પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની લોંગ માર્ચ ઈસ્લામાબાદમાં પ્રવેશી ગઈ છે. જો કે, રાજધાનીમાં તેના પ્રવેશ પહેલા, ત્યાં હિંસા ફાટી નીકળી હતી. પીટીઆઈ કાર્યકર્તાઓએ ઈસ્લામાબાદમાં તોડફોડ કરી અને રોડ ડિવાઈડર પર વૃક્ષોને આગ ચાંપી દીધી. સમાચાર એવા પણ આવી રહ્યા છે કે તેણે એક મેટ્રો સ્ટેશનને પણ નિશાન બનાવ્યું છે. તે જ સમયે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, સુરક્ષા દળોએ લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. ઈમરાન ખાને બુધવારે એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે તેઓ વિરોધ કૂચને લઈને સરકાર સાથે સમજૂતી પર પહોંચ્યા છે.
Govt of Pakistan orders deployment of troops of Pakistan Army in the wake of law and order situation in Islamabad pic.twitter.com/QUJgwX3heV
— ANI (@ANI) May 25, 2022
સમાધાનનો કોઈ સવાલ જ નથીઃ ઈમરાન ખાન
ઈમરાન ખાને કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાનમાં નવેસરથી ચૂંટણીની જાહેરાત ન થાય ત્યાં સુધી તેઓ ઈસ્લામાબાદમાં વિરોધ માર્ચ અને ધરણાના તેમના કાર્યક્રમને આગળ ધપાવશે. ઈમરાન ખાને ટ્વિટ કર્યું, 'અફવાઓ ફેલાવવામાં આવી હતી અને જાણીજોઈને એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે સમાધાન થઈ ગયું છે. કોઈ રસ્તો નથી. અમે ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહ્યા છીએ અને કોઈ સમજૂતીનો પ્રશ્ન નથી. જ્યાં સુધી વિધાનસભા ભંગ ન થાય અને ચૂંટણીની તારીખો જાહેર ન થાય ત્યાં સુધી અમે ઇસ્લામાબાદમાં જ રહીશું. હું ઈસ્લામાબાદ અને રાવલપિંડીના તમામ લોકોને માર્ચમાં જોડાવા માટે આહ્વાન કરું છું.
May Allah protect Pakistan. #AzadiMarchPTI pic.twitter.com/DnEpu2lhBt
— Hamza Azhar Salam (@HamzaAzhrSalam) May 25, 2022
રાજધાની તરફ જતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા
આ પહેલાં 'દુનિયા' ન્યૂઝ ચેનલે એક સમાચારમાં જણાવ્યું હતું કે સેનાના હસ્તક્ષેપ બાદ પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની પાર્ટીની 'આઝાદી માર્ચ'નું આયોજન કરવાની મંજૂરી આપી દીધી છે. દરમિયાન, પોલીસ અને ખાનના પક્ષના સમર્થકો વચ્ચેની અથડામણને પગલે, સરકારે વિવિધ સ્થળોએ કન્ટેનર અને ટ્રકો સાથે રાજધાની તરફ જતા અનેક મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા હતા.