અદાણી ગ્રૂપએ નવી દિલ્હી ટેલિવિઝન લિ.(NDTV)માં 29% હિસ્સો ખરીદી લીધો છે. ગૌતમ અદાણીના જૂથે કહ્યું કે તેઓ એક ઓપન ઓફર પણ લોન્ચ કરશે જેથી કરીને 26% વધુ હિસ્સો વધુ ખરીદી શકાય. જોકે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી)ને મોકલવામાં આવેલી નોટિસમાં એનડીટીવીએ જણાવ્યું હતું કે તેને એક્વિઝિશન વિશે જાણ કરવામાં આવી નથી. એનડીટીવીએ દાવો કર્યો હતો કે તેમના સંસ્થાપકો - પ્રણય રોય અને રાધિકા રોય સાથે ના તો કોઈ ચર્ચા થઈ હતી કે ન તો સહમતિ લેવામાં આવી હતી. રોય દંપતી એનડીટીવીમાં 32.26 ટકા હિસ્સો ધરાવે છે. NDTVએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "તેઓ વ્યક્તિગત રીતે અને તેમની કંપની RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના માધ્યમથી NDTVની કુલ પેઇડ-અપ શેર મૂડીના 61.45 ટકા હિસ્સો જાળવી રાખે છે." આ વર્ષે મે મહિનામાં અદાણી ગ્રુપે બ્લૂમબર્ગક્વિન્ટમાં 49% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી.
અદાણી ગ્રૂપે NDTV કેવી રીતે ખરીદ્યું?
અદાણી એન્ટરપ્રાઇઝ લિ. સબ્સિડિયરી AMG મીડિયા નેટવર્ક્સે મંગળવારે વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (VCPL)ને ખરીદી લીધું. VCPL 2009 અને 2010 માં NDTVની પ્રમોટર કંપની RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડને 403.85 કરોડની લોન આપી હતી. RRPR હોલ્ડિંગનો માલિકી હક રોય દંપતીની પાસે હતો. આ વ્યાજમુક્ત લોનના બદલામાં RRPRએ VCPLને વોરંટ રજૂ કર્યું હતું. આ વોરંટસ દ્વારા VCPL, RRPRમાં 99.9 ટકા હિસ્સો મેળવી શકતા હતા.
અદાણી ગ્રુપ NDTVમાં 29.18% હિસ્સો ખરીદવા જઈ રહ્યું છે, ઓપન ઓફર લાવશે
NDTVએ મંગળવારે જણાવ્યું હતું કે VCPL એ કંપની અથવા તેના સ્થાપક-પ્રમોટર્સ સાથે વાત કર્યા વિના નોટિસ મોકલી છે. જેમાં જણાવ્યું હતું કે VCPL એ RRPR માં 99.50% હિસ્સો હસ્તગત કરવાના અધિકારનો ઉપયોગ કર્યો છે. NDTVમાં RRPR 29.18% હિસ્સો ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે VCPL એ RRPR ને ધિરાણ આપવા માટે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની પેટાકંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર પાસેથી પૈસા લીધા હતા.
NDTVના સંસ્થાપક અને કંપની એ સ્પષ્ટતા કરવા માંગે છે કે NDTVના સંસ્થાપકોથી કોઈ ઇનપુટ, વાતચીત કે સહમતિ માટે VCPLએ આ અધિકારોનો ઉપયોગ કર્યો.
અદાણી ગ્રૂપ NDTVમાં 26% હિસ્સો ખરીદશે
VCPLને રૂ.11.75 કરોડમાં હસ્તગત કર્યા પછી અદાણી જૂથે NDTVમાં વધુ 26 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી. આ માટે ઓપન ઓફર શરૂ કરવામાં આવશે. અદાણી ગ્રુપ પ્રતિ શેર રૂ. 294 ઓફર કરી રહ્યું છે. મંગળવારે, NDTVનો શેર BSE પર રૂ. 366.20 પર બંધ થયો, જે આગલા દિવસની સરખામણીએ 2.6 ટકા વધુ છે.