હાઇબ્રિડ ફ્ંડ્સ સંખ્યાબંધ વિકલ્પ ઓફર કરે છે. જેમકે રૂઢિચુસ્ત રોકાણકાર ડેટમાં ઝોંક ધરાવતા કોમ્બિનેશનને પસંદ કરી શકે છે, જ્યારે આક્રમક અભિગમ ધરાવતા રોકાણકાર ઇક્વિટી તરફ્ વધુ ઝોંક ધરાવતા પોર્ટફેલિયોને પસંદ કરી શકે છે. કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફ્ંડ્સ ડેટ સિક્યુરિટીઝમાં 75 ટકા-90 ટકા રોકાણ કરે છે તથા ઇક્વિટી સ્ટોક્સમાં 10 ટકા-25 ટકા રોકાણ કરે છે. જ્યારે આક્રમક હાઇબ્રિડ ફ્ંડ્સ ઇક્વિટી સ્ટોક્સમાં 65 ટકા-80 ટકા તથા ડેટ સિક્યુરિટીઝમાં 20 ટકા-35 ટકા જેટલું રોકાણ કરે છે.
એક ગામડામાં એક ગરીબ અને અંધ વૃદ્ધિ મહિલા રહેતી હતી. એક દિવસ પરી પ્રકટ થઈ અને વૃદ્ધ મહિલાને તેની ઇચ્છા વ્યક્ત કરવા કહ્યું. તેણી મૂંઝવણમાં હતી કે તેણે સંપત્તિ, પૌત્ર અથવા તેની આંખની દૃષ્ટિમાંથી શું માગવું જોઇએ. આખરે તેણે પરીને કહ્યું કે તે તેના પૌત્રને સોનાના બાઉલમાં દૂધ પીતા જોવા ઇચ્છે છે. પરી જાણતી હતી કે વૃદ્ધ મહિલાએ એક જ વખતમાં ત્રણ ઇચ્છાઓ માગી, પરંતુ પરીએ તેની ઇચ્છાને માન્ય રાખી. વૃદ્ધ મહિલાની મૂંઝવણની માફ્ક રોકાણકારો પણ ડેટ, ઇક્વિટી અથવા સોનામાં કેટલું રોકાણ કરવું જોઇએ તે બાબતે હંમેશાં અસમંજસમાં હોય છે.
સોલ્યુશનઃ હાઇબ્રિડ ફ્ંડ્સ એક જ પ્રોડક્ટમાં એસેટ ક્લાસિસનું મિશ્રાણ ઓફર કરે છે. આ ઓફ્રિંગ્સમાં મોટાભાગે ઇક્વિટી સ્ટોક અને ડેટ સિક્યુરિટીઝ (લગભગ ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોર્પોરેટ બોન્ડ્સ, ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ)નું કોમ્બિનેશન હોય છે. આ ફ્ંડ્સ દ્વારા ઓફર કરાતા મુખ્ય લાભોમાં વિવિધ એસેટ ક્લાસિસમાં વૈવિધ્યકરણ દ્વારા જોખમ ઘટાડવું અને સમસ્યા-મુક્ત રિબેન્સિંગ સામેલ છે કારણ કે તે સમયજતાં બદલાય તો વેઇટેજમાં ફેરફર કરીને તેને મૂળ સ્થિતિમા લાવવાની જરૂરિયાત રહે છે. જો 60 ટકા
ઇક્વિટી અને 40 ટકા ડેટ પોર્ટફેલિયો હોય અને ઇક્વિટી માર્કેટ જ્યારે આગેકૂચ કરે ત્યારે તે બદલાઈને 70 ટકા ઇક્વિટી અને 30 ટકા ડેટ થાય છે. રિબેલેન્સિંગ દ્વારા
ઇક્વિટીમાં કેટલાંક વેચાણ તથા તેને ડેટ સાથે બદલવાથી વેઇટેજ ફરીથી 60:40 થાય છે.
હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફ્ંડ્સ રોકાણકારોને સંખ્યાબંધ વિકલ્પો ઓફર કરે છે. ઉદાહરણરૂપે, એક રૂઢિચુસ્ત રોકાણકાર ડેટમાં વધુ ઝોંક ધરાવતા કોમ્બિનેશનને પસંદ કરી શકે છે, જ્યારે કે આક્રમક અભિગમ ધરાવતા રોકાણકાર ઇક્વિટી તરફ્ વધુ ઝોંક ધરાવતા પોર્ટફેલિયોને પસંદ કરી શકે છે. કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફ્ંડ્સ ડેટ સિક્યુરિટીઝમાં 75 ટકા-90 ટકા રોકાણ કરે છે તથા
ઇક્વિટી સ્ટોક્સમાં 10 ટકા-25 ટકા રોકાણ કરે છે. બીજી તરફ્ આક્રમક હાઇબ્રિડ ફ્ંડ્સ ઇક્વિટી સ્ટોક્સમાં 65 ટકા-80 ટકા તથા ડેટ સિક્યુરિટીઝમાં 20 ટકા-35 ટકા જેટલું રોકાણ કરે છે. જોકે, ચોક્કસ ફળવણી પ્રોફેશનલ ફ્ંડ મેનેજમેન્ટ ટીમના મંતવ્યો આધારિત હોય છે. નિવૃત્ત વ્યક્તિઓ કે જેઓ ઓછું જોખમ લેવા ઇચ્છતા હોય તથા નિયમિત રોકડ પ્રવાહ ઇચ્છતા હોય તેમના માટે પ્રથમ વિકલ્પ આદર્શ બની શકે છે, જ્યારે કે પહેલીવારના મ્યુચ્યુઅલ ફ્ંડ રોકાણકારો માટે બીજો વિકલ્પ ઉપયોગી બની શકે છે કે જેઓ માત્ર ઇક્વિટી પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલી વોલેટિલિટી સાથે અનુકૂળ હોતા નથી.
પરંપરાગત ફ્ક્સ્ડિ ઇન્કમ પ્રોડક્ટ્સના વ્યાજદરો સતત ઘટી રહ્યાં છે ત્યારે વિશેષ કરીને નિવૃત્ત વ્યક્તિઓ સહિતના નિયમિત આવક ઇચ્છતા રોકાણકારો એવી પ્રોડક્ટ્સની શોધ કરી રહ્યાં છે કે જે સાધારણ ઊંચા જોખમ સાથે થોડું ઊંચું વળતર આપી શકે. ડેટ-આધારિત હાઇબ્રિડ ફ્ંડ કે જે ડેટમાં 75 ટકા-90 ટકા તથા ઇક્વિટીમાં 10 ટકા-25 ટકા રોકાણ કરે છે, તે આ પ્રકારના રોકાણકારની જરૂરિયાતને પૂર્ણ કરી શકે છે. ડેટ કોમ્પોનન્ટ સ્થિરતા પ્રદાન કરે છે જ્યારે કે સાધારણ ઇક્વિટી કોમ્પોનન્ટ વૃદ્ધિનો ઉદ્દેશ્ય રાખે છે. સંપત્તિ સર્જન માટે મ્યુચ્યુઅલ ફ્ંડ્સ લોકપ્રિય બની રહ્યાં છે ત્યારે ઘણાં ઓછા લોકો વેલ્થ ડિકમ્યુલેશન (નિયમિત રોકડ પ્રવાહ) ફીચર અંગે જાણકારી ધરાવે છે. આ સિસ્ટમેટિક ઉપાડ પ્લાન (એસડબલ્યુપી) દ્વારા શક્ય છે કે જે નિર્ધારિત સમયાંતરે યુનિટ્સ રીડિમ કરીને નિયમિત આવકનો પ્રવાહ સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત તે પરંપરાગત ડિપોઝિટની તુલનામાં વધુ કર કાર્યક્ષમ પણ છે.
હાઇબ્રિડ ફ્ંડ્સ કેટલીક વેરાઇટી જેમકે ડાયનામિક એસેટ એલોકેશન ફ્ંડ અથવા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફ્ંડ ધરાવે છે, જે ઇક્વિટી અને ડેટ વચ્ચે ફ્લેક્સિબલ એલોકેશન ઓફર કરે છે તથા ઇક્વિટી અને ડેટ અંગે ફ્ંડ મેનેજરના દૃષ્ટિકોણ મૂજબ તેમાં ફળવણી બદલાતી રહે છે. ત્યારબાદ ઇક્વિટી સેવિંગ્સ ફ્ંડ્સ છે, જે ઇક્વિટીમાં લઘુતમ 65 ટતા (ડેરિવેટિવ્સ સહિત) અને બાકીનું ડેટમાં રોકાણકરે છે. હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફ્ંડ્સ
ઇક્વિટી, ડેટ અને ગોલ્ડના કોમ્બિનેશનને એક જ ફ્ંડમાં ઓફર કરે છે, જે મલ્ટિ-એસેટ એલોકેશન ફ્ંડ્સ તરીકે ઓળખાય છે. આ ત્રણ અથવા વધુ એસેટ ક્લાસિસમાં રોકાણ કરે છે.
એકંદરે હાઇબ્રિડ ફ્ંડ્સ જોખમ ઘટાડવા માટે વિવિધ એસેટ ક્લાસિસમાં રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારો માટે આદર્શ છે. વિવિધ પ્રકારના હાઇબ્રિડ ફ્ંડ્સ ઉપલબ્ધ છે અને તેમાંથી તમારા જોખમ લેવાની ક્ષમતા અને વળતરની અપેક્ષાઓ સાથે સુસંગત હોય તેની પસંદગી કરી શકાય. એક્યુમ્યુલેશન અથવા ડિક્યુમ્યુલેશન માટે વિવિધ ફીચર્સ દ્વારા તમે હાઇબ્રિડ ફ્ંડ્સ સાથે વિવિધ લક્ષ્યોને હાંસલ કરી શકો છે.