રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન માટે મુખ્યમંત્રીએ સર્વે કરવા આદેશ આપ્યો છે. ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રશ્નોત્તરીમાં આ જાહેરાત કરી છે.
ખેડૂતોને શિયાળુ પાકમાં બહુ મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો
રાજ્યમાં ગઈકાલે વરસાદે વેરેલા વિનાશથી ખેડૂતોને શિયાળુ પાકમાં બહુ મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. જે ખેડૂતે રાત દિવસ જોયા વગર ચાર ચાર મહિના સુધી તનતોડ મહેનત કરી હતી. જેમાં સારા ઉત્પાદન મેળવવાની આશા સાથે ટાઢ કે તડકો જોયા વગર મહેનત ખેડૂતની પરિસ્થિતિ વરસાદે ખરાબ કરી નાખી હતી. ખેડૂતોના ખેતરમાં વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું.
વરસાદે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પોહચડ્યું
વરસાદે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પોહચડ્યું છે. ત્યારે રાજકોટ પંથકમાં ગઈકાલે કમોસમી વરસાદ જિલ્લાના અનેક તાલુકામાં વરસ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે જસદણ, આટકોટ, વિરનગર, સહિતના અનેક તાલુકાઓમાં ખેતરોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. જેમાં ખાસ કરીને ઘઉં ,ચણા, ધાણા, જીરૂ સહિતના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ વખતે રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં હજારો વીઘામાં શિયાળુ પાકનું વાવેતર થયું છે.
ખેડૂતોની આ આશા પર વરસેલા વરસાદે પાણી ફેરવી દિધુ
જસદણ તાલુકામાં હજારો ખેડૂતો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ ખેડૂતોએ સારું ઉત્પાદન મેળવવા માટે મોંઘા ભાવના દવા બિયારણ સહિતના અને ખર્ચાઓ કર્યા હતા. વાવેતર કરતા સમયે ખેડૂતોને આશા હતી કે તેમને સારું ઉત્પાદન મળશે અને સારી એવી આવક પણ થશે. જોકે ખેડૂતોની આ આશા પર ગઈકાલે વરસેલા વરસાદે પાણી ફેરવી ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો હતો અને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવાનો હતો. જો કે એ પહેલા જ વરસાદ વિનાશ વેર્યો છે. જસદણ વિસ્તારમાં સર્વે કરાવી અને ખેડૂતોને સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન માટે મુખ્યમંત્રીએ સર્વેનો આદેશ કર્યો છે.