ટેલિવિઝનની દુનીયાનો લોકપ્રિય રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12ની શરૂઆત થઈ ગઈ છે. આ શોના પહેલા એપિસોડની પ્રોમો ચાલુ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખતરો ખીલાડીની નવી સિઝનમાં સ્પર્ધકો વિવિધ ભયંકર સ્ટંટ કરવાના હોય છે જેમાં રોહિત શેટ્ટીના અનુસાર દરેક સ્ટંટને તેમને અનુસરવાના હોય છે. આ શોમાં નબળા લોકો પણ આવતા હોય છે જે ક્યારેક દરેક સ્ટંટ કરી બતાવતા હોય છે તો ક્યારેક તે પહેલા જ સ્ટંટમાં હાર માનીને શોમાંથી આઉટ થઈ જતા હોય છે. ખતરો કે ખિલાડીની નવી સિઝનમાં પ્રતિક સહજપાલથી લઈને કનિકા માન સુધીના બધાએ ખતરનાક ટાસ્કને પૂર્ણ કરીને રોહિત શેટ્ટીને ચોંકાવી દીધા હતા. શોમાં રોહીત શેટ્ટી મસ્તી સાથે વાતાવરણ હળવો બનાવવાનો પણ પ્રયાસ કરતો હોય છે. જોકે, રોહીતના કડક શબ્દો દ્વારા વાતાવરણ ક્યારેક ગરમ પણ જોવા મળતુ હોય છે. ખતરો કે ખીલાડીમાં રોહિત શેટ્ટીએ રૂબિના દિલેકના કપડાની મજાકીયા અંદાજમાં ખીલ્લી ઉડાવી હતી. જે દરેકને પસંદ આવી હતી.
રૂબીના પાર્ટી ડ્રેસ પહેરીને પહોંચી હતી
બન્યું એવું કે તમામ સ્પર્ધકો તૈયાર થઈને સ્ટંટ માટે પહોંચી ગયા હતા. પરંતુ રૂબિના પાર્ટી ડ્રેસ પહેરીને પહોંચી ગઈ હતી, જેની મજા લેવા માટે રોહિત શેટ્ટીએ તેની શો મજાક કરી હતી. આ જોઈને રૂબીનાએ પણ પોતાનો ચહેરો બનાવ્યો હતો. પરંતુ થોડી જ વારમાં તેણે રોહિત શેટ્ટીને વિનંતી કરી કે મહેરબાની કરીને મને શોમાંથી દૂર ન કરો. આવી હળવા મજાક શોમાં ચાલી રહી છે. પરંતુ શો માં સ્ટંટ દરમિયાન સ્પર્ધકોએ જોરદાર બૂમો પણ પાડી હતી.
View this post on Instagram
જાનવર અને પાણી જોઈને ડર્યા ખિલાડી
ખતરોં કે ખિલાડી 12માં ફરી ટોર્ચરની શરૂઆત થઈ ગઈ છે. પહેલા જ એપિસોડમાં પાણીથી ડર્યા હતા તો કોઈ પ્રાણીઓને જોઈને ચીસો પાડી હતી. ખતરો કે ખિલાડીમાં શિવાંગી જોશીએ પણ ભાગ લીધો છે, તેને સ્વિમિંગ આવડતું નથી અને તે પાણીથી ખૂબ ડરે છે. જ્યારે તે પાણીના કોઈ સ્ટંટ માટે તૈયાર થઈ, ત્યારે તે ડરીને ધ્રૂજવા લાગી હતી. પરંતુ તેમ છતાં શિવાંગીએ હિંમત બતાવી સ્ટંટને સરસ રીતે પુર્ણ કર્યો હતો. આ પછી કનિકા માનને પણ કેટલાક ખતરનાક પ્રાણીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હરિયાણાની છોકરીએ કોઈ પણ ડર વિના આ ટાસ્ક જીતી લીધું હતુ.