દિવાળીની પૂર્વ સંધ્યાએ પેટ્રોલ અને ડીઝલમાં અનુક્રમે પ્રતિ લિટર રૂ. 10 તથા રૂ. 4ના એક્સાઈઝ ડયૂટી ઘટાડાને કારણે આવકમાં થનારા નુકસાનનો ભાર સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર ઉઠાવશે એમ નાણા વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
નાણા સચિવ ટી વી સોમનાથને જણાવ્યું હતું કે પેટ્રોલ પર રૂ. 10નો ડયૂટી ઘટાડો તથા ડીઝલ પર રૂ. 5નો ડયૂટી ઘટાડો સંપૂર્ણપણે કેન્દ્ર સરકારને રહેશે. આ ડયૂટી ઘટાડાને કારણે રાજ્યોના હિસ્સાની આવકમાં કોઈ ઘટાડો નહિ થાય. તેમણે જણાવ્યું હતું કે સરકારની આવકમાં એક્સાઈઝ ડયૂટી ઘટાડાને થનારા નુકસાનની કોઈ અસર રાજ્યોની આવક પર નહિ પડે. તેમણે નીચા ડિવોલ્યૂશનના ડરને નકાર્યો હતો.
હાલમાં સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતાં ટેક્સનો 41 ટકા હિસ્સો રાજ્યોને 14 હપતાઓમાં વિતરીત કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે 4 નવેમ્બરે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડયૂટીમાં ઘટાડો કર્યો હતો. જેને અનુસરતાં 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પણ ઇંધણ પરના વેલ્યૂ એડેડ ટેક્સમાં ઘટાડો કર્યો હતો.