રશિયાએ યુદ્ધમાં યૂક્રેનને બરબાદ કરી નાખ્યું છે. તો બીજી તરફ પશ્ચિમી દેશોના પ્રતિબંધને કારણે રશિયા પર પણ ભારે દબાણ છે. હવે રશિયાએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી પશ્ચિમના દેશો પ્રતિબંધ ન હટાવી લે ત્યાં સુધી તે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર કોઈ સહયોગ નહીં કરે. રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસના પ્રમુખે કહ્યું હતું કે તે સ્પેસ સ્ટેશન પર નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી જેવા પોતાના ભાગીદારો સાથે કામ નહીં કરે. રોસ્કોસ્મોસ પ્રમુખ દિમીત્રી રોગોઝિને ટ્વિટ કરીને કહ્યું હતું કે તે ક્રેમલિનના વર્તમાન પ્રોજેક્ટ્સને પૂરા કરવા માટે એક ટાઇમ ટેબલ રજૂ કરશે. રોગોઝિનનો આ નિર્ણય રોસ્કોસ્મોસની ઘણી ધમકીઓ અને પ્રોજેક્ટ્સમાં વિલંબ બાદ આવ્યો છે. રોગોઝિને ટ્વિટર પર કહ્યું હતું કે અમેરિકા, કેનેડા, યુરોપિયન સંઘ અને જાપાનના પ્રતિબંધોનો ઉદ્દેશ્ય અમારા ઉદ્યોગોની નાણાકીય, આર્થિક અને ઉત્પાદન ગતિવિધિઓને અવરોધવાનો છે.
ISSને ધરતી પર પડતા બચાવશે મસ્ક
રોગોઝિનની ચેતવણી બાદ સ્પેસએક્સના માલિક અને દુનિયાના સૌથી વધુ શ્રીમંત બિઝનેસમેન એલન મસ્કે કહ્યું હતું કે તેઓ આઇએસએસને બચાવશે. ટ્વિટર પર એક સ્કે લખ્યું હતું સ્પેસએક્સ. જેના વિશે યૂઝરે મસ્કને પૂછયું હતું કે શું તેનો અર્થ એ છે કે સ્પેસએક્સ આઇએસએસને ધરતી પર પડતું બચાવશે? જવાબમાં મસ્કે હા કહ્યું હતું. થોડા દિવસ પહેલાં જ ત્રણ રશિયન અવકાશયાત્રીઓ પીળા અને વાદળી રંગના સ્પેસ સૂટમાં આઇએસએસ પહોંચ્યા હતા જેને યૂક્રેનના સમર્થનના રૂપમાં જોવામાં આવ્યું હતું.