ફ્લેટ છે. તેના વતન મેગામાં પણ તેનો એક બંગલો છે. જુહુમાં તેની એક હોટેલ છે. જેને લોકડાઉન દરમિયાન આઈસોલેશન સેન્ટર બનાવવા માટે ખોલી દેવામાં આવી હતી.
તે ઉપરાંત સોનુના કાર કલેક્શનમાં 66 લાખની મર્સિડીઝ બેન્ઝ ML ક્લાસ 350 CDI,80 લાખની ઓડી Q7 અને 2 કરોડની કિંમતની પોર્શ પનામા પણ સામેલ છે.