ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝની ત્રીજી મેચ બુધવારથી હેડિંગ્લે (લીડ્સ)માં રમાઈ રહી છે. જેના પહેલા દિવસે વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ઇંગ્લિશ ટીમના આક્રમક બોલિંગ સામે ઈન્ડિયન ટીમ 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 21+ રન કર્યા છે. અત્યારે રોરી બર્ન્સ અને હસીબ હમીદ બેટિંગ કરી રહ્યા છે. પહેલી ઈનિંગમાં ઇંગ્લિશ ટીમના જેમ્સ એન્ડરસન અને ઓવર્ટને 3-3 વિકેટ લીધી, જ્યારે રોબિન્સન, સેમ કરને 2 મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપીને ઈન્ડિયન ટીમને ઓલઆઉટ કરી દીધી હતી.
ઈનિંગ | રન | બોલ | સ્થળ |
1ST ઈનિંગ | 4 | 16 | નોટિંઘમ |
2ND ઈનિંગ | 12* રન | 13 બોલ | નોટિંઘમ |
1ST ઈનિંગ | 9 રન | 23 બોલ | લોર્ડ્સ |
2ND ઈનિંગ | 25 રન | 206 બોલ | લોર્ડ્સ |
1ST ઈનિંગ | 1 રન | 9 બોલ | લીડ્સ* |
છેલ્લા ઘણા મહિનાઓથી ઈન્ડિયન ટેસ્ટ ટીમની 'ધ વોલ 2.0'માં તિરાડ પડી ગઈ છે. ચેતેશ્વર પુજારાના ઇંગ્લેન્ડ ટૂરમાં પ્રદર્શનની વાત કરીએ તો એણે છેલ્લી પાંચ ઈનિંગ્સમાં માત્ર 2 વાર ડબલ ડિજિટ સ્કોર નોંધાવ્યો છે. જે નોટિંઘમ અને લોર્ડ્સની બીજી ઈનિંગમાં આવ્યો હતો. (12* અને 25 રન). તેવામાં હવે ઈન્ડિયન ટીમ 78 રને ઓલઆઉટ થઈ જતા ચેતેશ્વર પુજારાની કારકિર્દી સામે સવાલો ઊઠી શકે છે.
ક્રેગ ઓવર્ટન અને સેમ કરન હેટ્રિક ચૂક્યા
સ્કોર | વિરૂદ્ધ | સ્થળ | વર્ષ |
36 રન | ઓસ્ટ્રેલિયા | એડિલેડ | 2020 |
42 રન | ઇંગ્લેન્ડ | લોર્ડ્સ | 1974 |
58 રન | ઓસ્ટ્રેલિયા | બ્રિસબેન | 1947 |
58 રન | ઇંગ્લેન્ડ | માનચેસ્ટર | 1952 |
66 રન | દ. આફ્રિકા | ડરબન | 1996 |
67 રન | ઓસ્ટ્રેલિયા | મેલબર્ન | 1948 |
75 રન | વેસ્ટ ઈન્ડિઝ | દિલ્હી | 1987 |
22 રન કરવામાં 7 વિકેટ ગુમાવી
ઈન્ડિયન ટીમે 56 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી, ત્યાર પછી ઇંગ્લિશ બોલર્સે બેક ટુ બેક વિકેટ્સ ઝડપીને ઈન્ડિયન ટીમને 78 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. તેવામાં પહેલી ઈનિંગમાં ઈન્ડિયાએ છેલ્લા 22 રન કરવામાં 7 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દેતા કેપ્ટન કોહલીના પહેલા બેટિંગ કરવાના નિર્ણય સામે સવાલો ઊઠી રહ્યા છે.
ઈન્ડિયન ટીમની પહેલી ઈનિંગ
It's the big 🐟 now! 😨
— SonyLIV (@SonyLIV) August 25, 2021
Anderson & Buttler combine yet again today, leaving 🇮🇳 in tatters 😔
Tune into #SonyLIV now 👉 https://t.co/E4Ntw2hJX5 📺📲#ENGvsINDonSonyLIV #ENGvIND #ViratKohli #Wicket pic.twitter.com/KsKSousqJh
જેમ્સ એન્ડરસન સામે કોહલી ઢેર
વિરાટે સતત 8 ટોસ હાર્યા પછી આજે ટોસ જીત્યો
વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેવામાં ઉલ્લેખનીય છે કે સતત 8 ટોસ હાર્યા પછી વિરાટ કોહલીએ ટોસ જીત્યા પછી કહ્યું હતું કે હું ઘણો આશ્ચર્યચકિત છું, કે ટોસ આજે મારા નામે થયો છે. અમે ઈન્ડિયન ટીમમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. અમારા મત મુજબ આ પિચ પર વધુ એક ફાસ્ટ બોલર હોવાથી ઇંગ્લિશ ટીમને અમે પ્રેશરમાં લાવી શકી છું. આની સાથે જ જાડેજાની બોલિંગ સ્ટાઇલથી ઇંગ્લિશ બેટ્સમેન પણ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.
ઇંગ્લેન્ડની ટીમમાં 2 ફેરફાર
સિબલના સ્થાને ડેવિડ મલાનને તક આપી છે, જ્યારે માર્ક વુડ ઈજાગ્રસ્ત હોવાથી ક્રેગ ઓવર્ટનની પ્લેઇંગ-11માં પસંદગી કરવામાં આવી છે.
1-0ની લીડ મેળવ્યા બાદ ઈન્ડિયન ટીમ હવે 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડવા માટે મેદાનમાં ઉતરશે. અત્યારસુધી ઈન્ડિયાએ 1986 પછી ઇંગ્લેન્ડમાં 1 સીરીઝ દરમિયાન 2 ટેસ્ટ જીતી નથી. તેવામાં હેડિંગ્લેની ટેસ્ટ વિરાટ સેના માટે મહત્ત્વપૂર્ણ રહેશે. વર્ષ 1986માં કપિલ દેવની આગેવાનીમાં ઈન્ડિયન ટીમે ઇંગ્લેન્ડને 2-0થી હરાવ્યું હતું.
ટોસ | ઈન્ડિયા, પહેલા બેટિંગ પસંદ કરી હતી |
સિરીઝ | ઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ |
સત્ર | 2021 |
મેચ નંબર | ટેસ્ટ નંબર. 2432 |
ગ્રાઉન્ડ ટાઇમ | 3.30 ગેમ શરૂ થશે લંચ- 5:30 - 5:40 PM ટી બ્રેક- 7:40 - 8:00 PM (સમયમાં ફેરફાર થઈ શકે છે) |
મેચ | 25, 26, 27, 28, 29 ઓગસ્ટ 2021 |
અમ્પાયર્સ | એલેક્સ વ્હોર્ફ રિચર્ડ કેટલર્બ્રો |
ટીવી અમ્પાયર | રિચર્ડ ઇલિંગવર્થ |
રિઝર્વ અમ્પાયર | માર્ટિન સૈગર્સ |
મેચ રેફરી | ક્રિસ બ્રોડ |
DAY-1 | 5 દિવસીય ટેસ્ટ મેચ |
બંને ટીમની પ્લેઇંગ-11
ઈન્ડિયાઃ કે.એલ.રાહુલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ઇંગ્લેન્ડઃ રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો, જોસ બટલર(મોઇન અલી), સેમ કરન, ઓલી રોબિન્સન, ક્રેગ ઓવર્ટન, જેમ્સ એન્ડરસન