સાબરમતી નદીમાં નર્મદા ડેમનું પાણી છોડાયું છે. જેમાં નર્મદા એસ્કેપમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. તેથી સાબરમતીમાં પાણીની આવકમાં વધારો થયો છે. આવક વધતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે. તેમજ દસક્રોઈના અનેક ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા છે.
સાબરમતી નદીનું લેવલ 127.50 ફૂટ થયુ છે
વાસણા બેરેજના 10 દરવાજા ખોલાયા છે. જેમાં સાબરમતી નદીનું લેવલ 127.50 ફૂટ થયુ છે. તેમજ સાબરમતી નદીમાંથી 13,406 ક્યુસેક પાણી છોડાયું છે. નર્મદા ડેમનું પાણી ઓવરફ્લો થતા નર્મદા એસ્કેપમાંથી પાણી છોડાયું છે. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે. સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસતા રાહત સર્જાઈ છે. ઉપરવાસ રાજસ્થાન સરદહી વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈ સાબરમતી નદીમાં નવા પાણીની આવક થઈ છે. સાબરમતી નદીમાં નવા નીર આવવાને લઈ ધરોઈ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવાની શરુઆત ગઇકાલથી કરવામાં આવી છે.
4126 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ
ગઇકાલે સાબરમતી નદીમાં સાડા ત્રણસો ક્યુસેક પાણીની આવકમાં વધારો થતા 2465 ક્યુસેક આવક નોંધાઈ હતી. જે કલાક બાદ એટલે કે 9 વાગ્યાના અરસા દરમિયાન 9861 ક્યુસેક નોંધાઈ હતી. ત્યારબાદ 11 કલાકના અરસા દરમિયાન પાણીની આવક 10, 341 ક્યુસેક થઈ હતી. જેને લઈ 12 કલાકે 2 દરવાજા 0.45 મીટર ખોલવામાં આવ્યા હતા. આમ 4126 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ.