પાકિસ્તાનમાં એક પછી એક વિચિત્ર ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે દંગ રહી જશો. પાકિસ્તાનમાં એક પિતાને પોતાની જ પુત્રી સાથે લગ્ન કર્યા છે. આ ઘટનામાં રસપ્રદ વાત એ છે કે પુત્રીએ પોતે કબૂલ્યું છે કે તેણે તેના પિતા સાથે લગ્ન કર્યા છે. પુત્રીએ તેના પિતા સાથે લગ્ન કર્યા છે અને તેમની ચોથી પત્ની બની છે અને જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ લગ્નને લઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતા સાથે લગ્ન કરવા માટે જે કારણ આપ્યું છે તે ચોંકાવનારું છે. હકીકતમાં યુવતીએ લગ્નનું કારણ પોતાનું નામ જણાવ્યું છે. યુવતીએ તેના નામના આધારે તેના પિતા સાથે લગ્ન કર્યા છે.
યુવતીએ લગ્ન પાછળનું કારણ જણાવ્યું
આ વીડિયો પાકિસ્તાનમાં ક્યાંનો છે અને તે ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો છે તેની પુષ્ટિ થઈ શકી નથી. જો કે આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ પ્રકારના લગ્નની આકરી ટીકા કરી રહ્યા છે. જોકે, પોતાનો પક્ષ રાખતા યુવતીએ કહ્યું છે કે મેં મારા પિતાના નામના કારણે લગ્ન કર્યા છે.
નામના કારણે લગ્ન કર્યા
યુવતી કહે છે કે, હકીકતમાં મેં સાંભળ્યું હતું કે રાબિયા નામની છોકરીઓ છે તે ચોથી દીકરીઓ છે.પણ હું મારા માતા-પિતાની ચોથી દીકરી નથી હું બીજી છું. આવી સ્થિતિમાં મારે મારું નામ ફિટ કરવું પડ્યું હતું. જેનો ઉકેલ હું શોધી રહ્યી હતી અને પછી મનમાં વિચાર આવ્યો કે,હું મારા પિતાની ચોથી પત્ની કેમ ન બનું? હેમિર દેસાઈ નામના ટ્વિટર હેન્ડલે આ વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે એક દીકરી તેના પિતાની ચોથી પત્ની ��ોવાને યોગ્ય ઠેરવી રહી છે. જેના પર મોટાભાગના યુઝર્સ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.