પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ચીફ રમીઝ રાજાએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે જો તેમની ટીમ ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને હરાવી દેશે તો તેમના માટે બ્લેન્ક ચેક તૈયાર છે. રવિવાર રાત્રે બાબર આઝમની કેપ્ટનશિપમાં પાકિસ્તાનની ટીમે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. હવે પાકિસ્તાની ફેન્સ રમીઝની પાછળ પડી ગયા છે. તેઓ પૂછી રહ્યાં છે કે ભારતને બાબરની ટીમે હરાવી છે, હવે જણાવો બ્લેન્ક ચેક ક્યાં છે?
ઈન્વેસ્ટરે કર્યો હતો વાયદો
રમીઝ રાજાએ ગત મહિને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું- મને પાકિસ્તાનના એક ઈન્વેસ્ટરે વાયદો કર્યો છે કે જો ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ભારતને હરાવી દેશે તો તેમના માટે બ્લેન્ક ચેક તૈયાર છે.
રાજાએ આગળ કહ્યું હતું- અમારા દેસમાં ક્રિકેટ જ નહીં અન્ય રમત પણ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. પરંતુ એક ઈન્વેસ્ટરે મોટો વાયદો કર્યો છે. તેને કહ્યું છે કે જો દેશની ટીમ આ ટી-20 વર્લ્ડ કપમાં ભારતને હરાવી દેશે તો તેઓને બ્લેન્ક ચેક મળશે.
હવે જ્યારે પાકિસ્તાનની ટીમ આ મેચ જીતી ગયું છે તો લોકો રમીઝ રાજા પાસેથી ન માત્ર જવાબ માગી રહ્યાં છે પરંતુ એમ પણ પૂછી રહ્યાં છે કે હવે તે બિઝનેસમેન ક્યાં છે?
PCB about to go millionaire?
— Arfa Feroz Zake (@ArfaSays_) October 24, 2021
Hello Mr Chairman Ramiz Raja! A reminder to you! Please call that businessman who offered a blank cheque for Pakistan Cricket with a condition if Pakistan defeats India in #T20WorldCup!😏#INDvPAK
Feel for the businessman who offered a Blank Cheque to #Pakistan ! #IndvsPak
— Vikram Sathaye (@vikramsathaye) October 24, 2021
We Pakistani's want to know about Blank cheque progress 😂, Where is investor Now ?? #PakvsIndia pic.twitter.com/VhFeJrMmy2
— Mian Omer🇵🇰 (@Iam_Mian) October 24, 2021
PCB after seeing blank cheque without signature #IndiaVsPak pic.twitter.com/jcWWAz9Ewf
— sha’don’t (@sh44nx) October 25, 2021
અફરીદીની શાનદાર બોલિંગ
ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે પહેલી વખત હાર્યું છે. ટોસ હારીને પહેલાં બેટિંગ કરતા ભારતે 151/7નો સ્કોર બનાવ્યો. કેપ્ટન કોહલીએ 57 રનની ઈનિંગ રમી. પાકિસ્તાન માટે શાહી અફરીદીએ 3 વિકેટ લીધી. 152 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનના ઓપનર બેટ્સમેને ધમાકેદાર બેટિંગ કરતા મેચને એકતરફી બનાવી દીધી હતી. ભારત 10 વિકેટથી આ મેચ હાર્યું હતું.