સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ઈજાના કારણે મેદાન છોડવું પડ્યું હતું. જસપ્રીત બુમરાહને બોલિંગ કરતી વખતે પગમાં ઈજા થઈ હતી.
Update: Jasprit Bumrah has suffered a right ankle sprain while bowling in the first innings.
The medical team is monitoring him at the moment.
Shreyas Iyer is on the field as his substitute.#SAvIND
— BCCI (@BCCI) December 28, 2021
જ્યારે જસપ્રીત બુમરાહ ઇનિંગની 11મી ઓવર ફેંકી રહ્યો હતો, ત્યારે ફોલો-થ્રુ દરમિયાન તેની પગની ઘૂંટી વળી ગઈ હતી. જસપ્રીત બુમરાહ તરત જ પીડાના કારણે જમીન પર સૂઈ ગયો. જે બાદ ભારતીય ટીમના ફિઝિયો તરત જ મેદાન પર દોડી આવ્યા હતા. તે પછી જસપ્રીત બુમરાહ પોતાની ઓવર પૂરી કરી શક્યો ન હતો અને મેદાન છોડી ગયો હતો. ડ્રેસિંગ રૂમમાં પણ જસપ્રીત બુમરાહ દર્દથી કણસતો જોવા મળ્યો હતો.
Bumrah twisted his ankle in followthrough. pic.twitter.com/FeTgrMicuo
— Sai Krishna (@intentmerchants) December 28, 2021
બીસીસીઆઈ દ્વારા જસપ્રીત બુમરાહને લઈને માહિતી આપવામાં આવી છે કે બુમરાહના જમણા પગની ઘૂંટીમાં મચકોડ આવી ગઈ છે અને હાલમાં મેડિકલ ટીમ તેની દેખરેખ હેઠળ છે. તેની જગ્યાએ શ્રેયસ ઐય્યર ફિલ્ડિંગ કરી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહની ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો બની શકે છે. પ્રથમ દાવમાં બુમરાહે આફ્રિકાને પ્રારંભિક ઝટકો આપ્યો હતો. આ સિવાય 2018ના પ્રવાસમાં પણ જસપ્રીત બુમરાહનો રેકોર્ડ શાનદાર રહ્યો હતો. ભારતે સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 327 રન બનાવ્યા છે. ત્રીજા દિવસે ભારતે 272-3થી શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં 49 રનની અંદર તેની 7 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી વાઇસ કેપ્ટન કે.એલ. રાહુલે 123 રનની ઇનિંગ રમી હતી.