English શબ્દ Morphea નો અર્થ થાય છે મોઢાં ઉપર પડેલા ખાડા અને આ પાછળ ઘણા કારણો હોય શકે છે. ખીલ તેમા નુ એક હોય શકે. આ સિવાય ઇજા ને લીધે, શરીર નો ઈમ્યુનિટી સિસ્ટમ બગડતા કાં પછી અમુક જિનેટિક કારણો ને લીધે પણ આ ખાડા જેવા નિશાન મોઢાં પર જોવા મળે છે. આથી સુંદર ચેહરો પણ ખરાબ લાગે છે.
જો તમે પણ આવી જ કોઈ સમસ્યા થી પીડાઈ રહ્યા છો તો આજ ના આ Artical મા આપણે વાત કરીશુ આ ખાડા ને દુર કરવા માટે ના અમુક ઘરેલુ નુસ્ખાઓ વિશે કે જેની અમુક કાળજી રાખવા થી તેમજ આ જણાવેલ નુસ્ખાઓ નો પ્રયોગ કરવાથી તમે પણ એક સુંદર ચેહરા ના માલિક બની શકો છો. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે વિસ્તાર થી.
ક્લીનીંગ તેમજ એક્સફોલિએટ કરતા રહેવુ
આ માટે રોજ સમયાંતરે તમારી સ્કિન ને કોઈપણ જાત ના સોફ્ટ તેમજ Medifact Face Wash થી દિવસ મા બે વાર ધોવો જોઈએ. આ સિવાય અઠવાડિયા મા બે વાર કોઇપણ સારા સ્ક્રબ થી મોઢાં ને એક્સફોલિએટ કરવું જોઈએ. આવું કરવાથી ચામડી મા રહેલ ગંદકી તેમજ નાશ પામેલ કોષિકાઓ બહાર નીકળી જશે તેમજ નવીન ચામડી ના કોષ ઉત્ત્પન્ન થવા લાગશે. જેના લીધે આ ખાડા ની સમસ્યા ટૂંક સમય મા દુર થતી જણાશે.
વરાળ ની મદદ લો
Week મા બે વાર વરાળ ની મદદ લેવી જોઈએ. જેથી ચામડી મા રહેલા છિદ્રો ખુલવા લાગે છે. આ સાથે ચામડી મા રહેલ ગંદકી તેમજ તેલ સરળતા થી નીકળી જશે. આ સિવાય ચામડી મા આવેલ સોજા ઓછો થતો જાય છે અને ધીરે-ધીરે ચેહરા પર ના ખાડા ભરાવા લાગે છે. આ માટે એક વાટકી મા પાણી ને ગરમ કરી તેમા કુદરતી જડીબુટ્ટી ઉમેરી અથવા તો કોઈ તેલ ઉમેરી ટુવાલ થી મોઢું ઢાંકી વરાળ લો. સાવચેતી રાખવી કે આ વરાળ તેમજ આપણા ચેહરા મા એક ચોક્કસ અંતર રાખવુ જેથી તે ચેહરા ને કોઈ નુકશાન ના પોહચાડે.
ઘરે જ બનાવવા મા આવતો ફેસપેક નો ઉપયોગ કરો
ઘરે જ બનાવવા મા આવતા ફેસ પેક માટે દિવસ દરમિયાન બે વાર એક ચમચી કુવારપાઠા નુ જેલ તેમજ એક ચમચી Vitamin E નુ તેલ ને ભેળવી ને લગાવો. જેથી ચામડી ટાઇટ થશે તેમજ ધીરે-ધીરે ખાડા ભરાવા લાગશે. આ સિવાય પણ તમારી ઈચ્છા પ્રમાણે દહીં તેમજ લીંબુ નો પણ ફેક્પેક બનાવી ને ઉપયોગ કરી શકાય છે.
આ મિશ્રણ મા રહેલુ Vitamin C ચામડી મા હાજર સ્કિન ઈન્ફ્લેમેશન ને નાબુદ કરી ચેહરા પર રહેલા ખાડા ભરવામા મદદરૂપ થાય છે. આ પ્રયોગ માટે એક ચમચી દહીં મા ત્રણ થી ચાર ટીપાં લીંબુ ના રસ ના ઉમેરી દેવા. આ તૈયાર કરેલ મિશ્રણ ને ચેહરા પર લગાવી દસ મિનિટ બાદ ચેહરા ને પાણી વડે ધોઈ લો. જો ચામડી અતિ સંવેદનશીલ હોય તો તેવા માણસો ને આ રીત નો ઉપયોગ ના કરવો જોઈએ.