અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં બે બસો સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 80 લોકો ઘાયલ થયા છે. મેનહટનમાં ડબલ-ડેકર ટૂર બસ અને ન્યૂ યોર્ક સિટી કોમ્યુટર બસ સામસામે અથડાઈ હતી, જેમાં 80 લોકો ઘાયલ થયા હતા, શહેરના ફાયર વિભાગે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં 18 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
માહિતી આપતાં ફાયર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ પોલ હોપરે જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે અને અન્ય 63 લોકોએ તબીબી મદદ લીધી છે. ઘાયલોની હાલત સારી છે અને ખતરાની બહાર છે, તેમણે ઉમેર્યું, "અમે બધા ખૂબ નસીબદાર છીએ કે અકસ્માત બહુ ખરાબ ન હતો".
ટોપવ્યુ ટૂર બસની આગળની બારીઓ તૂટી ગઈ હતી
ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે ડબલ-ડેકર ટૂર બસ ન્યૂ યોર્ક સિટી કમ્યુટર બસને પાછળથી અથડાઈ હતી, અથડામણના બળથી ડબલ-ડેકર ટોપવ્યુ ટૂર બસની આગળની બારીઓ તૂટી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગની ઇજાઓ કટ અને સ્ક્રેચના કારણે થઇ હતી.
મેડિકલ સ્ટાફે 63 લોકોને બચાવ્યા
તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના મેનહટનના પૂર્વ ભાગમાં ફર્સ્ટ એવન્યુ અને 23મી સ્ટ્રીટ પર સાંજે લગભગ 7 વાગે થઈ હતી. ન્યૂયોર્ક ફાયર વિભાગે કહ્યું કે બંને બસો ભરેલી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માત સ્થળ પરના તબીબી કર્મચારીઓએ લગભગ 63 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને તેમની સંભાળ પણ લીધી હતી.
ઈશરાક જહાં નામના એક મુસાફરે જણાવ્યું કે, "મેં મારી બાજુમાં રહેલી મહિલાને ચીસો પાડતા સાંભળ્યા, તેથી જ્યારે મેં ઉપર જોયું તો એક બસ અમારી તરફ આવી રહી હતી." તેણે વધુમાં કહ્યું કે જ્યારે મેં મારી આસપાસ લોહી જોયું તો મેં તરત જ મદદ માટે 911 પર ફોન કર્યો.'