હું ઘણી વાર મારી મમ્મીને પૂછું કે મમ્મી તારી પેલી બંગડી જે તેં થોડા દિવસ પહેલાં પહેરી હતી એ બહુ જ મસ્ત હતી હોં, એ ક્યારે લીધી? મમ્મી કહેશે એ તું નાની હતી ત્યારે મારા બચત કરેલા પૈસામાંથી લીધી હતી. મમ્મીઓની આ આદત આજે પણ યથાવત્ છે. આપણી પેઢી પહેલાંની પેઢીની આ વાત છે.
શું તમે જાણો છો કે કેટલા પ્રકારના બેંક ખાતા છે? જો ના હોય તો તમને જણાવી દઈએ કે ઘણા પ્રકારના બેંક ખાતા હોય છે. તેમાં બચત, કરંટ, ડિપોઝિટ, સ્કીમ, પગાર વગેરે જેવા ઘણા ખાતાઓનો સમાવેશ થાય છે. જ્યારે બેંક ખાતું ખોલાવવાની વાત આવે છે, ત્યારે આપણે ઘણીવાર વિચારવા માટે મજબૂર થઈએ છીએ કે શું ઝીરો બેલેન્સ ખાતું ખોલવું યોગ્ય રહેશે કે નહીં?
વિદેશમાં ભણવાનું સપનું જોતા યુવાનો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એક મોટા ખુશખબર લઈને આવી છે. બેંકે યુવાનોને અભ્યાસ માટે વિદેશ મોકલવાની સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશમાં ભણવા માટે એજ્યુકેશન લોન મેળવવા માંગતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે IDP એજ્યુકેશન, આંતરરાષ્ટ્રીય શિક્ષણ સેવા સાથે હાથ મિલાવ્યા છે.
આવતીકાલથી સપ્ટેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને દર મહિનાની જેમ સપ્ટેમ્બર 2023 પણ નિયમ બદલાવ લઈને આવી રહ્યો છે. જેની સીધી અસર તમારા રસોડાથી લઈને શેરબજારમાં તમારા રોકાણ સુધીની દરેક વસ્તુ પર પડશે. આ સાથે જ કામદાર વર્ગમાં મોટો બદલાવ જોવા મળશે અને તેમના ટેક હોમ સેલેરીમાં વધારો થશે.
દેશમાં કરન્સી નોટને લઈને અનેક પ્રકારના સમાચાર જાણવા મળી રહ્યા છે. હાલમાં સરકારે 2000 રૂપિયાની નોટને ચલણથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે RBI એ એક નિયમ જાહેર કર્યો છે જેમાં રિઝર્વ બેંકે સ્ટાર નિશાનની નોટને વિશે જાણકારી આપી છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો વિશે વાત કરતાં, કાઉન્સિલે GST ટ્રિબ્યુનલની રચનાને મંજૂરી આપી છે. આ સિવાય હવે ઈમ્પોર્ટેડ કેન્સરની દવા પર IGST લાગશે નહીં. GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, કેસિનો, ઘોડાની સવારી પર 28 ટકા GST લગાડવાની મંજૂરી આપી દીધી છે.
લિસ્ટેડ શેર-સિક્યુરિટીઝમાંથી ઉદ્ભવતા નિયત લાંબા ગાળાના મૂડી-નફાને આકારણી વર્ષ 2018-19 સુધી કલમ 10(38) હેઠળ કરમુક્ત ગણવાની જોગવાઈ હતી. આકારણી વર્ષ 2019-20થી આવા LTCG ઉપર 10% ના ફ્લેટ રેટે આવકવેરો વસૂલ કરવાની જોગવાઈઓ કલમ 112એ હેઠળ કરવામાં આવી.
ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો તેમની કારકિર્દીના વિકાસ માટે નોકરીઓ બદલતા રહે છે. કોરોના મહામારી બાદ તેમાં પણ તેજી જોવા મળી હતી. આવી સ્થિતિમાં, જો તમે પણ નોકરી બદલી રહ્યા છો અથવા બદલી ચુક્યા છો તો નવી કંપનીમાં જોડાયા બાદ એક કાર્ય ખૂબ જ કાળજીપૂર્વક પૂર્ણ કરો.
શેરબજારની શરૂઆત આજે જોરદાર તેજી સાથે નથી થઈ પરંતુ બજાર મક્કમ શરૂઆત સાથે આગળ વધવામાં સફળ રહ્યું છે. બેન્ક નિફ્ટી 44,000 પાર થયા બાદ બજારને સપોર્ટ મળ્યો હતો.
ભારતમાં અનેક બિઝનેસમેન છે જે તેમની કમાણીનો મોટો ભાગ પરોપકારના કામમાં ખર્ચ કરે છે. એવામાં ફોર્બ્સ દર વર્ષે દુનિયાભરના દાનવીરોનું એક લિસ્ટ જાહેર કરે છે. તેમાં મોટી સંખ્યામાં ભારતીય ઉદ્યોગપતિઓના નામ સામેલ છે. વર્ષ 2022માં કુલ એવા 15 ભારતીયો છે જેઓએ આ વર્ષે 100 કરોડ રૂપિયાથી વધારેનું દાન કર્યું છે.
ઇક્વિટી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડાની ચાલ જોવા મળી છે તેમજ હજુ 2023નું વર્ષ પણ વૈશ્વિક સ્તરે સ્લોડાઉનની સ્થિતી વાળું રહેશે તેવા અહેવાલ છતાં મ્યૂચ્યુઅલ ફંડમાં રિટેલ રોકાણકારોનો ઉત્સાહ જળવાઇ રહ્યો છે.
અમૂલ દૂધમાં ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.3નો વધારો કરવામાં આવ્યો છે. તેમાં તાજાના એક લિટરના ભાવ રૂ.54 થયા છે. અને ગોલ્ડના એક લિટરનો રૂ.66 ભાવ થયો છે.
દેશનું બજેટ (Budget 2023) તૈયાર કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં રજૂ કરશે. દેશનું બજેટ એ જ રીતે બને છે જે રીતે તમે તમારા ઘરનું બજેટ બનાવો છો. રૂ.ની આવક કેટલી થશે? તેમાંથી બાળકોની ફી પાછળ કેટલા રૂપિયા ખર્ચાશે.
ભારતમાં અનેક બેંક છે જેમાં કરોડો ગ્રાહકોના ખાતા છે. તેમાં સરકારીથી લઈને પ્રાઈવેટ બેંકનું લાંબુ લિસ્ટ છે પણ રિઝર્વ બેંકની તરફથી હવે બેંકને લઈને મોટી જાણકારી આપવામાં આવી છે. આરબીઆઈએ લિસ્ટ જાહેર કરીને કહ્યું કે કઈ બેંક છે જેમાં તમારા રૂપિયા સેફ છે અને કઈ બેંકમાં તમારા રૂપિયા સુરક્ષિત નથી. દેશની બેંકને જો કોઈ પણ નુકસાન થાય છે તો તેનાથી ગ્રાહકો સહિત દેશને નુકસાન થાય છે.
આજના જમાનામાં પાનકાર્ડ અને આધારકાર્ડ ખૂબ જ જરૂરી થઈ ગયાં છે. જો તમે પણ હજુ સુધી પાનને આધાર સાથે લિંક નથી કર્યું તો જલદી જ કરાવી લો. જો તમે 31 માર્ચ 2023 સુધીમાં પાનને આધાર સાથે લિંક નથી કરતાં તો તમારું પાનકાર્ડ ઇનએક્ટિવ થઇ શકે છે. જેનાકારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.35%નો વધારો કર્યો છે. આ કારણે રેપો રેટ 5.90%થી વધીને 6.25% થઈ ગયો છે, એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોનથી દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને તમારે વધુ EMI ચૂકવવો પડશે.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક ગુસ્સામાં ટ્વિટરના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહ્યા છે. શુક્રવારે જ્યારે ટ્વિટરના કર્મચારીઓ જાગ્યા ત્યારે તેમને કંપની તરફથી ખૂબ જ ભયાનક ઇ-મેલ મળ્યો. એવી મેચ કે તેના હોશ ઉડી ગયા. આ ઇ-મેલનો ભાવાર્થ એ હતો કે જો તમે આજે ઓફિસ આવવાનું વિચારી રહ્યા છો, તો થોભો, પહેલા ચકાસો કે તમારી નોકરી બાકી છે કે નહીં.
ભારતમાં 15 ટકા મહિલાઓ તેમની બચત અથવા કમાણીમાંથી 30 ટકા રકમનું સેવિંગ્સ કરે છે. તેની સામે ગુજરાતમાં 32 ટકા મહિલાઓ તેમણે ઘરખર્ચમાંથી બચાવેલી કે કમાણીમાંથી બચાવેલી 30 ટકા રકમનું બચત (સેવિંગ્સ) કરે છે, પરંતુ મોટાભાગની ગુજરાતી મહિલાઓ ફઇનાન્સિયલ અવેરનેસ (મૂડીરોકાણ માર્ગદર્શન)ના અભાવે ઇન્વેસ્ટમેન્ટ (મૂડીરોકાણ) કરી શકતી નથી.
સરકાર હાલમાં આના પર 7.6 ટકા વ્યાજ ચૂકવી રહી છે, જે ઘણી એફડી કરતા વધારે છે. દીકરીના શિક્ષણ અથવા લગ્નના ખર્ચ માટે તેમાં રોકાણ કરીને મેચ્યોરિટી સુધી સારું ફંડ જમા કરાવી શકાય છે. જો કે, આ એકાઉન્ટ એક પરિવારની માત્ર 2 છોકરીઓ માટે જ ખોલી શકાય છે.
GST કાયદાની કલમ 132માં ગુનાઓ જણાવવામાં આવેલ છે કે જેના માટે ફોજદારી કાર્યવાહી અને ફરિયાદ થઈ શકે છે. જે કોઈ વ્યક્તિ કલમ 132 (1) અને 132 (2)માં જણાવવામાં આવેલ ગુનાઓ કરે તેની સામે ફોજદારી ફરિયાદ થઈ શકે છે. ફરિયાદ દાખલ કરવાથી કોઈ વ્યક્તિ સામેની કાયદાકીય પ્રક્રિયાની શરૂઆત થાય છે કે જેના દ્વારા ગુનેગાર સામેના આરોપો પ્રદર્શિત થાય છે.
ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીનું નામ સતત ચર્ચામાં છે. તાજેતરમાં ન્યૂઝ નેટવર્ક NDTVના હસ્તાંતરણની જાહેરાત કર્યા પછી અદાણી સોશિયલ મીડિયાના સમાચારોમાં ટ્રેન્ડ કરી રહ્યું છે. હકીકતમાં અદાણી જૂથની એક કંપનીએ મંગળવારે જાહેરાત કરી હતી કે તે મીડિયા કંપની નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડના 29.18 ટકા શેર પરોક્ષ રીતે ખરીદવા જઈ રહી છે.
અદાણી ગ્રૂપએ નવી દિલ્હી ટેલિવિઝન લિ.(NDTV)માં 29% હિસ્સો ખરીદી લીધો છે. ગૌતમ અદાણીના જૂથે કહ્યું કે તેઓ એક ઓપન ઓફર પણ લોન્ચ કરશે જેથી કરીને 26% વધુ હિસ્સો વધુ ખરીદી શકાય. જોકે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી)ને મોકલવામાં આવેલી નોટિસમાં એનડીટીવીએ જણાવ્યું હતું કે તેને એક્વિઝિશન વિશે જાણ કરવામાં આવી નથી.
સોનું હંમેશા ભારતીય લોકોની પહેલી પસંદ રહ્યું છે. તેની ગણતરી રોકાણની પરંપરાગત પદ્ધતિઓમાં થાય છે. દાગીના ઉપરાંત ખાસ કરીને ભારતમાં સોનાનો ઉપયોગ જૂના જમાનાથી રોકાણના સાધન તરીકે કરવામાં આવે છે. અનિશ્ચિત સમયમાં તેને રોકાણના સલામત માર્ગો પૈકી એક ગણવામાં આવે છે. તેનું કારણ એ છે કે તે હંમેશા લાંબા ગાળામાં નફો આપે છે
યુવા વર્ગે સૌપ્રથમ કમાણીની સાથે સાથે જ એટલિસ્ટ 10 ટકા રકમનું સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી દેવું જોઈએ. જેમ જેમ કમાણી વધતી જાય તે રીતે તેમાં વધારે કરતાં જવો જોઈએ. કારણકે ધીરે ધીરે ટેક્નોસાવી કોર્પોરેટ કલ્ચરના પરિમાણો બદલાઈ રહ્યા છે અને 'ચાલીસ (40) પછી ચાલીશ (કામ કરી શકશો), દોડીશ તો પડી જઈશ'નો નિયમ લાગુ પડી રહ્યો છે.
SBIના ATMને લઇને કરવામાં આવ્યો દાવો4થી વધુ વખત પૈસા ઉપાડવા પર થશે ચાર્જ!સોશિયલ મીડિયા પર ફેક મેસેજ થયો વાયરલ આજકાલ મોટાભાગના લોકો એટીએમનો ઉપયોગ કરે
મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ રેપો રેટ 4.90 ટકાથી વધીને 5.40 ટકા થઈ જશે. આરબીઆઈના આ નિર્ણય બાદ સરકારથી લઈને પ્રાઈવેટ બેંકો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ હોમ લોનના વ્યાજદરમાં વધારો કરશે, ત્યારબાદ તમારી EMI મોંઘી થઈ જશે.
RBIએ ઓગસ્ટ મહિનાને માટે બેંક હોલીડેનું લિસ્ટ જાહેર કર્યું છે. આવનારા મહિને બીજા અને ચોથા રવિવાર સહિત કુલ 10 દિવસ બેંક બંધ રહેશે. આ મહિને સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી સહિતના અનેક તહેવારો આવી રહ્યા છે.
બેંકની સાથે જોડાયેલા કામ કાજ માટે અનેકવાર બ્રાંચ જવું પડે છે. બેંકમાં કર્મચારીના મોડા આવવાના અનેક કિસ્સા જોવા મળે છે. અનેકવાર બેંક જતી સમયે કર્મચારી લંચ બાદ આવવા માટે કહે છે. અનેકવાર લંચ બાદ કલાકો સુધી કામ માટે તેમની રાહ જોવી પડે છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની જૂનના છેલ્લા સપ્તાહમાં મળેલી બેઠકમાં પેકેજ્ડ અને લેબલવાળી (ફ્રોઝન સિવાય) માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, સૂકા મખાના, સૂકા સોયાબીન, વટાણા જેવી પ્રોડક્ટસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઘઉં અને અન્ય અનાજ અને ચોખા પર પાંચ ટકા GST વસૂલવાનો નિર્ણય લેવાયો હતો.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ( RBI ) એ નિયમનકારી પાલનના અભાવે ફેડરલ બેન્ક પર રૂ. 5.72 કરોડ અને બેન્ક ઓફ ઇન્ડિયા પર રૂ. 70 લાખનો દંડ ફટકાર્યો છે. RBIએ શુક્રવારે એક નિવેદનમાં આ જાણકારી આપી
આ 2 નંબર 18001234 અને 18002100 જારી કર્યા આ નંબરથી ગ્રાહકો નવા ATM માટે પણ અરજી કરી શકે છે SBIએ FD પર વ્યાજ દરમાં વધારો કર્યોસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાત
ફકત 180 દિવસમાં જ મળવા લાગશે રજા દર વર્ષના અંતે રજાના પૈસા મળશે હાથમાં પગાર કેટલો ઘટશે? મોદી સરકારે કર્મચારીઓ અને નોકરિયાતો માટે નવા લેબર કોડ બનાવ્યા છે
અમેરિકન ફેડ રિઝર્વે મોંઘવારીને કાબૂમાં લેવા પગલું ભર્યું ભારતીય બજારને આપશે આંચકો ભારતીય રૂપિયો વધુ નીચે જવાની સંભાવના યુએસ ફેડરલ રિઝર્વે અમેરિકામાં વધત
વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેન્કે ફરી રેટમાં વધારો કર્યો છે. તેને 4.40 ટકાથી વધારીને 4.90 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે તમારી લોન મોંઘી થશે અને તમારે વધુ EMI ચુકવવો પડશે.
હાઇબ્રિડ ફ્ંડ્સ સંખ્યાબંધ વિકલ્પ ઓફર કરે છે. જેમકે રૂઢિચુસ્ત રોકાણકાર ડેટમાં ઝોંક ધરાવતા કોમ્બિનેશનને પસંદ કરી શકે છે, જ્યારે આક્રમક અભિગમ ધરાવતા રોકાણકાર ઇક્વિટી તરફ્ વધુ ઝોંક ધરાવતા પોર્ટફેલિયોને પસંદ કરી શકે છે. કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફ્ંડ્સ ડેટ સિક્યુરિટીઝમાં 75 ટકા-90 ટકા રોકાણ કરે છે તથા ઇક્વિટી સ્ટોક્સમાં 10 ટકા-25 ટકા રોકાણ કરે છે.
તાતા જૂથની કન્ઝયૂમર કંપની તાતા કન્ઝયૂમર પ્રોડ્ક્ટ્સ મોટાપાયે ખરીદીની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ તાતા કન્ઝયૂમર પાંચ બ્રાન્ડ્સ ખરીદવા માટે ચર્ચા ચલાવી રહી છે. આમ કરીને કંપની કન્ઝયૂમર ગુડ્ઝ સેગમેન્ટમાં તેની હાજરી મજબૂત બનાવવા ઇચ્છે છે.
આજે એટલે કે 17 મેના રોજ દેશનો સૌથી મોટો LIC IPO માર્કેટમાં લિસ્ટ થશે. LICનો IPOને રોકાણકારો દ્વારા સારો રિસ્પોન્સ મળ્યો છે. ઇશ્યૂ 2.95 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 16.2 કરોડ શેરની સામે 47.77 કરોડ શેર માટે બિડ મળી હતી
વીમા નિયમનકાર ઇરડાએ ગુરુવારે સામાન્ય વીમા કંપનીઓને આગ અને સંબંધિત જોખમોને આવરી લેતા વૈકલ્પિક ઉત્પાદનો તૈયાર કરવાની મંજૂરી આપી હતી. આ પહેલનો હેતુ ગ્રાહકોને વધુ વિકલ્પો આપવા અને વીમાના કવરેજને વધારવાનો છે.
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે વૈશ્વિક આર્થિક ગતિવિધિ અને ગતિમાં મંદી આવી છે અને તેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. દેશમાં મોંઘવારીનું દબાણ વધી રહ્યું છે. કોમોડિટી માર્કેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણાકીય નીતિ અંગેની રૂલ બુક મુજબ કામ થતું નથી.
આતુરતાનો અંત આવ્યો અને આજથી રિટેલ રોકાણકારો દેશના સૌથી મોટા LIC IPOમાં અરજી કરી શકશે. LIC નો IPO સામાન્ય રોકાણકારો માટે 4 મે થી 9 મે સુધી ખુલ્લો રહેશે, જે દરમિયાન તમે આ IPO માં અરજી કરી શકશો.
ટેસ્લા CEO એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બની ગયા છે. મસ્કે ટ્વીટરને ખરીદવા માટે 44 બિલિયન ડોલર એટલે કે 3368 અબજ રૂપિયાની ડીલ કરી છે. આ હિસાબે મસ્કને ટ્વીટરના દરેક શેર માટે 54.20 ડોલર (4148 રૂપિયા) ચૂકવવાના રહેશે.
આ વખતે 137 દિવસના વિરામ બાદ આખરે આજે એવું બની જ ગયું. આજે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જંગી વધારો કર્યો છે.
સમજો કે તમારે કોઈને પૈસા ટ્રાન્સફર કરવા છે તો જે વ્યક્તિને પૈસા મોકલવાના છે તેનો નંબર જોડવાનો રહેશે. પછી જેટલી રકમ ટ્રાન્સફર કરવાની હોય...
ટેક્નોલોજીના યુગમાં પુરૂષ સમોવડી મહિલાઓ બની રહી છે. કોર્પોરેટ સેક્ટર, આંત્રપ્રેન્યોર કે કોઇપણ સેક્ટરના વેપારમાં મહિલાઓ ઝડપભેર આગળ વધવા લાગી છે
Shark Tank Indiaથી ચર્ચામાં આવેલા અશનીર ગ્રોવરનો વિવાદો સાથેનો જૂનો નાતો છૂટતો નથી. છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચાલી આવેલા વિવાદે અંતે તેમની બલિ લઇ લીધી
માર્ચનો પહેલો દિવસ ગ્રાહકો માટે મોંઘવારી લઈને આવ્યો છે. દૂધ બાદ હવે એલપીજી ગેસ સિલિન્ડર પણ મોંઘુ થયું છે
પરિવહન વિભાગના દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) રાખનારા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાને લઈને આખરી અવસર આપ્યો છે
સરકાર એકબાજુ LICનો IPO લાવવાની તૈયારીઓ પૂરી કરવામાં લાગ્યું છે. તો બીજીબાજુ આ વીમા કંપની પાસેથી મોટા ટેક્સની વસૂલી પર પણ તકરાર ચાલુ છે.
મોદી સરકારના આગમન પછી જે મોટા ફેરફારો જોવા મળ્યા છે તેમાંથી ગુડ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એક છે. થોડા મહિનાઓ બાદ GST સિસ્ટમના 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
ચિત્રાએ સેબીને યોગી વિશે જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ શરીર નથી અને તેઓ તેમની ઈચ્છા મુજબ કોઈપણ સ્વરૂપ લઈ શકે છે. તે એક આધ્યાત્મિક શક્તિ