ઇટાલીમાં 1 યુરો (અંદાજે 84 રૂપિયા)માં મકાન ખરીદવાની વાસ્તવિકતા કંઇક અલગ જ સામે આવી છે. 1 યુરોનું આ મકાન 20 હજાર યુરો અર્થાત્ લગભગ 42 લાખ રૂપિયામાં પડશે. તે ઉપરાંત આ મકાનને ખરીદવા માટે તમારે ત્રણ વર્ષમાં નવીનીકરણનું કામ પૂર્ણ કરવાનો કરાર કરવાનો રહેશે. બીજી તરફ ગેરેંટી પૉલિસી હેઠળ 5000 યુરો (4.22 લાખ રૂપિયા) જમા કરવાના રહેશે. તે ઉપરાંત દર એક વર્ષે રિનોવેશનનો અપડેટ રિપોર્ટ આપવો પડશે.
બીજી તરફ મોટાં મકાનો માટે 5,000 થી 20,000 યુરો (4.22 લાખથી 16 લાખ રૂપિયા) આપવા પડશે. વિદેશમાં એક ઘરની ખરીદી માટે કાનૂની શુલ્ક તેની ઉપર 3,000 યુરો (2.5 લાખ રૂપિયા) લાગે છે. આ બધા ખર્ચ સાથે આ મકાન તમને 83 લાખ રૂપિયામાં પડશે. જણાવી દઇએ કે તમે આ પ્રોજેક્ટ અંતર્ગત કોઇ ચમકદાર વિલા નથી ખરીદી રહ્યા પરંતુ પ્રોજેક્ટની યોજના અનુસાર જર્જરિત અને રિનોવેશનની જરૂરિયાત ધરાવતાં મકાન ખરીદશો. પરંતુ રિનોવેશનનો ખર્ચ અન્ય દેશની તુલનાએ ઓછો મનાય છે. જેનો ખર્ચ 20,000-50,000 યુરો (16 લાખથી 42 લાખ)ની આસપાસ છે.
‘વિકાસ ગાંડો થયો’ એ માટે જવાબદાર બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટરનું જાહેરમાં સન્માન
અહીંયા કેટલાંક મોટાં અને આલિશાન મકાનોની કિંમત વધુ છે. જ્યારે રિનોવેશનનો ખર્ચ 1.5 મિલિયન યૂરો (12 કરોડ રૂપિયા) થઇ શકે છે. કેટેનિયા યુનિવર્સિટીના એક સંશોધક મારિયા રોજા ટ્રોવાટો અનુસાર મોટા ભાગે વર્ષમાં એક જ વાર આ ઘરનો ઉપયોગ થાય છે, ખરીદદારો માત્ર પર્યટનના હેતુસર તેની ખરીદી કરે છે. એવામાં ગામની સામાજિક અને આર્થિક ગતિશિલતાને નુકસાન પહોંચાડવાનું એક વાસ્તવિક જોખમ રહેલું છે.
આ છે શરત: ઘરમાં અંદરથી જ નવીનીકરણ શક્ય, બહારથી કરવાની મનાઇ
પહેલાં બનેલાં ક્વાર્ટરને અંદરથી રિનોવેટ કરવાની અનુમતિ છે પરંતુ તેનું બહારથી રિનોવેશન કરવાની મનાઇ છે. તે ઉપરાંત મકાન ખરીદતા પહેલાં ઑનલાઇન બુકિંગ અનિવાર્ય છે. મુસોમેલીના ડેપ્યુટી મેયર ટોતી નિગ્રેલીએ કહ્યું કે તેઓ પ્રાચીન અને વેરાન શહેરને ફરીથી લોકો માટે રહેવાલાયક બનાવવા માંગે છે.