અત્યાર સુધીની સૌથી મોટી ડિજિટલ કેશની ચોરીમાં હેકર્સે લોકપ્રિય ઓલાની ગેમ એક્સિ ઇન્ફિનિટીના ખેલાડીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ડિજિટલ લેજરમાંથી 60 કરોડ ડૉલરના મૂલ્યની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી છે. તાજેતરના સમયમાં ક્રિપ્ટોકરન્સીમાં લોકોનો રસ અને તેના મૂલ્યમાં વધારો જોવા મળ્યો છે પરંતુ સાથે જ આ ડિજિટલ ચલણ ટેક્નોસેવી ચોરો માટે આકર્ષક નિશાન પણ બન્યું છે. રોનિન નેટવર્કે જણાવ્યું હતું કે તેની બ્લોકચેઇનને નિશાન બનાવી કરાયેલા હુમલામાં 1,73,600 ઇથર અને 25.5 મિલિયન ડૉલર મૂલ્યના સ્ટેબલકોઇનની ચોરી કરાઈ છે. આ ક્રિપ્ટોની ગત 23 માર્ચે જ્યારે ચોરી કરાઈ ત્યારે તેનું મૂલ્ય 54 કરોડ ડૉલર કરતા વધારે હતું પણ મંગળવારે તેની કિંમત પ્રમાણે તેનું મૂલ્ય 61 કરોડ ડૉલર કરતા પણ વધારે હતું જે તેને ક્રિપ્ટો વર્લ્ડમાં અત્યાર સુધીની સૌથી મોટી ચોરીનો બનાવ છે. ચોરી અંગેની માહિતી આપતી પોસ્ટમાં રોનિને કહ્યું હતું કે મોટાભાગનું હેક કરાયેલું ફંડ હજુ પણ હેકરના વૉલેટમાં જ છે. મંગળવારે જ્યારે ગેમના યૂઝર્સ પોતાના ઇથરને વિથડ્રો નહોતા કરી શક્યા ત્યારે ટીમના ધ્યાનમાં આ સુરક્ષા ભંગ આવ્યો હતો.
ફિલિપાઇન્સના સૌથી વધારે યૂઝર્સ
એક્સિ ઇન્ફિનિટી ટ્રાફિકનો 35 ટકા હિસ્સો તેના 25 લાખ દૈનિક એક્ટિવ યૂઝર્સનો સૌથી મોટો શેર ફિલિપાઇન્સમાંથી આવે છે, જ્યાં અંગ્રેજીની ઉચ્ચ કાર્યદક્ષતા, મજબૂત ગેમિંગ કલ્ચર અને સ્માર્ટફોનનો વ્યાપક ઉપયોગ ગેમની લોકપ્રિયતાને વધારે છે. ગેમ રમવા માટે યૂઝરે પહેલાં ઓછામાં ઓછા ત્રણ એક્સિસ ખરીદવા પડે છે. એક્સિએ એક એનએફટી છે. જેમને બ્લોકચેઇન પર સ્ટોર કરાય છે. બ્લોકચેઇન એક ડિજિટલ લેજર હોય છે જેને બદલી શકાતું નથી. યૂઝર્સ એક્સિસને ખરીદી શકે છે, અન્ય ખેલાડીઓને વેચી શકે છે અથવા ભાડે પણ આપી શકે છે.