અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળ્યાને છ મહિના વીતી ગયા છે. તેના શાસનની શરૂઆત થતાની સાથે જ લોકો ડરીને શહેર અને દેશ છોડીને ભાગી રહ્યા હતા. બૌદ્ધોનો ગઢ કહેવાતા પ્રાચીન શહેર બામિયાનમાં પણ આવું જ થયું હતું. ત્યાંના લગભગ તમામ શ્રીમંતોએ બામિયાન છોડી દીધું. આ ડર વચ્ચે એક ગ્રેજ્યુએટ છોકરી ફિસ્તાએ હિંમત બતાવી. તેણે બીજા લોકોને શીખવવા પોતાનું મન મક્કમ કર્યું.
સ્થાનિક ડારી ભાષા તેમજ અંગ્રેજી પણ શીખવે છે
ગરીબ બાળકો અભ્યાસ ચાલુ રાખી શકે તે માટે તેણે પોતાની શાળા બંધ કરી નહી. તાલિબાનના લડવૈયાઓના હાથે પકડાઈ ન જાય તે માટે તેણે પર્વતની ગુફાને પોતાની શાળા બનાવી લીધી. ત્યાંથી તે દરરોજ બાળકોને બે કલાકની ટ્રેનિંગ આપી રહી છે. તે માત્ર સ્થાનિક દારી ભાષા જ નહિ પણ અંગ્રેજી પણ શીખવી રહી છે. તેણે કુરાનની આયતો પણ શીખવી. આ શાળા ચલાવવા માટે તેણે લોકોના ઘરે કામ કર્યું અને સ્થાનિક બજારમાં સામાન પણ વેચ્યો.
આ શાળા 10 વર્ષથી ચાલે છે
ફિસ્તાએ એક અખબારને જણાવ્યું કે તે લગભગ 10 વર્ષથી આ સ્કૂલ ચલાવી રહ્યી છે. જ્યારે તે 12 વર્ષની હતી ત્યારે તેણે આ સ્કૂલ ખોલી હતી. આ શાળામાં લગભગ 50 પરિવારોના 4 થી 17 વર્ષના બાળકો આવે છે. ઓગસ્ટમાં જ્યારે તાલિબાન ફરી સત્તા પર આવ્યો ત્યારે તે ગભરાઈ ગઈ હતી. બીજા ગામમાંથી ભણવા આવેલા છોકરાની માતાએ જણાવ્યું કે ‘તાલિબાનના ડરથી લોકો ગામમાંથી ભાગી ગયા હતા. અમે અહીં પાછા આવ્યા છીએ પણ અમારા બાળકોને ભણાવવા માટે પૈસા નહોતા. ત્યારે આ શાળા અમારો એક આશરો બની ગઈ.’
તાલિબાની 3 વખત ગામમાં આવ્યા, પણ પત્તો ન લાગ્યો
ફિસ્તાએ કહ્યું, ‘તાલિબાન લડવૈયાઓ ત્રણ વખત ગામમાં આવ્યા, પણ તેઓને મારી શાળા ગુફામાં મળી ન હતી. ’ બામિયાનમાં ફિસ્તા એકમાત્ર એવી વ્યક્તિ છે જે પોતાના પૈસાથી શાળા ચલાવે છે.