ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી આજકાલ તેના ગીત બિજલી બિજલી માટે ચર્ચામાં છે. જો કે પલક તિવારી પોતાની બોલ્ડ ફેશન સ્ટાઈલને કારણે પણ લાઈમલાઈટમાં રહે છે. ભલે પલક તેની ફેશનને કારણે ચર્ચામાં રહેતી હોય, પણ મમ્મી શ્વેતાની સ્ટાઈલ સામે તે ફિક્કી પડી જાય છે.
એક તસવીરમાં પલકે બ્રાઉન સ્ટ્રેપલેસ ટોપ અને મેચિંગ પેન્ટ પહેર્યું હતું. તો બીજી તસવીરમાં પલક બ્લૂ કલરની ફ્લોરલ પ્રિન્ટવાળા ટોપમાં જોવા મળી હતી. મિનિમલ મેકઅપ સાથે અભિનેત્રી ખૂબ જ સેક્સી અને હોટ દેખાતી હતી. તેણે તેના વાળ ખુલ્લા રહેવા દીધા હતા.
ત્યારે શ્વેતા તિવારીની તસવીરો જોશો તો એક તસવીરમાં તે સફેદ ક્રોપ ટોપ અને બ્લુ ડેનિમ મિની સ્કર્ટમાં જોવા મળી હતી. તેના ક્રોપ તોમાંથી તેના એબ્સ દેખાઈ રહ્યા હતા, ત્યારે ડેનિમનું શોર્ટ સ્કર્ટ પણ તેના પર કૂલ દેખાતું હતું. સાથે જ શ્વેતાએ કૂલ દેખાવા માટે ડેનિમ જેકેટ પહેર્યું હતું.