રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ( RBI ) એ નિયમનકારી પાલનના અભાવે ફેડરલ બેન્ક પર રૂ. 5.72 કરોડ અને બેન્ક ઓફ ઇન્ડિયા પર રૂ. 70 લાખનો દંડ ફટકાર્યો છે. RBIએ શુક્રવારે એક નિવેદનમાં આ જાણકારી આપી. નિવેદનમાં જણાવાયું છે કે, RBIએ તમારા ગ્રાહકને જાણો KYCના ધોરણો અને 'નિયમનકારી અનુપાલનમાં નિર્દેશોની અમુક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ બેંક ઓફ ઈન્ડિયા પર રૂ. 70 લાખનો દંડ ફટકાર્યો છે.
બેંક જાણવામાં નિષ્ફળ રહી છે:RBI
એક અલગ નિવેદનમાં, RBI, ફેડરલ બેંક વિશે જણાવ્યું હતું કે, "બેંક એ જાણવામાં નિષ્ફળ રહી છે કે, વીમા કંપની દ્વારા વીમા બ્રોકિંગ/કોર્પોરેટ એજન્સી સેવાઓમાં રોકાયેલા તેના કર્મચારીઓને કોઈ પ્રોત્સાહન (રોકડ અથવા બિન-રોકડ) આપવામાં આવે છે કે, નહીં." RBI એ 31 માર્ચ, 2020 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં મોનિટરિંગ એસેસમેન્ટ (ISE) માટે વૈધાનિક નિરીક્ષણ હાથ ધર્યું હતું.
સહકારી બેંકો પર નિયંત્રણો લાદવામાં આવ્યા
બગડતી નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ શુક્રવારે નવી દિલ્હી સ્થિત રામગઢિયા સહકારી બેંક પર ઘણા નિયંત્રણો લાદ્યા હતા, જેમાં ડિપોઝિટર દીઠ રૂ. 50,000 ની ઉપાડ મર્યાદા નક્કી કરવામાં આવી હતી. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ નિર્દેશો જારી કરીને, આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શુક્રવારે વ્યવસાય બંધ થયા પછી સહકારી બેંકો પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને તે આગામી છ મહિના સુધી અમલમાં રહેશે.
પ્રતિબંધો સાથે સંબંધિત કામ ચાલુ રાખશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પૂર્વ મંજૂરી વિના બેંક કોઈપણ લોન મંજૂર અથવા નવીકરણ કરી શકતી નથી. ન તો કોઈ રોકાણ કરી શકે છે કે, ન તો નવી થાપણો સ્વીકારી શકે છે. ખાસ કરીને, તમામ બચત બેંક, ચાલુ ખાતા અથવા થાપણકર્તાના અન્ય કોઈપણ ખાતામાં જમા કરાયેલ કુલ રકમમાંથી રૂ. 50,000 થી વધુ ઉપાડવાની પરવાનગી આપી શકાતી નથી, કેન્દ્રીય બેંકે કહ્યું કે, બેંક પ્રતિબંધો સાથે સંબંધિત કામ ચાલુ રાખશે.