ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું 52 વર્ષની વયે અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં 708 વિકેટ સાથે બીજા નંબરે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, પરંતુ તેની તેનાથી કઈંક અલગ છે.
વોર્ન પોતાની બોલિંગથી ધૂરંધર બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દેતો હતો. એકવાર તેણે એવો બોલ ફેંક્યો હતો, જે ઇતિહાસમાં ‘બોલ ઓફ ધ સેન્ચ્યુરી’ તરીકે જાણીતો થઈ ગયો. તેના 90 ડિગ્રી પર ટર્ન લેતા બોલે બેટ્સમેનને વિચારવા મજબૂર કરી દીધો. તેનો વિડિયો આજે પણ ઘણો વાયરલ થાય છે.
બોલ ઓફ ધ સેન્ચુરી પર આઉટ થયો હતો ગેટિંગ
બોલ ઓફ ધ સેન્ચુરી બોલ 1993ની એશિઝ શ્રેણી દરમિયાન લેજેન્ડ શેન વોર્ન દ્વારા ફેંકવામાં આવી હતી. વોર્ને 4 જૂન 1993ના રોજ ઈંગ્લેન્ડ સામે ઓલ્ડ ટ્રેફર્ડ (માન્ચેસ્ટર) ટેસ્ટમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન માઈક ગેટિંગને બોલ્ડ કર્યો હતો. બોલ લગભગ 90 ડિગ્રીના એંગલથી ટર્ન થયો હતો, જેને જોઈને બધા દંગ રહી ગયા હતા. ‘બોલ ઓફ ધ સેન્ચુરી’ કહેવાતા આ બોલે વોર્નનું જીવન બદલી નાખ્યું.
વોર્નનો બોલ લેગ-સ્ટમ્પની ઘણો બહાર પીચ થયો હતો અને એવું લાગતું હતું કે બોલ વાઈડ થઈ શકે છે, તેથી જ ગેટિંગે તેને રમવાનો પ્રયાસ કર્યો ન હતો. આ દરમિયાન, બોલ ખૂબ જ ઝડપથી ટર્ન થયો અને ગેટિંગને થાપ આપીને ઑફ-સ્ટમ્પ પર લાગ્યો, જેને જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ.
વોર્ને પોતે જ જાહેર કર્યું ‘બોલ ઓફ ધ સેન્ચ્યુરી’નું રહસ્ય
‘બોલ ઓફ ધ સેન્ચ્યુરી’નો ખુલાસો પણ શેન વોર્ને પોતે ઘણા વર્ષો પછી કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘આ એક ચોંકાવનારો બોલ હતો. મેં તેની ક્યારેય કલ્પના પણ કરી ન હતી. હું ધારુ તો પણ આવો બોલ ફરી ન ફેંકી શકું. લેગ સ્પિનર તરીકે તમે હંમેશા વધુ સારો લેગ બ્રેક બોલ નાખવાનું વિચારો છો. મેં બરાબર એ જ બોલ નાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ 90 ડિગ્રી પર ટર્ન થયો જે ખરેખર વિચિત્ર હતું.