ભારતમાં અનેક બેંક છે જેમાં કરોડો ગ્રાહકોના ખાતા છે. તેમાં સરકારીથી લઈને પ્રાઈવેટ બેંકનું લાંબુ લિસ્ટ છે પણ રિઝર્વ બેંકની તરફથી હવે બેંકને લઈને મોટી જાણકારી આપવામાં આવી છે. આરબીઆઈએ લિસ્ટ જાહેર કરીને કહ્યું કે કઈ બેંક છે જેમાં તમારા રૂપિયા સેફ છે અને કઈ બેંકમાં તમારા રૂપિયા સુરક્ષિત નથી. દેશની બેંકને જો કોઈ પણ નુકસાન થાય છે તો તેનાથી ગ્રાહકો સહિત દેશને નુકસાન થાય છે.
1 સરકારી અને 2 પ્રાઈવેટ બેંકના નામ સામેલ
રિઝર્વ બેંકની તરફથી ડોમેસ્ટિક સિસ્ટમિકલી ઇમ્પોર્ટેડ બેંક 2022નું લિસ્ટ જાહેર કરાયું છે જેમાં એક સરકારી અને 2 પ્રાઈવેટ બેંકના નામ સામેલ છે. તેની સાથે આ લિસ્ટમાં ગયા વર્ષમાં સામેલ કરાયેલી બેંકના નામ પણ આપવામાં આવ્યા છે.
SBI સહિત આ બેંકો છે સામેલ
આરબીઆઈની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર વર્ષ 2022ના આ લિસ્ટમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સિવાય પ્રાઈવેટ સેક્ટરની HDFC અને ICICI બેંકનું નામ સામેલ છે. આ લિસ્ટમાં એવી બેંકોના નામ સામેલ છે જેને નુકસાન થવા પર દેશના ફાયનાન્સ સિસ્ટમ પર અસર જોવા મળે છે.
કેટલો છે રિસ્ક વેટેડ ભાગ
આ લિસ્ટમાં આવનારી બેંક પર ખાસ નજર રાખવામાં આવે છે. આરબીઆઈના અનુસાર એસબીઆઈનો રિસ્ક વેટેડ એસેડના 0.60 ટકા ભાગ ટિયર -1ના રૂપમાં જોવાય છે તો HDFC અને ICICIના રિસ્ક વેટેડ એસેટ 0.20 ટકાનું છે.
2015થી જાહેર કરાય છે લિસ્ટ
રિઝર્વ બેંક વર્ષ 2015થી એવી બેંકનું લિસ્ટ જાહેર કરે છે જે દેશની અર્થવ્યવસ્થાને માટે સૌથી જરૂરી છે અને સાથે તેની પર આરબીઆઈની નજર રહે છે. આરબીઆઈની તરફથી બેંકોને રેટિંગ પણ આપવામાં આવે છે. આ પછી આ જરૂરી બેંકનું લિસ્ટ તૈયાર કરાય છે. હાલમાં હજુ સુધી આ લિસ્ટમાં 3 બેંકના નામ સામેલ છે.