ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે થનારી ટી-20 ક્રિકેટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાના ખિલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. કે.એલ રાહુલને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે વિરોટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
સાઉથ આફ્રીકા સીરીઝ માટે પંસદગી પામેલા ટીમ ઈન્ડિયાના ખિલાડીઓ – કે.એલ રાહુલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ અચ્ચર, પંત (ઉપ-કેપ્ટન), દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, વેંકટેશ અય્યર, યુજવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક
ઉમરાન મલિક અને અર્શદીપ સિંહની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
ટી-20 ટીમમાં ઘણા પ્લેયર્સની વાપસી થઈ છે. જેમાં દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ જેવા નામ સામેલ છે. આ સિવાય 2022માં સારૂ પ્રદર્શન કરનારા પ્લેયર્સનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને પહેલીવાર ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભારત – આફ્રીકા ટી-20 સીરીઝ
પહેલી ટી-20 – 9 જુન, દિલ્હી
બીજી ટી-20 – 12 જુન, કટક
ત્રીજી ટી-20 – 14 જુન, વિશાખાપટનમ
ચોથી ટી-20 – 17 જુન, રાજકોટ
પાંચમી ટી-20 – 19 જુન, બેંગલુરુ
ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ માટે પણ ટીમની જાહેરાત
પંસદગીકારોએ ઈંગ્લેન્ડ સામે યોજવનાર ટેસ્ટ મેચ માટે પણ ટીમ ઈન્ડિયાના ખિલાડીઓના નામ જાહેર કર્યા છે. ગત વર્ષે થયેલી સીરીઝની એક મેચ બાકી હત, જે 1 જુલાઈના રોજ રમવામાં આવશે. ઈંગ્લેન્ડ સામે ટી-20 અને વન-ડે સીરીઝ પણ રમવાની છે. જોકે તેના માટે ખિલાડીઓના નામની જાહેરાત બાદમં કરવામાં આવશે.
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ માટે ખિલાડીઓના નામ
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ રાહુલ (ઉપ-કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, પંત, કે.એસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના