શેરબજારની શરૂઆત આજે જોરદાર તેજી સાથે નથી થઈ પરંતુ બજાર મક્કમ શરૂઆત સાથે આગળ વધવામાં સફળ રહ્યું છે. બેન્ક નિફ્ટી 44,000 પાર થયા બાદ બજારને સપોર્ટ મળ્યો હતો.
બજારની શરૂઆત કેવી રીતે થઈ
આજે ભારતીય શેરબજારની શરૂઆતે સેન્સેક્સ અને નિફ્ટીમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. સેન્સેક્સ મામૂલી ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી મામૂલી વધારા સાથે ખુલવામાં સફળ રહ્યો હતો. બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 27.68 પોઈન્ટ ઘટીને 63,115.48 ના સ્તર પર કારોબાર શરૂ કરી રહ્યા છે. બીજી તરફ, NSEનો નિફ્ટીએ 28.45 પોઈન્ટ અથવા 0.15 ટકાના મામૂલી વધારા સાથે 18,744.60 ના સ્તર પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું છે.