સ્પાઇવેર કંપની NSO ગ્રૂપ લિમિટેડ પર પોતાના દેવાના લીધે ડિફોલ્ટ થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. એવામાં કંપની પોતાના વિવાદાસ્પદ ‘પેગાસસ’ને બંધ કરવા અને તેને વેચવા પર વિચાર કરી રહી છે. આ મામલાથી પરિચિત લોકોએ આ માહિતી આપી. પેગાસસ તાજેતરમાં જ ભારત સહિત કેટલાંય દેશોમાં જાસૂસીના આરોપોના લીધે ચર્ચામાં આવી હતી.
લોકોએ પોતાની ઓળખ ના છાપવાની શરત પર કહ્યું છે કે કેટલાંય ઇન્વેસ્ટમેન્ટ ફંડોની સાથે વાતચીત થઇ છે. તેમાં કંપનીને ફંડિંગ અને સંપૂર્ણપણે વેચવા પર ચર્ચા થઇ છે. જો કે આ વાતચીત ખૂબ જ ખાનગી થઇ છે. લોકોએ કહ્યું કે કંપનીએ Moelis & Co.ના સલાહકારો સાથે આ મામલામાં સલાહ પણ લઇ રહ્યા છે.
આ કેસના જાણકાર લોકોમાંથી એકે કહ્યું કે પેગાસસના સંભવિત નવા માલિકોમાં બે અમેરિકન ફંડ સામેલ છે. તેમણે પેગાસસને કંટ્રોલમાં લેવા અને બંધ કરવા પર ચર્ચા કરી છે. એટલું જ નહીં પેગાસસની માહિતીને વધુ સાઇબર રીતે અને સુરક્ષિત બનાવવા અને ઇઝરાયલી કંપનીની ડ્રોન ટેકનિક વિકસિત કરવા માટે 200 મિલિયન રોકાણ પર ચર્ચા થઇ છે.
વિવાદોમાં પેગાસસ
જો કે NSOના પ્રવકતાએ તેના પર કોઇ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી. પેગાસસ સોફટવેર યુઝર્સના ફોનને ટ્રેક કરે છે. તાજેતરમાં જ કંપની પર દુનિયાભરના તમામ દેશોમાં યુઝર્સના ડેટાનો ખોટો ઉપયોગ કરવાનો આરોગ લાગ્યો છે. આરોપ છે કે કંપનીએ ડેટાને વિભિન્ન દેશોની સરકારોને આપ્યા. જેમણે રાજકીય વિરોધીઓ, પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓની જાસૂસી કરવામાં તેનો ઉપયોગ કર્યો.
તો કંપનીનું આ આરોપો પર કહેવાનું છે કે તેઓ ગુના અને આતંકવાદને રોકવા માટે કાયદાકીય પ્રવર્તન અને સરકારી એજન્સીઓને તકનીકી વેચે છે અને તેનો તેણે ખોટો ઉપયોગ કરનારી કંપનીઓની સાથે ડીલ ખત્મ કરી દીધી છે.
અમેરિકામાં પણ લાગ્યા આરોપ
તાજેતરમાં જ પેગાસસ પર અમેરિકાના વિદેશ મંત્રાલયના 11 અધિકારીઓના ફોન હેક કરવાનો આરોપ લાગ્યો હતો. નવેમ્બરમાં અમેરિકાએ એનએસઓને બ્લેક લિસ્ટેડ કરી દીધા હતા. કંપનીના અમેરિકન તકનીકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ સિવાય એપલે પણ આઇફોન હેક કરવાનો આરોપ મૂકતા કંપની પર કેસ કરી દીધો હતો.