ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચમાં શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો ગૉલના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટકરાઈ રહી છે, પરંતુ ગૉલ ટેસ્ટમાં એક આઘાતજનક ઘટનાએ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. વેસ્ટ ઈન્ડિઝ માટે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા જેરેમી સોલોઝાનો ક્રિકેટના મેદાન પર એક આઘાતજનક ઘટનાનો શિકાર બન્યો હતો. ફિલ્ડિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી. તેના સ્થાને વેસ્ટ ઈન્ડિઝે એક ખતરનાક ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
આ ખેલાડીને સામેલ કર્યો
શ્રીલંકા સામે વેસ્ટ ઈન્ડિઝ તરફથી ટેસ્ટ ડેબ્યૂ કરનાર જેરેમી સોલોઝાનો માથામાં ઈજાના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમે તેના સ્થાને બેટ્સમેન શાઈ હોપને રિપ્લેટસમેન્ટ તરીકે સામેલ કર્યો છે. સોલોઝાનોને ઈજા થઈ છે અને તેની સારવાર ચાલી રહી છે.
રોસ્ટન ચેઝે શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્નેને શોર્ટ બોલ ફેંક્યો હતો. જેના જવાબમાં કરુણારત્ને સોલોઝાનો તરફ સીધો બેકફૂટ પર વાગ્યો હતો, જેના પછી સોલોઝાનોને બચવા માટે થોડો પણ સમય મળ્યો નહીં અને બોલ વાગી ગયો હતો. 26 વર્ષના બેટ્સમેનના હેલ્મેટ પર બોલ વાગ્યો અને હેલ્મેટ તૂટી ગયું, પરંતુ તેની અસર તેના માથા પર થઈ. ઈજા પછી સોલોઝાનો જમીન પર ઢલી પડ્યો હતો અને ખેલાડીઓ અને ફિઝિયોની મદદથી તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના કોચ ફિલ સિમન્સ ડ્રેસિંગ રૂમમાં ચિંતિત દેખાતા હતા.
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. જેમા લખ્યું,‘ઈજા બાદ ડેબ્યૂ કરનાર જેરેમી સોલોઝાનોને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. અમે તેના ઝડપી સ્વસ્થ થવાની આશા રાખીએ છીએ. આ ઘટના જેરેમી સાથે ડેબ્યૂ ટેસ્ટમાં બની હતી. જેરેમી મેદાન છોડ્યા બાદ તેની જગ્યાએ શાઈ હોપ ફિલ્ડિંગ કરવા મેદાનમાં આવ્યો હતો.
7 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેનનું મોત નીપજ્યું હતું
ફિલિપ હ્યુજને માથામાં બોલ વાગતા મોત
આપને જણાવી દઈએ કે 27 નવેમ્બર 2014ના રોજ 25 વર્ષના યુવા ખેલાડી અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનનું મોત નીપજ્યું હતું. 24 નવેમ્બર 2014ના રોજ એક ઘરેલૂ મેચ દરમિયાન સીન ઓબેટની બાઉન્સર બોલ ફિલિપ હ્યુજને માથા પર વાગ્યો હતો. જેના પછી તે મેદાન પર ઢળી પડ્યો હતો. જોકે તેને હેલમેટ પહેર્યું હતું. તેમ છતાં ગંભીર ઇજા થતા તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. લગભગ 3 દિવસ સુધી સિડનીના એક હોસ્પિટલમાં કોમામાં રહ્યો અને પછી 27 નવેમ્બર 2014ના રોજ તેનું નિધન થયું હતું. આપને જણાવી દઈએ કે માત્ર 3 દિવસ બાદ એટલે કે 30મી નવેમ્બરના રોજ હ્યુજનો જન્મદિવસ હતો. ફિલિપે ઓછી ઉંમરમાં જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને તે ઓસ્ટ્રેલિયાના 408મો ટેસ્ટ ક્રિકેટર હતો. ફિલિપે ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ, 25 વન ડે અને 1 ટી20 મેચ રમી હતી.