ગરમીની ઋતુમાં આપણે પોતાનું ધ્યાન રાખલું ખૂબ જરૂરી હોય છે. ખાણી-પીણીમાં થોડીક પણ ગડબડ થવા પર સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ થવા લાગે છે. આ ઋતુમાં ખાસ કરીને શરીરમાં એટલે કે પેટની ગરમીની અસર મોંમાં થવાની શરૂ થઇ જાય છે. જેનાથી મોંની અંદર પણ ગરમીનો અનુભવ થવા લાગે છે. તેનાથી વારંવાર ચાંદા પડવા, હોઠની ડ્રાયનેસ અને મોં વારંવાર સૂકાઇ જવા જેવા લક્ષણ થાય છે.
શુ હોય છે મોંની ગરમી
વધારે મસાલેદાર ભોજનનું સેવન
પેન કિલર વધારે લેવી
ઓઇલી ફૂડને ખાવામાં સામેલ કરવાથી
પેટમાં એસિડ બનવાથી
દારૂના સેવનથી
પેટ સાફ ન થવાના કારણે
પાચન ક્રિયામાં ગડબડી
આ પ્રકારની સમસ્યા થવાના કારણે મોંમાં ચાંદા થવા લાગે છે. જો સતત મોમાં ચાંદા થઇ રહ્યા છે તો તેના કારણે શરીરમાં ગરમી થઇ શકે છે જેને દૂર કરવા માટે ઠંડી તાસીર વાળી વસ્તુનું સેવન કરવું ખૂબ જરૂરી છે. જેથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. તે સિવાય ચાંદાને દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાય છે
લીલી કોથમીર
લીલી કોથમીરની તાસીર ખૂબ ઠંડી હોય છે. જેનાથી શરીરની ગરમી દૂર થઇ જાય છે. લીલી કોથમીરને પીસીને તેને રસ નીકાળી લો અને આ રસને ચાંદા પર લગાવી લો. 2-3 દિવસમાં રાહત મળી જશે.
બરફ
મોંની ગરમીના કારણે થયેલા ચાંદાથી છૂટકારો મેળવાવ માટે બરફનો ટૂકડો લઇને તેને ચાંદા પર લગાવો અને લાર ટપકાવો.. આ રીતે તમનો મોંમા પડેલા ચાંદાથી આરામ મળશે.
લીમડાનું દાંતણ
રોજ લીમડાનું દાંતણ કરવાથી મોંની ગંદકી સાફ થઇ જાય છે. તે ઝેરી ટોક્સિસ બહાર નીકાળવા માટે બેસ્ટ છે. તેમજ આ ઝેરી ટોક્સિસ બહાર નીકળવાથી મોંની ગરમીના કારણે થયેલા ચાંદા જલદી જ સારા થઇ જાય છે.
એલોવેરા જેલ
એલોવેરા જેલથી મોંમાં ઠંડક મળે છે. આ જેલને મોંમાં પડેલા ચાંદા પર લગાવો. જેથી જલદી જ રાહત મળશે.
લીલી ઇલાયચી
લીલી ઇલાયચી ખાવામાં સુંગંધ ઉત્પન્ન કરે છે. તેનાથી ખાવાનાનો સ્વાદ સારો થઇ જાય છે. તેની સાથે જ ઇલાયચી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. મોંની ગરમી દૂર કરવા માટે લીલી ઇલાયચીના દાણાને પીસીને થોડૂક મધ મિક્સ કરીને ચાંદા પર લગાવો.