તાતા જૂથની કન્ઝયૂમર કંપની તાતા કન્ઝયૂમર પ્રોડ્ક્ટ્સ મોટાપાયે ખરીદીની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ તાતા કન્ઝયૂમર પાંચ બ્રાન્ડ્સ ખરીદવા માટે ચર્ચા ચલાવી રહી છે. આમ કરીને કંપની કન્ઝયૂમર ગુડ્ઝ સેગમેન્ટમાં તેની હાજરી મજબૂત બનાવવા ઇચ્છે છે.
તાતા કન્ઝયૂમરના સીઈઓએ જણાવ્યા મુજબ કંપની ટેટલી બ્રાન્ડ હેઠળ ચા અને એઈટ ઓક્રક્લોક કોફીનું વેચાણ કરે છે. જોકે હવે તે અન્ય કંપનીઓ સાથે ગંભીરતાથી જોડાવાનો પ્રયાસ કરી રહી છે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે તેઓ કઈ બ્રાન્ડ્સ ખરીદવા માટે વિચારણા ચલાવી રહ્યાં છે અને હાલમાં વાતચીત કયા સ્તર પર થઈ રહી છે. તાતા કન્ઝયૂમર પ્રોડ્ક્ટસની રચના 2020માં થઈ હતી. તેણે બોટલબંધ પાણીની કંપની નરિશકો બેવરેજિસ તથા અનાજ બ્રાન્ડ સાઉસફુલ જેવી કંપનીઓમાં હિસ્સો ખરીદીને પોતાના પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો હતો. કંપનીને નવી ખરીદી બાદ મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ તેમજ એફએમસીજી અગ્રણી હિંદુસ્તાન યુનિલિવર સાથે તીવ્ર સ્પર્ધાનો સામનો કરવાનો બની શકે છે. આગામી સમયગાળામાં રિલાયન્સ ડઝનથી પણ વધુ કિરાણા અને નોન-ફૂડ બ્રાન્ડ્સની ખરીદી કરી શે છે. રિલાયન્સનું ટાર્ગેટ 6.5 અબજ ડોલરના કન્ઝયૂમર ગુડ્ઝ બિઝનેસનું છે. કંપનીએ છેલ્લા બે વર્ષોમાં ઘણી રિટેલ બ્રાન્ડ્સની ખરીદી પણ કરી છે.
વૈશ્વિક તથા સ્થાનિક સ્તરે ફુગાવો વધુ રહ્યો છે તેવા સમયે તાતા જૂથ વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. ઊંચી મોંઘવારીને કારણે કંપનીઓની પરેશાની વધી છે. રશિયા-યૂક્રેન યુદ્ધ, કૃષિ પેદાશોની નિકાસ પર પ્રતિબંધ અને સપ્લાય ચેનમાં અવરોધોને કારણે ઈનપુટ ખર્ચ પર ભારણ વધ્યું છે. જેને કારણે કંપનીઓની વર્િંકગ કેપિટલની જરૂરિયાત તથા વ્યાજ ખર્ચમાં ફરી વૃદ્ધિ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં નવી ખરીદી પાછળ ખર્ચ પણ ઊંચો રહેશે.
મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બ્રિટિશ મેડિકલ રિટેલ ચેઈન બુટ્સ યુકે માટે ચાલુ મહિનાની આખર સુધીમાં બિડ કરે તેવી શક્યતા છે. આ ટ્રાન્ઝેક્શન ઉપરમાં 10 અબજ ડોલર જેટલું મોટું હોઈ શકે છે. આ ખરીદી રિલાયન્સ દ્વારા સૌપ્રથમ બિગ ટિકિટ ઇન્વેસ્ટમેન્ટ હશે. આ અગાઉ કંપનીએ અમેરિકન શેલ ગેસ ઉદ્યોગ ક્ષેત્રે કેટલીક ખરીદી દર્શાવી હતી. કંપની માટે બિડ ભરવાની ડેડલાઇન સોમવારે હતી. જોકે બિડર્સ દ્વારા વિનંતી કરવામાં આવતાં તેને લંબાવવામાં આવી હોવાનું બેન્કરે જણાવ્યું હતું.
બેંકર્સના જણાવ્યા મુજબ યુકે સ્થિત બિલિયોનર અને યુકેના રિટેલ એએસડીએ જૂથના માલિક ઈસ્સા બ્રધર્સ તથા બ્રિટિશ પ્રાઇવેટ ઇક્વિટી કંપની ટીડીઆર કેપિટલ પણ બુટ્સ યુકેની ખરીદીની સ્પર્ધામાં છે. તેમજ તેઓ આગલી હરોળમાં હોવાનું માનવામાં આવે છે. આ ટ્રાન્ઝેક્શન માટે બ્રિટિશ સરકારમાં ઊંચા પ્રમાણમાં રાજકીય વગની જરૂરિયાત રહેશે અને ઈસ્સા બ્રધર્સ સ્થાનિક સરકાર પર મોટો પ્રભાવ ધરાવે છે એમ બેંકર ઉમેરે છે. જોકે અંબાણી અને એપોલો પણ આક્રમક બિડિંગ માટે આયોજન કરી રહ્યાં છે એમ બેંકરનું કહેવું છે. ઈસ્સા બ્રધર્સે ઓક્ટોબર 2020માં વોલમાર્ટ પાસેથી 6.8 અબજ પાઉન્ડ્સમાં એએસડીએ જૂથની ખરીદી કરી હતી. રિલાયન્સના પ્રવક્તાએ જોકે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. બેંકર્સના જણાવ્યા મુજબ રિલાયન્સની વિદેશ સ્થિત સબ્સિડિયરીએ અમેરિકન પ્રાઇવેટ ઇવિટી જાયન્ટ એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ સાથે આ ટ્રાન્ઝેક્શનને ફંડ કરવા માટે જોડાણ કર્યું છે. તેમજ તે વિદેશી બેંક્સ પાસેથી ફ્ંડ્સ ઊભું કરવા માટેની વાતચીત ચલાવી રહ્યું છે. જો મુકેશ અંબાણી આ સ્પર્ધામાં વિજેતા બનશે તો તેમને યુરોપિયન રિટેલ માર્કેટમાં 2,200 સ્ટોર્સ સાથે મહત્ત્વની હાજરી મળશે. કંપનીએ અગાઉ ઓનલાઇન ડ્રગ સેલર નેટમેડ્સની ભારતમાં ખરીદી કરી છે. બુટ્સની ખરીદી તેમને નેટમેડ્સના વિદેશમાં લોન્ચિંગ માટે સહાયતા કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જાન્યુઆરી 2017 બાદ અત્યાર સુધીમાં વિવિધ સેક્ટરમાં 10થી વધુ એક્વિઝિશન્સ કરી ચૂક્યું છે. જેમાં સાવન મીડિયા, આરઈસી સોલાર હોલ્ડિંગ્સ, પાઇપલાઇન ઇન્ફ્રા, હાથવે કેબલ, ડેન નેટવર્ક્સ, સ્ટર્િંલગ એન્ડ વિલ્સન રિન્યૂએબલ એનર્જી, સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડિવિડયૂઅલ લર્િંનગનો સમાવેશ થાય છે.