કેનેડામાં કોરોના ફરજીયાત વેક્સિનના આદેશ સામે જોરદાર વિરોધ થઈ રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પરિવાર સાથે ઘર છોડીને ગુપ્ત જગ્યાએ જતા રહ્યા છે. હજારો ટ્રક ડ્રાઇવરો અને અન્ય વિરોધીઓ રાજધાની શહેરમાં એકઠા થયા હતા અને પીએમ ટ્રુડોના નિવાસસ્થાને ઘેરી લીધુ હતુ. ટ્રક ડ્રાઈવરો દેશમાં કોરોના વેક્સિનને ફરજિયાત બનાવવા અને લોકડાઉન લાદવાની વિરુદ્ધ છે. તેમણે તેમના 70 કિલોમીટર લાંબા કાફલાને 'ફ્રીડમ કોન્વોય' નામ આપ્યું છે.
કેનેડાના PM પરિવાર સાથે ઘર છોડીને ભાગ્યા
કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે કોરોના વેક્સીનના આદેશ અને અન્ય જાહેર આરોગ્ય પ્રતિબંધોને ખતમ કરવાની હાકલ કરવા માટે રાજધાની શહેરમાં હજારો ટ્રક ડ્રાઈવરો અને અન્ય વિરોધીઓ ભેગા થયા હતા અને પીએમ ટ્રુડોના નિવાસસ્થાને ઘેરી લીધુ હતુ. ભારે વિરોધ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમના પરિવાર સાથે તેમનું નિવાસસ્થાન છોડીને અન્ય ગુપ્ત સ્થાને જતા રહ્યા છે.
Canadian PM Trudeau moved to secret location as anti-COVID rules protests flare-up
— ANI Digital (@ani_digital) January 30, 2022
Read @ANI Story | https://t.co/1X0UhVgKGj
#JustinTrudeau #CanadianTruckers pic.twitter.com/ekYc5LWW98
પ્રદર્શનકારીઓએ કેનેડાના વડાપ્રધાન ટ્રુડો પર નિશાન સાધતા આકરી ટીકા કરી
પ્રદર્શનકારીઓએ કોવિડ પ્રતિબંધોની સરખામણી ફાસીવાદ સાથે કરી છે. તેઓએ કેનેડિયન ધ્વજની સાથે નાઝી પ્રતીકો દર્શાવ્યા છે. કેટલાક પ્રદર્શનકારીઓએ કેનેડાના વડાપ્રધાન ટ્રુડો પર નિશાન સાધતા તેમની આકરી ટીકા કરી છે. મોન્ટ્રીયલના ડેવિડ સેન્ટોસે કહ્યું કે તેઓ માને છે કે વેક્સિનેશન ફરજિયાત બનાવવું એ સ્વાસ્થ્ય સંબંધિત નથી, આ સરકાર દ્વારા એક કાવતરું છે.
Trucks lined roadways leading into Canada’s capital Ottawa as drivers staged a massive protest against Prime Minister Justin Trudeau’s COVID-19 vaccine mandates https://t.co/dL1vgluXfy pic.twitter.com/2PeYOGFTpR
— Reuters (@Reuters) January 30, 2022
સરકાર સામે વિરોધ કરી રહ્યા
કેનેડાના પીએમના નિવાસસ્થાન તરફ જતા રસ્તાઓ પર હજારો ટ્રકોના અવાજો સતત સંભળાઈ રહ્યા છે અને ડ્રાઈવરો સતત હોર્ન વગાડીને સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ સંસદ નજીક પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનેડિયન પીએમ તેમના પરિવાર સાથે ઘરેથી સુરક્ષિત અને ગુપ્ત જગ્યાએ ભાગી ગયા છે. ટ્રુડો મોટાભાગના વિરોધીઓના નિશાના પર છે. પીએમ ટ્રુડોએ કહ્યું છે કે આ પ્રદર્શનકારીઓ વિજ્ઞાન વિરોધી છે અને તેઓ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ કેનેડાના અન્ય લોકો માટે માટે પણ તેઓ જોખમ બની ગયા છે. કેનેડામાં અત્યાર સુધીમાં 82 ટકા લોકોએ કોરોનાની વેક્સિન લઈ લીધી છે.