અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં છે. અમેરિકન એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ રાખવા માટે પૈસા ચૂકવવાના મામલામાં તે ફસાયેલો જણાય છે. સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા છે જેના કારણે ટ્રમ્પની રાજકીય કારકિર્દી પણ જોખમમાં આવી શકે છે.
ગ્લોબલ હેપ્પીનેસ રિપોર્ટ 2023 જાહેર થઇ ગયો છે કે જેના હેઠળ વિશ્વના સૌથી વધારે હેપ્પી દેશોનું રેન્કિંગ આપવામાં આવે છે. આ યાદી પ્રમાણે ફિનલેન્ડ વિશ્વનો સૌથી વધારે હેપ્પી દેશ છે પરંતુ ટોપ-20માં એશિયાનો એક પણ દેશ નથી.
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે યુક્રેનમાં યુદ્ધ અપરાધો માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. કોર્ટે કહ્યું કે પુતિન યુક્રેનિયન બાળકોના અપહરણ અને ડિપોર્ટેશનના ગુના માટે જવાબદાર છે. માનવાધિકાર જૂથોએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
વૈશ્વિક રાજદ્વારી સ્તરે એક એવી ઘટના બની છે જે મજાકથી ઓછી નથી. બળાત્કારનો આરોપી અને પોતાને ભગવાનનો દરજ્જો આપનાર નિત્યાનંદ દ્વારા સ્થાપિત કાલ્પનિક દેશ 'કૈલાશા'ના એક પ્રતિનિધિ UN બેઠકમાં હાજરી આપી હતી.
ઓસ્ટ્રેલિયાના એક પ્રસિદ્ધ હિંદુ મંદિરને ધમકી ભર્યા ફોન કોલ્સ મળ્યા હતા. જેમાં મંદિરના મેનેજમેન્ટને 18 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રી શાંતિપૂર્ણ રીતે ઉજવવા હોય તો ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવા જણાવ્યું હતું. બ્રિસ્બેનના ગાયત્રી મંદિરને શુક્રવારે (17 ફેબ્રુઆરી)ના રોજ આ ધમકીભર્યો ફોન આવ્યો હતો. અગાઉ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતમાં 'ખાલિસ્તાની સમર્થકો' વતી ભારત વિરોધી ગ્રેફિટી બનાવીને 3 હિન્દુ મંદિરોમાં કથિત રીતે તોડફોડ કરવામાં આવી હતી.
વિશ્વની સૌથી ઉદાર સંધિ તરીકે જાણીતી સિંધુ જળ સમજૂતીમાં સુધારા કરવા માટે ભારત સરકારે પાકિસ્તાનને નોટિસ પાઠવી દીધી છે. સરકારે કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા થઇ રહેલી કાર્યવાહીએ સિંધુ જળ સમજૂતીને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરી છે. તેને કારણે સંધિમાં સુધારા માટે ભારતને મજબૂર થઇને નોટિસ આપવી પડી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે કહ્યું કે વિશ્વ પાકિસ્તાનને આતંકવાદના 'કેન્દ્ર' તરીકે જુએ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીના બે વર્ષનો સમયગાળો હોવા છતાં વૈશ્વિક સમુદાય એ ભૂલી શક્યું નથી કે આતંકવાદની આ દુષ્ટતાનું મૂળ ક્યાં છે.
કોલંબિયાના રિસારાલ્ડા પ્રાંતમાં વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં એક બસ અને અન્ય વાહનો દટાઈ ગયા હતા, જેમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે. સોમવારે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોની સાથે છે.
અંગ્રેજોએ ભારત પર 200 વર્ષ શાસન કર્યું અને અનેક અત્યાચારો કર્યા. તે સમયે દરેક શહેરમાં એક ક્લબ હતી જેની બહાર બોર્ડ હતું. આ બોર્ડ પર લખવામાં આવતું હતું કે, 'ભારતીય અને કૂતરાઓને મંજૂરી નથી' એટલે કે ગોરાઓ માટે ભારતીયો અને કૂતરા વચ્ચે કોઈ તફાવત નહોતો. પરંતુ સમયનો વળાંક જુઓ, એક ભારતીયે આ ગોરાઓના અભિમાનને ચકનાચૂર કરી નાખ્યું છે.
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં શનિવારે મોડી રાત્રે હેલોવીન ફેસ્ટિવલ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં 151 લોકોનાં મોત થયાં હતાં.
ઈરાનના શિરાઝ શહેરમાં થયેલા આતંકવાદી હુમલામાં 15 લોકોના મોત થયા છે. ઈરાનના શિરાઝ શહેરમાં શિયા મુસ્લિમોના પવિત્ર સ્થળ પર બંદૂકધારીઓએ કેટલાક ધાર્મિક ઉપાસકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 15 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઈન્ડોનેશિયામાં ઉત્તર જકાર્તા સ્થિત જામી મસ્જિદના વિશાળ ગુંબજમાં બુધવારે (19 ઓક્ટોબર) ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્યાર બાદ ગુંબજ નીચે પડી ગયો હતો. મસ્જિદ ઈસ્લામિક અભ્યાસ અને વિકાસ પરની થિંક ટેન્ક જકાર્તા ઈસ્લામિક સેન્ટર સાથે જોડાયેલા બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં સ્થિત છે.
હિજાબ ન પહેરવાને કારણે એક મહિલાનું મોત થતાં ઈરાનમાં ખળભળાટ મચી ગયો છે. મોટી સંખ્યામાં ઈરાની મહિલાઓ હિજાબનો વિરોધ કરી રહી છે. તેમના વિરોધને દુનિયાભરમાંથી સમર્થન પણ મળી રહ્યું છે. આ દરમિયાન ઈરાની મહિલાઓના સમર્થનમાં સંસદમાં ચર્ચા દરમિયાન યુરોપના એક સંસદસભ્યએ પોતાના વાળ કાપી નાખ્યા છે.
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓની અસર હવે પાડોશી દેશોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં ગુરુવારે ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે. મેક્સિકો સિટી હોલમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં મેયર સહિત 18 લોકોના મોત થયા હતા.
હિજાબ વિરોધી દેખાવોમાં હવે તહેરાન શહેરમાં સરમુખત્યારને મૃત્યુદંડના સૂત્રોચ્ચાર સંભળાઈ રહ્યા છે. સલામતી દળો સાથેની અથડામણમાં કુલ 75નું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. 1,200થી વધુ દેખાવકારોની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઈરાનમાં 22 વર્ષની યુવતી માહશા અમીનીની નૈતિક પોલીસ દ્વારા ધરપકડ અને મૃત્યુને 10 દિવસ થઈ ગયા છે.
યુએનમાં ફરી એકવાર પાકિસ્તાને ભારતનું નામ લઇ પોતાના જ પગ પર કુહાડી મારી છે. લઘુમતીઓના અધિકારો પર વાત કરતી વખતે પાકિસ્તાને ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો, વિવિધ આક્ષેપો કર્યા. પરંતુ આ આરોપો પછી તરત જ ભારત વતી UNESના સંયુક્ત સચિવ શ્રીનિવાસ ગોત્રુએ પાકિસ્તાનનો ઉધડો લઇ લીધો
તાઈવાનની સેનાએ મંગળવારે ચીનના ડ્રોન પર ગોળીબાર કર્યો હતો. તાઈવાનના સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે આ ચેતવણીનો ગોળીબાર હતો. આ સ્થિતિને જોતા ચીન અને તાઈવાન વચ્ચે તણાવ વધવાની શક્યતા છે. આ પહેલીવાર છે જ્યારે તાઈવાનની સેનાએ આટલું આક્રમક પગલું ભર્યું છે.
અમેરિકાના પેન્સિલવેનિયામાં એક એવું શહેર છે જે 60 વર્ષથી સળગી રહ્યું છે. અહીં રહેતા લોકો સ્થળાંતર કરી ગયા છે. 1962માં લાગેલી આ આગને બુઝાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા અને તે હજુ પણ ચાલુ છે પરંતુ આગ ઓલવવાનું નામ નથી લઈ રહી. આ નિર્જન શહેરનું નામ સેન્ટ્રલિયા છે. જણાવી દઇએ કે શહેરમાં આ આગ જમીનની નીચે લાગેલી છે.
અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે આતંકવાદી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીને ડ્રોન હુમલામાં મારી નાંખ્યો છે.
શ્રાલંકાની આર્થિક સંકટના કારણે પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ચૂકી છે. દેશના પ્રેસિડેન્ટ દેશ છોડીને ભાગી ગયા છે અને જનતા રોડ પર ઊતરી આવી છે. અસહ્ય મોંઘવારીના કારણે ખાણી-પીણીની કિંમત આસમાને છે. ગરીબ લોકો ભૂખ્યા સૂવા મજબૂર થઈ ગયા છે.
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. તેઓએ પશ્ચિમ જાપાનના નારા શહેરમાં એક સભાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તે અચાનક ઢળી પડ્યા હતા.
બ્રિટનમાં બોરિસ જોનસનની સરકાર આ દિવસોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. મંગળવારના રોજ રાત્રે બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે રાજીનામું આપી દીધું હતું. બંને પીએમ જોનસનના નજીકના માનવામાં આવે છે. આ પછી પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલા બ્રિટિશ પીએમ બોરિસ જોનસને રાજીનામુ આપ્યું છે.
આતંકવાદી સાજીદ મીરને 15 વર્ષથી વધુની જેલની સજા ફટકારાઇ સાજિદ મીર પર 2008ના મુંબઈ હુમલામાં સંડોવણીનો આરોપ છે FATFને બતાવવા માટે પાકિસ્તાન આ કાર્યવાહી કરી
અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, 130થી વધુ લોકોના મોત થયા છે. પાકિસ્તાનની ધરા પણ ધ્રુજી ગઈ છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજી પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે.
પયગંબર મોહમ્મદ પર ભાજપના નેતાઓના વિવાદાસ્પદ નિવેદનને લઈને પેલેસ્ટાઈનમાં હવે વિરોધની આગ ભભૂકી રહી છે. અલ અક્સા મસ્જિદ ખાતે હિન્દુઓ વિરુદ્ધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હિંદુઓ સામે જેહાદ છેડવાનું એલાન આપવામાં આવ્યું હતું.
કુતુબમિનાર કરતાં 24 ગણો મોટો એસ્ટેરોઇડ 76 હજાર કિમી/કલાકની ઝડપે ધરતીની નજીક આવી રહ્યો છે આજે જ્યારે આ ક્ષુદ્રગ્રહ ધરતીની નજીક હશે ત્યારે તેને દૂરબીનની
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની લોંગ માર્ચ ઈસ્લામાબાદમાં પ્રવેશી ગઈ છે. જો કે, રાજધાનીમાં તેના પ્રવેશ પહેલા, ત્યાં હિંસા ફાટી નીકળી હતી. પીટીઆઈ કાર્યકર્તાઓએ ઈસ્લામાબાદમાં તોડફોડ કરી અને રોડ ડિવાઈડર પર વૃક્ષોને આગ ચાંપી દીધી.
હાઇપરસોનિક મિસાઇલ સેતાન-2 સરમાટ મિસાઇલને ફિનલેન્ડ પહોંચતા 10 અને બ્રિટન પહોંચતાં માત્ર 200 સેકન્ડ લાગશે : રશિયન અધિકારીની ચીમકી .
વધી રહેલી મોંઘવારી, અનાજ, દૂધ જેવી ચીજવસ્તુની અછત, દુકાનો પર લાગતી લાંબી કતારો, ટિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં થઈ રહેલી લૂંટફાટ, રાજકીય દ્વંદ્ધ અને હિંસા, સરકાર વિરોધી દેખાવો, વિવિધ શહેરોમાં ચાલી રહેલા રમખાણોથી શ્રીલંકાની સામાન્ય જનતા ત્રસ્ત છે.
જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) બડગામ (Budgam) જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓએ તહસીલદારની ઓફિસમાં ઘૂસીને કાશ્મીરી પંડિત કર્મચારીને ગોળી મારી દીધી હતી. ઓફિસમાં અચાનક થયેલા ફાયરિંગના કારણે કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આતંકવાદીઓ સ્થળ પરથી ભાગી ગયા બાદ અન્ય લોકો ઘાયલ કર્મચારી રાહુલ ભટ્ટને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્જ સાથે આંતર-સરકારી પરામર્શ (IGC) ના છઠ્ઠા પૂર્ણ સત્રની સહ-અધ્યક્ષતા કરી. તેમણે જર્મનીને 'આત્મનિર્ભર ભારત' અભિયાનમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. બંને પક્ષોના સહભાગી મંત્રીઓ અને અધિકારીઓએ વિદેશ, સુરક્ષા, આર્થિક, નાણાકીય નીતિ, વૈજ્ઞાનિક અને સામાજિક વિનિમય, આબોહવા, પર્યાવરણ, ટકાઉ વિકાસ અને ઉર્જા સહિતના મુદ્દાઓ સહિત IGCના વિવિધ પાસાઓ પર તેમની બેઠકો પર સંક્ષિપ્ત અહેવાલો રજૂ કર્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને ખરીદ્યા પછી ટેસ્લાના CEO એલન મસ્ક સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ દેખાઈ રહ્યા છે. તેમણે ઝડપથી કોકા-કોલાને ખરીદવાની વાત કહી છે. તેમણે કહ્યું હતું, તે એમાં કોકેન નાખશે.
ઈસ્લામ ધર્મના પવિત્ર પુસ્તક કુરાનની પ્રતિઓને સળગાવવાના વિરોધમાં સ્વીડનના અનેક દેશોમાં પોલીસ અને નાગરિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ રહી છે.
કહ્યું હતું કે બ્રિટન હાલ આ રાસાયણિક હુમલાના અહેવાલોની ખરાઇ કરાવી રહ્યું છે. રશિયન સેનાએ કોઇ અજાણ્યા કેમિકલ એજન્ટનો પ્રયોગ કર્યો હોવાના અહેવાલ છે.
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની રાજધાની સેક્રામેન્ટોના એક વ્યસ્ત વિસ્તારમાં ગોળીબારમાં છ લોકોના મોત થયા છે અને નવ ઘાયલ થયા છે.
રોગોઝિનની ચેતવણી બાદ સ્પેસએક્સના માલિક અને દુનિયાના સૌથી વધુ શ્રીમંત બિઝનેસમેન એલન મસ્કે કહ્યું હતું કે તેઓ આઇએસએસને બચાવશે...
એક્સિ ઇન્ફિનિટી ટ્રાફિકનો 35 ટકા હિસ્સો તેના 25 લાખ દૈનિક એક્ટિવ યૂઝર્સનો સૌથી મોટો શેર ફિલિપાઇન્સમાંથી આવે છે, જ્યાં અંગ્રેજીની ઉચ્ચ કાર્યદક્ષતા...
થોડા સમય અગાઉ અરામકોના જ એક ઓઈલ ડેપો પર યમનના હૂતી વિદ્રોહીઓએ હુમલો કર્યો હતો. તેના પછી કંપનીના શેર તૂટ્યા હતા. તેના પછી સાઉદી એરફોર્સે
ચીનમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. ચીનનું બોઇંગ 737 એરક્રાફ્ટ ક્રેશ થઇ ગયું છે. અકસ્માતના સમયે Boeing 737માં કુલ 133 પેસેન્જર સવાર હતા.
પાકિસ્તાની સેનાએ સણસણતો આરોપ લગાવ્યો છે કે ભારતની એક હાઇ સ્પીડ ફ્લાઇંગ ઓબ્જેક્ટે તેમની એરસ્પેસમાં ઘૂસણખોરી કરી છે
ઝેલેન્સકીની જેમ તેમની પત્ની અને યૂક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કા પણ સોશિયલ મીડિયાને પોતાનું હથિયાર બનાવીને આ યુદ્ધ લડી રહી છે.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ "ઓપરેશન ગંગા" હેઠળ યૂક્રેનથી પરત લાવવામાં આવેલા 439 ભારતીય નાગરિકો માટે અહીં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
યૂક્રેન પર રશિયાના હુમલા સતત ચાલુ છે. દરમિયાન, યૂક્રેને દાવો કર્યો છે કે દક્ષિણ યૂક્રેનના એનર્હોદરમાં યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં રશિયન
રશિયા અને યૂક્રેન વચ્ચેનું યુદ્ધ કેટલું મોટું અને કેટલું ખતરનાક બની ગયું છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દાયકાઓથી તટસ્થ
રશિયન સેના યુક્રેનમાં ઊભી છે. રાજધાની કિવથી ખાર્કિવ સુધી સતત હુમલા કરી રહી છે. ઘણા શહેરો નાશ પામ્યા છે. દરમિયાન, બુધવારે UNGAમાં ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો.
દિવસે ને દિવસે વધુ ભીષણ થઈ રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે પ્રતિબંધિત હથિયારોની પણ એન્ટ્રી થવા લાગી છે. અમેરિકા ખાતેના યુક્રેનના એલચીએ આરોપ લગાવ્યો છે કે રશિયા હવે તેમના પર ‘વેક્યુમ બોમ્બ’નો મારો ચલાવી રહ્યું છે. યુક્રેનના આક્ષેપ પ્રમાણે, રશિયાએ ઉત્તર યુક્રેનમાં આવેલી એક પ્રીસ્કૂલના બિલ્ડિંગ પર આ વેક્યુમ બોમ્બ ફેંક્યો છે, જેમાં સેંકડો નાગરિકો આશ્રય લઈ રહ્યા હતા.
રશિયા અને યૂક્રેન વચ્ચે મુકાબલો ચાલુ છે. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે રશિયા થોડા દિવસોમાં યૂક્રેનને ખતમ કરી નાખશે અને તેને ઘૂંટણિયે લાવશે.
ચેચેન્યા દેશ યુરોપના કોક્સ ક્ષેત્રના ઉત્તરીય ભાગમાં આવેલો છે. ચેચેન્યા આજે ભલે રશિયન ફેડરેશનનો ભાગ હોય પણ ક્યારેક ચેચેન્યાના લડવૈયા રશિયાની વિરુદ્ધ હતા
યૂક્રેન સાથેના યુદ્ધમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધના પાંચમા દિવસે પરમાણુ હથિયારો તૈયાર રાખવાનો આદેશ આપીને દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે.
યૂક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા વિમાનને રશિયન સૈનિકોએ આજે કિવ નજીકના એક એરફિલ્ડમાં તોડી પાડ્યું હતું.