ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાને 67 રને હરાવ્યું હતું. આ જીત સાથે ભારત ODI સિરીઝમાં 1-0થી આગળ થયું છે. આજની મેચમાં શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ લડાયક સદી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયાની ODI સિરીઝમાં 1-0ની લીડ
ટીમ ઈન્ડિયાએ આપેલા 374 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકા ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 306 રન જ કરી શકી હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ શાનદાર શતકીય ઇનિંગ રમી હતી. તેણે એકલા હાથે છેલ્લે લડત આપી હતી. શનાકાએ 88 બોલમાં 108 રની ધમાકેદાર ઇનિંગ રમી હતી. પથુમ નિસાંકાએ 80 બોલમાં 72 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી હતી જ્યારે મોહમ્મદ સિરાજને 2 વિકેટ મળી હતી, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલે 1-1 લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 3 મેચની ODI સિરીઝમાં 1-0ની લીડ લઈ લીધી છે.
શ્રીલંકાને જીતવા 374 રનનો ટાર્ગેટ
ભારત-શ્રીલંકા વચ્ચે ODI સિરીઝની પહેલી મેચમાં ભારતે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના દમદાર 113 રન અને કેપ્ટન રોહિત શર્માના 83 રનની મદદથી 7 વિકેટના નુકસાને 373 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને જીતવા 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલીએ ODI કારકિર્દીની 45મી સદી ફટકારી હતી.
ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
આજથી ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની શરૂઆત થશે. પહેલી ODI મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો. જેમાં શ્રીલંકાના કપ્તાન દાસુન શનાકાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
બંને ટીમની પ્લેઇંગ 11
ટીમ ઇન્ડિયા:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ
શ્રીલંકા:
પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ(વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, ધનંજયા ડી સિલ્વા, ચારિથ અસલંકા, દાસુન શનાકા(કેપ્ટન), વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, દુનિથ વેલાલેજ, કસુન રાજીથા, દિલશાન મદુશંકાપથુમ નિસાંકા, ધનંજયા ડી સિલ્વા, ચારિથ અસલંકા, ભાનુકા રાજપક્ષે, વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, મહેશ થેક્ષાના, દિલશાન મદુશંકા, કાસુન રાજીથા