વીર વિક્રમ અને અજબ ચોર – ઝવેરચંદ મેઘાણી. વિક્રમ વૈતાળ, સિંહાસન બત્રીસી, ચતુરાઇની વાર્તાઓ, વારંવાર વાંચવી તેમ જ સાંભળવી ગમે છે. આજે ગુજ્જુ કાઠિયાવાડી માં વાંચો આવી જ સરસ મહાની વાર્તા. અજબ ચોર.
'ગુજરાતી ટાઈટેનિક' એટલે 'હાજી કાસમની વીજળી' -બ્રિટનના ગ્લાસગોમાં જહાજનું નિર્માણ થયેલું-તેરસો જેટલા મુસાફરો ગરક થઈ ગયા હતા-તારીખ 14 એપ્રિલ 1912ની રાત્રે ટાઈટેનિક'ની ટક્કર હીમશિલા સાથે થઈ હતી
When Ahmed shah fetch with nude saint
અકબર બાદશાહના દરબારની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે એક દરબારી હાથમાં કાચનો એક વાટકો લઈને ત્યાં આવ્યો. બાદશાહે પુછ્યું, શું છે આની અંદર? દરબારીએ કહ્યું, આમાં રેતી અને ખાંડ છે.તે શેને માટે, બાદશાહે પુછ્યું.
દર્દીને માથામાં ઇજા થયેલી હતી. સારવારમાં જે કંઇ આપવાજેવું હતું.. તે અપાઇ ચૂક્યું હતું. હવે પ્રતીક્ષા કરવાની હતી, કેટલી અસર દવાનીવર્તાય છે.. અને.. કેટલી અસર દુઆની.. એની રાહ જોવાની હતી.
શેખચલ્લીની વાર્તાઓ મૂર્ખાઈ અને હાસ્યની વસ્તુઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે.શબ્દકોશમાં "શેખ ચિલ્લી"નો અર્થ જોવાય તો તેમાં લખવામાં આવે છે ,એક કલ્પિત મૂર્ખ જેની "જેની મૂર્ખાઈની ઘણી કથાઓ વિખ્યાત છે . ગરીબ પરિવારમાં જન્મેલા શેખચલ્લી ધીમે ધીમે યુવાન થયા.
શેખચલ્લીની વાર્તાઓ મૂર્ખાઈ અને હાસ્યની વસ્તુઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે.શબ્દકોશમાં "શેખ ચિલ્લી"નો અર્થ જોવાય તો તેમાં લખવામાં આવે છે ,એક કલ્પિત મૂર્ખ જેની "જેની મૂર્ખાઈની ઘણી કથાઓ વિખ્યાત છે . ગરીબ પરિવારમાં જન્મેલા શેખચલ્લી ધીમે ધીમે યુવાન થયા.
મેં ઉપરનો છપ્પો ક્યાંક વાંચેલ. આજે અચાનક યાદ આવી ગયું. આજે લખવા બેઠો. ત્યારે અચાનક બધા જ વિચારો ખોવાઈ ગયા. જાણે અચાનક ઓગળી ન ગયા હોય!! અડધો કલાક બેઠો રહ્યો. પણ કંઈ લખાયું નહીં. એક શબ્દ પણ નહિ.
પૂનમની રાત હોવાથી આકાશમાં ચંદ્ર પૂર્ણ કળાએ ઉગ્યો હતો. વરસાદની ઋતુ હોવા છતાં આકાશમાં છુટા-છવાયા વાદળો જ દેખાતા હતા. આમ છતાં વાતાવરણમાં ઠંડક અને ભેજનું પ્રમાણ સારા એવા હતા. ગયા અઠવાડિયે વરસાદ એક કલાક પણ બંધ નહોતો થયો.
પુરી દુનિયાની મીડિયામાં મોદી સાહેબની સરકારને જ જવાબદાર માનવામાં આવી રહી છે. દરરોજ સાહેબની બેદરકારી, અસમર્થતાના પુરાવો મળી રહ્યા છે. દરરોજ વધારે ને વધારે લોકોના મૃત્યુના નવા-નવા રેકોર્ડ થઈ રહ્યા છે. સરકારની લાપરવાહી અને અનિર્ણાયકતા સ્પષ્ટ દેખાઈ રહી છે.
આજે "માનનીય" સંબોધન કરતા મારા હાથ ધ્રૂજી રહ્યા છે. તમે સમજી શકશો આ વાત. મને ખબર છે, તમે ચૂંટણીઓ જીતવાના હવામાનમાં એટલા વ્યસ્ત રહો છો, કે સામાન્ય માનવની જિંદગી પ્રત્યે તમને ભાગ્યે જ ખ્યાલ આવતો હોય છે. મજદૂરો,કામદારો અને ગરીબ જનતા તમારા માટે અસ્તિત્વ ધરાવતી હોય તેવું લાગતું નથી!
જીવન જીવવાનો અધિકાર એટલે માત્ર શ્વાસ લેવાનો અધિકાર નથી. જીવન જીવવાનો અધિકાર એટલે માનવીય ગૌરવ સાથે જીવી શકે, પોતાનો જીવન નિર્વાહ કરી શકે, સ્વાસ્થ્યનો અધિકાર વગેરે..આ પાછળનો ઉદ્દેશ એ છે કે રાજ્યએ લઘુતમ જીવન જરૂરિયાતના હક્કોની રક્ષા કરવી જોઈએ.
ચિંતામાંથી મુક્ત થવું એ આપણા હાથની વાત છે. જો આપણે ઇચ્છા ન હોય તો કોઈ પણ વ્યક્તિ આપણને ચિંતામાંથી મુક્તિ અપાવી શકે નહીં.
હું આગળના ભાગોમાં જણાવી ચુક્યો છું કે મેં ક્યારેય આલ્કોહોલ લીધો નથી. આજ સુધી તેનું એક ટીપું પણ ચાખ્યું નથી. (મને બારમા ધોરણથી ઓળખનારા મિત્રો આ બધું વાંચી રહ્યા છે. અને જો ખોટું બોલતો હોઉં, તો મને ગાળો દેવા માટે એક ક્ષણનો પણ વિલંબ કરે તેવા નથી.) મને દારૂની વાસથી જ એલર્જી છે. પણ મારી સાથે રહેનારા તો મેહફીલ કરતા.
બધાની સાથે આવું જ થતું હોય છે. પણ મોટા ભાગના આ વાત સ્વીકારતા નથી. આખરે આપણે આપણા અનુભવો દ્વારા તો શીખીએ છીએ. જો આવું ન હોય તો પછી જીવંત અને મૃત વ્યક્તિ વચ્ચે ફરક શું? આમ મારા શબ્દોમાં, મારા વિચારોમાં વિરોધાભાસ જણાય, તો જે જુના વિચારો હોય તેને રદ માનવા. બધાની સાથે આવું જ થતું હોય છે. પણ મોટા ભાગના આ વાત સ્વીકારતા નથી. આખરે આપણે આપણા અનુભવો દ્વારા તો શીખીએ છીએ. જો આવું ન હોય તો પછી જીવંત અને મૃત વ્યક્તિ વચ્ચે ફરક શું? આમ મારા શબ્દોમાં, મારા વિચારોમાં વિરોધાભાસ જણાય, તો જે જુના વિચારો હોય તેને રદ માનવા.
ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકોર બોલે છે, "શુદ્રને શુદ્ર કહેવામાં આવે તો ખોટું લાગે છે..આમાં ખોટું શું છે?".. આ વાક્ય સાધ્વી પ્રજ્ઞાનું માનસિક સ્તર બતાવે છે. પણ પ્રશ્ન થાય છે, "પોતાની જાતને "કટ્ટર હિન્દુ" કહેનારા આટલા બધા માનસિક રીતે દરિદ્ર હશે?"..
રવિવાર એટલે રજાનો દિવસ. આખા સપ્તાહમાં ઘણા બધા કામોની યાદી બનાવવામાં આવી હોય, એ આશાએ કે રવિવારે તેમને પૂરા કરી શકાશે... અને રજાનો દિવસ આ કામો કરવામાં ક્યારે વિતી જાય, તેની ખબર પણ ના રહે. વળી, કામોની યાદી એવડી મોટી હોય કે માત્ર અડધા જેટલા કામો થઈ શકે. રવિવારે એટલું બધું થાકી જવાય કે સોમવારે થાક ઉતારવાની રજા રાખવાનો વિચાર આવે!! અને વોટ્સઅપ ઉપર આવતા કાર્યસ્થળ ઉપરના મેસેજની શું વાત કરવી?
સાત પગલાં આકાશમાં નહીં, પણ જમીન ઉપર ભરવાની જરૂર છે. કારણ કે આકાશ સ્વપ્નાઓ, આકાંક્ષાઓ અને કલ્પનાઓથી ભરેલું છે. જ્યારે ઊભા રહેવાનું તો વાસ્તવમાં જમીન ઉપર જ છે... જમીન વાસ્તવિકતા છે. ભલે, આપણને પસંદ આવે કે ના આવે. પણ તે વાસ્તવિકતા બદલાવાની નથી.
સૌથી વધુ આનંદ અને સંતોષ આપનારી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ઘણા કિસ્સાઓમાં પારાવાર હતાશા અને દુઃખ આપનાર બની ગયેલ, હું જોઈ રહ્યો છું. સબંધનું કબ્રસ્તાન છવાયેલું દેખાય છે. જેમાં ઘણા બધા આનંદ આપનારા મધુર સંબંધો દટાઈ ગયા છે. તેની ઉપર બાવળની કાંટાળા ઝાડ ઉગી નીકળ્યા છે.
જેમ સર્પ પોતાનો સ્વભાવ નથી બદલી શકતો, તેમ રોમે - રોમમાં નફરત રાખનાર, આવા લોકો પણ નથી બદલી શકતા. તે માટે તેવો દયાને પાત્ર છે. કારણકે તેમને પોતાને પણ નથી ખબર કે તેવો શું કરી રહ્યા છે? તેમને પોતાને જેવા ઘરના સંસ્કારો મળ્યા છે, તે પ્રમાણે વર્તે. એટલે જ ગાળો આપનાર પ્રત્યે હું નફરત રાખતો નથી.
કોમ્યુનિસ્ટ ઘોષણાપત્ર બુકનો પરિચય આપવાની મારે જરૂર નથી. કાલ માર્ક્સ અને ફ્રેડરિક દ્વારા લખાયેલી આ નાનકડી ચોપડી મોટા-મોટા હજારો ગ્રંથો બરાબર ગણી શકાય. "દુનિયાના મજદૂરો એક થાવ" આ વાક્ય પહેલી વખત મેં વાંચ્યું, અને તે પહેલી વખતમાં જ તેમાં રહેલી ભાતૃભાવનાની, માનવતાની લાગણીથી હું રોમાંચિત થઈ ગયો.
જો કોઈને બાઇબલના સિદ્ધાંતો ગમ્યા હોય, અને રાજીખુશીથી ખ્રિસ્તી ધર્મ અપનાવે તો તેમાં કંઈ વાંધો લઇ શકાય નહીં. પણ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ હિન્દુ દેવી-દેવતાઓને કે હિન્દુ તત્વજ્ઞાનને ગાળો શા માટે દેવાની? મને કોઈ સિદ્ધાંત ગમતો હોય તે હું માનું. તમને બીજો કોઈ સિદ્ધાંત, તો તમે તે માંનો.. અને આપણી અસહમતાને રાજીખુશીથી નિભાવી શકીએ. અને તે જ સાચા અર્થમાં સ્વતંત્રતા અને માનવતા ગણાય.
મકેતુનું ગુજરાતી સાહિત્યમાં મોટું યોગદાન છે. ખાસ કરીને ટૂંકી વાર્તાઓ લખવાની કેડી ધૂમકેતુએ કંડારી તેમ કહી શકાય. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા લખવાનું સૌપ્રથમ ધૂમકેતુએ ચાલુ કર્યું. સામાન્ય મજૂરવર્ગની વાર્તાઓ અને તેની લાગણીઓને શબ્દો દ્વારા ચિતરવાની કળા ધૂમકેતુની કલમ જ કરી શકે. “ધૂમકેતુ” ખરેખર ગુજરાતી સાહિત્યનો “ધૂમકેતુ” જ છે.
પહેલું વર્ષ પૂરું થયું એટલે હોસ્ટેલના બદલે બહાર રહેવા જવાનું નક્કી કર્યું. હોસ્ટેલમાં આમ પણ ગમતું નહોતું. અમને ત્યારે ગામથી થોડે દુર, એમ કહો કે છેવાડે એક રૂમ મળ્યો. નીચે મકાનમાલિક રહેતા અને ઉપરના બે રૂમમાંથી એક રૂમ, જે પ્રમાણમાં નાનો હતો, તે અમને ભાડેથી આપ્યો. તે સમયે વ્યક્તિ દીઠ 800 રૂપિયાનું ભાડું લીધેલું. જોકે તે સમય પ્રમાણે આ રકમ થોડીક વધારે જ કહેવાય. અને રૂમ પણ પ્રમાણમાં નાનો હતો. અમે ત્રણ, હું વિશાલ અને તન્મય ત્યાં રહેવા ગયા..
વલ્લભ સંપ્રદાયના ગુરુઓ તેમના અનુયાયીયોનાં વહેમ તથા અંધશ્રદ્ધાનો લાભ લઈ તેમની પાસેથી અઢળક નાણાં મેળવતા અને તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા. આ રીત સત્તરમા સૈકાથી ચાલી આવતી અને ઓગણીસમા સૈકામાં ચાલું રહી હતી. કરસનદાસ મૂળજી (૧૮૩૨-૧૮૭૧) વલ્લભ સંપ્રદાય પાળતા કુટુંબમાં જન્મેલા સમાજ-સુધારક અને મુંબઈની બુદ્ધિવર્ધક હિંદુ સભાના સક્રિય કાર્યકર હતા. તેઓ ધર્માચાર્યોની અનીતિના ભારે વિરોધી હતા. તેઓ સત્યપ્રકાશ નામનું સામયિક ચલાવતા હતા. તેમાં તેમણે વલ્લભ સંપ્રદાયના ધર્મગુરુઓને ઉઘાડા પાડવા માંડ્યાં. તેમણે તેમના લેખો 'ગુલામી ખત', 'મહારાજોનો જુલમ', 'મહારાજોના મંદિરમાં ઝાપટનો માર', 'મહારાજોના મંદિરમાં અનીતિ', 'મહારાજોનો લોભ', 'વાણિયા મહાજનની હાલત', 'મહારાજોના લાગા' વગેરે શીર્ષકોથી પ્રસિદ્ધ કર્યા હતાં. 'મહારાજોનો જુલમ' નામના લેખમાં કરસનદાસે લખ્યુ છે
આજે જ્યારે ભૂતકાળના લેખાજોખા લઈને બેઠો છું. ત્યારે બે નામ મને યાદ આવે છે. નિકુંજ સાહેબ અને પીન્ટુ સાહેબ. મને મદદરૂપ થનારા વ્યક્તિઓની યાદી બનાવવાની હોય તો આ બે નામ તેમાં જરૂર હોય. જોકે આજ સુધી હું તેમનો માનવો જોઈએ એટલો આભાર માની શક્યો નથી.
બીજી એક વાત અહીં જણાવી દઉં. "ડીટેન" થનારાઓમાં અંગ્રેજી માધ્યમમાંથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી. ગુજરાતી માધ્યમમાંથી આવનારા વિદ્યાર્થીઓતો મોટા ભાગના ૮ ઉપરના વિષયો પાસ કરી ગયા હતા. કેટલાક તો 12 વિષય પણ પાસ થઈ ગયા હતા. આથી અંગ્રેજી માધ્યમ માટે જે "મોહ" આજે છે, તેનો કોઈ અર્થ નથી. જે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવા માંગે છે, તેણે આ વિશે થોડું વિચારી લેવું જોઇએ..
પુસ્તકોનો પણ સ્વાદ હોય છે. કેટલાક વાંચતાની સાથે જ પચી જાય એવા સરળ હોય છે. બપોરના ભરપેટ જમીને આડા પડ્યા હોઈએ અને વાંચવાની મજા આવી જાય. તો કેટલાકને પચાવવા અઘરા છે. તે માટે સમય આપવો પડે. વારંવાર વાંચવા પડે. સંદર્ભગ્રંથોનો ઉપયોગ કરવો પડે. અને વાગોળતા વાગોળતા પચાવવા પડે. આ પુસ્તકો આરામના સમય માટેના નથી હોતા
બગીચો સરસ બનાવેલો હતો અને થોડી ક્ષણોમાં જ મનને પ્રફુલ્લિત અને આનંદિત કરી દે એવું વાતાવરણ રહેતું.આમ પણ કુદરતી વાતાવરણ, વૃક્ષો અને રંગબેરંગી ફૂલો અને રાત્રે પાછા આવતા પક્ષીઓનો કલબલાટ કોને ન ગમે?.... સ્વર્ગ તે તો અહીં જ છે. કુદરતે સ્વર્ગ બનાવેલું જ છે. આપણે તેમાં કોંક્રિટના જંગલો બનાવી નરકનું નિર્માણ કરીએ છીએ.
હોસ્ટેલમાં રહેવાનો આ મારો પહેલો જ અનુભવ હતો. ઘરેથી પણ એકલો રહેવાનો અનુભવ પણ પેહલો જ હતો તે હું લખી ચુક્યો છું.
હું મારા બીજા મિત્ર પ્રકાશ અને તેજા સાથે વડોદરા તેને જોવા ગયેલો. આજે મને યાદ નથી આવતું કે કઈ હોસ્પિટલમાં તેને દાખલ કર્યો હતો. પણ જ્યારે અમે તેને હોસ્પિટલમાં મળ્યા ત્યારે તે પથારી પરથી હલી શકતો ન હતો. પણ ચહેરો અને આંખો હલાવી શકતો અને વાતચીત સાંભળી અને સમજી શકતો હતો. અમને બધાને જોઈને તેણે ઓળખી લીધા અને સ્માઇલ આપી હતી. તેને કરોડરજ્જુમાં બહુ ખરાબ ઇજા આવી હતી. ડોક્ટરનું કહેવું હતું કે તે આખી જિંદગી ઉભો થઇ શકશે નહીં.
હું આ બધું સમયના ક્રમ પ્રમાણે લખી રહ્યો છું. જે ઘટનાઓ આવતી જાય તે ઉતારી રહ્યો છું. આ લખવા સમયે મારી પાસે કોઈ નોટ કે લખેલ કાગળ નથી. જેનો આધાર લઇ હું લખી શકું. મને યાદ આવતું જાય, તે પ્રમાણે લખી રહ્યો છું. બનવાજોગ છે કે હું એકાદ વાત ભૂલી ગયો હોવ. તો મારા તે સમયના મિત્રો જે આ વાંચી રહ્યા છે, તેમને વિનંતી કે મારું ધ્યાન દોરે.
સાવરકરને માત્ર હિન્દુત્વવાદી ચીતરવા અને માત્ર અને માત્ર ગદ્દાર, નપુસક કહેનાર (પક્ષો) લોકોએ પોતાનો ઇતિહાસ ભૂલી ગયા લાગે છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે અસભ્ય બોલવું, લખવાનું.. તે જાપાનના પાડીતા કુતરા હોય તેવા ચિત્રો છાપવાનું. ભગતસિંહના બલિદાનના દિવસે "ભગતસિંહ માર્કસવાદી નથી" તેવા લેખ છાપવાનું.... વગેરે તેઓના ઇતિહાસના કાળા કામો છે.
ફોર્મ ભરવાનું ચાલુ હતું તે વખતે જમવાનું ન મળે. હોસ્ટેલ પર જમવા જવાય નહીં. ફોર્મ ભરવાની માથાકૂટમાં સમયે જ ન રહે. હોસ્ટેલ સુધી ચાલતા જઇને જમીએ અને પાછા ચાલતા આવ્યે. આખો દિવસ ચા-નાસ્તો કરીને કાઢવો પડે. આમ ત્રણ દિવસ વિત્યા. હજી ફોર્મ ભરાયું નહીં. હું હાર્યો અને કંટાળ્યા. ત્રીજા દિવસે રૂમ પર આવી જાહેરાત કરી કે "હવે ફોર્મ ભરવું નથી, જે થવું હોય તે થાય"
તેમને ભારતનો “ગ્રોથ” ન થવામાં “લેબર લો” જ દેખાય છે. તેમનો તર્ક છે કે “જે રીતે ચીનમાં “લેબર લો” નથી, તેમ ભારતમાં પણ “લેબર લો” કાઢી નાખવા જોઈએ.” હવે આ સજ્જનોને શું કહેવું?
રસ્તામાં તેમના અકસ્માતોના……. પોલીસની હેરાનગતિના સમાચારો દરરોજ આવતા રહે છે. લોક્ડાવુંન જાહેર થયાના આટલા દિવસો બાદ પણ.... આજે પણ પગપાળા જતા લોકોના સમાચારો આવી રહ્યા છે. આમાંના કોઈ રસ્તામાં બીમારીને કારણે મૃત્યુ પામ્યા, તો કોઇ વળી અકસ્માતમાં કચડાઈને. ઘણા તો પોતાના નાના બાળકો લઈને ચાલી રહ્યા છે. આ બધું હું રોજ નજરે જોઈ રહ્યો છું. મારું ઘર “અમદાવાદ સુરત હાઇવે’ પર જ છ. દરરોજ મોટા મોટા બેગ લઈને ચાલતા જતા કામદારો અને મજૂરો દેખાય છે.
જ્યારે એન્જિનિયરિંગની શરૂઆત કરી ત્યારે હું કોરા કાગળની ચોપડી લઈને નીકળ્યો હતો. જાતજાતના અનુભવોએ તેમાં મારા રંગીન અને કાળા ચિત્ર દોર્યા. અને જ્યારે એન્જિનિયરિંગ પૂર્ણ કરી બહાર આવ્યો ત્યારે તેમાં ઠીક ઠીક અનુભવો ચિતરાયેલા હતા. આ અનુભવો એ મને ઘડ્યો..
જે ચાર વિષય પસંદ કરેલ તેમાં તૈયારી પેઇજે પેઇજની કરી નાખી. જેટલા સંદર્ભ પુસ્તકો (Reference books) હતા તેમાંથી અગત્યના મુદ્દાઓ તૈયાર કરી નાખ્યા. ગમે તેટલું અઘરું પેપર નીકળે, તો પણ વાંધો ન આવે, તેવી મહેનત કરી.
કોલેજના સિનિયરો માંગ્યા વગરની સલાહ આપતા. જેમ કે અહીં કોઈનું એન્જિનિયરિંગ ચાર વર્ષમાં પુરું થતું જ નથી. બધાને ઓછામાં ઓછું એક વર્ષ તો બગડે છે, જે પાંચ વર્ષમાં એન્જિનિયર પૂર્ણ કરી લે, એ તો હોશિયાર ગણાય...
સવાર થતાં પપ્પા જામનગરથી આવી પહોંચ્યા. બપોર સુધીમાં મારા ભાઈ ની તબિયત સુધરી હતી. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ૨:૩૦ આવનાર "જામનગર સુરત ઇન્ટરસિટીમાં" મારા ભાઈને જામનગર મોકલી દીધો.
આમ છેલ્લે બંને ભાઈઓના ફુલ સો રૂપિયા ચૂકવવા પડ્યા. જે થયું તે "જવા દો" તેમ માનીને મન ને મનાવી લીધું. પણ હવે આગળ શું?
મે પાછા ફરવાનું નક્કી કર્યું. મારી સાથે મારો નાનો ભાઇ પણ થોડા દિવસ રહેવા આવવા તૈયાર થયો. જેથી મને અજાણ્યું ન લાગે. અમે બંને જામનગરથી રાત્રે ઉપડતી સૌરાષ્ટ્ર મેલમાં અંકલેશ્વર જવા માટે નીકળવાના હતા. સૌરાષ્ટ્ર મેલના જે સમય હતો, તેના પછી બરાબર દસ મિનિટ બાદ “ઓખા ગોરખપુર એક્સપ્રેસ” આવતી. આ ટ્રેન સપ્તાહમાં એક વખત આવતી.
અમારી હોસ્ટેલ આમ તો સ્વચ્છ અને મોટી હતી. રૂમ પણ પ્રમાણમાં મોટા હતા. મારો રૂમ છેક છેલ્લા ચોથા માળે હતો. નીચે ગ્રાઉન્ડ ફ્લોર છોકરીઓનો હતો. જેના મહિલા રેકટર ત્યાં જ રહેતા. આમ બીજી બધી હોસ્ટેલ કરતા, આં હોસ્ટેલ અપવાદ હતી. ઉપર બોયસ અને ગ્રાઉન્ડ ફ્લોર પર ગર્લ્સ હોસ્ટેલ, એમ બંને ભેગી
આમ આખા ગુજરાતના “મહાન મહાન” માણસો અહીં ભેગા થતા. કવિઓ, લેખકો, રાજકારણીઓ, સમાજશાસ્ત્રીઓ, ધર્મપ્રચારકો, રાષ્ટ્રવાદીઓ, સામ્યવાદીઓ વગેરે વગેરે પ્રતિભાઓ અહીં ભણતી. આ બધી પ્રતિભાઓમાં એન્જિનિયરિંગ ભણવાની પ્રતિભા દીવો લઈને શોધવા નીકળવું પડે..
એન્જિનિયરિંગમાં એડમિશન માટે તે વખતે ઓનલાઇન પદ્ધતિ ન હતી. એન્જિનિયરિંગની બધી જ કોલેજો માટે એક જ ફોર્મ ભરવામાં આવતું. અને તે બેંકમાં મળતું. ફોર્મ ભરીને પોલિટેકનિક કોલેજમા આપી આવવાનું. ત્યારબાદ મેરીટ પ્રમાણે બધાને અમદાવાદ, એલ. ડી. કોલેજ પર બોલાવે. બધા ડોક્યુમેન્ટ અને ફી ભરવાના પૈસા બધું જ લેતા જવાનું.