હાઇસ્કોરિંગ બનેલી પ્રથમ ટી20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને બે બોલ બાકી રાખીને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે નવા કોચ રાહુલ દ્રવિડ અને ટી20 ફોર્મેટમાં સ્થાયી રીતે સુકાની બનાવવામાં આવેલા રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ભારતે નવા યુગનો વિજય સાથે પ્રારંભ કર્યો હતો.
ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરી હતી. ન્યૂઝીલેન્ડે છ વિકેટે 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 19.4 ઓવરમાં પાંચ વિકેટે 166 રન બનાવીને વિજય હાંસલ કર્યો હતો. ભારતે ત્રણ મેચની શ્રોણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બંને ટીમ વચ્ચે હવે 19મીએ રાંચી ખાતે બીજી ટી20 મેચ રમાશે.
રનચેઝ કરનાર ભારતના ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલે (15) પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી નોેંધાવી હતી. ત્યારબાદ રોહિત અને સૂર્યકુમાર યાદવે બીજી વિકેટ માટે 59 રન ઉમેર્યા હતા. રોહિત 36 બોલમં 48 રન તથા સૂર્યકુમાર 40 બોલમાં છ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે 62 રન બનાવીને આઉટ થયો હતો.
રિષભ પંત 17 રન બનાવીને અણનમ રહ્યો હતો. અગાઉ ન્યૂઝીલેન્ડની ઇનિંગમાં મુખ્ય યોગદાન ઓપનર માર્ટિન ગુપ્ટિલના 42 બોલમાં 70 તથા માર્ક ચેપમેનના 63 રનનું રહ્યું હતું.
અશ્વિને એક ઓવરમાં 2 વિકેટ લીધી
ટોસ હાર્યાપછી ન્યૂઝીલેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઈનિંગની પહેલી વિકેટ 1 રનના સ્કોર પર પડી હતી. ભુવનેશ્વર કુમારે ડેરિલ મિચેલને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. જોકે ત્યારપછી માર્ટિન ગપ્ટિલ અને ચેપમેને ઈનિંગ સંભાળી હતી. આ દરમિયાન બંને વચ્ચે 109 રનની પાર્ટનરશિપ થઈ હતી.
કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં ચાહકોની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. જોકે, પ્રવેશ પહેલાં પ્રેક્ષકોએ વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા RT-PCR રિપોર્ટ બતાવવો ફરજિયાત રહેશે.
ચેપમેને બે દેશ તરફથી અડધી સદી નોંધાવવાની વિશેષ સિદ્ધિ મેળવી
કિવિ બેટ્સમેન માર્ક ચેપમેને ટી0 ઇન્ટરનેશનલમાં બે દેશ તરફથી અડધી સદી નોંધાવવાની વિશેષ સિદ્ધિ મેળવી હતી. ચેપમેને અગાઉ હોંગકોંગ માટે અને હવે ભારત સામે અડધી સદી નોંધાવી હતી. રસપ્રદ બાબત એ છે કે બંને વખત તેનો સ્કોર 63-63નો રહ્યો હતો.