સાઉથ આફ્રિકાને હરાવીને ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચ 7 રને જીતી લીધી હતી હાર્દિક પંડ્યાની 17મી ઓવર બની ટર્નિંગ પોઈન્ટ T20 વર્લ્ડકપ 202
T20 વર્લ્ડકપ 2024માં ઐતિહાસિક અપસેટ સર્જાયો હતો. આ ફોર્મેટની ચેમ્પિયન રહેલી ઓસ્ટ્રેલિયન ટીમને અફઘાનિસ્તાન સામે હાર મળી હતી. સમગ્ર મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી. આ પહેલા મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયાને વિકેટ માટે તલપાપડ કરી નાખ્યું હતું
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા મંગળવારે (30 એપ્રિલ) 37 વર્ષનો થઈ ગયો. હિટમેન રોહિત હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ધૂમ મચાવી રહ્યો છે. આ વખતે તે મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો કેપ્ટન નથી. રોહિત એક ખેલાડી તરીકે રમી રહ્યો છે. તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી મળી છે.
IPL 2024ની 21મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં લખનૌએ ગુજરાતને 33 રને હરાવીને આ સિઝનમાં સતત ત્રીજી જીત નોંધાવી હતી
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે ત્રીજા દિવસે બોલિંગના દમ પર થોડી વાપસી કરી હતી અને ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. એક સમયે વિકેટકીપર રહેલો ફિલિપ્સ એક અદભૂત ઓફ સ્પિનર બની ગયો છે
ભારતીય ક્રિકેટ ટીમે ODI વર્લ્ડકપ 2023માં સતત સાત મેચ જીતી છે અને અજેય રહીને 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગઈ છે. આ સાથે ભારતીય ટીમ વર્તમાન વર્લ્ડકપમાં સેમિફાઈનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારત 2011 થી 2023 સુધી સતત ચોથી વખત સેમિફાઈનલમાં પહોંચ્યું છે.
વર્લ્ડકપ 2023નો રોમાંચ ચરમ પર છે. પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન વર્ષ 1975માં કરવામાં આવ્યું હતું. જે બાદ અનેક વખત આ મહાકુંભનું આયોજન થઈ ચૂક્યું છે. ભારતને પ્રથમ વખત ટૂર્નામેન્ટની એકલાહાથે મેજબાની કરવાની તક મળી છે.
પાકિસ્તાનની સ્પોર્ટ્સ પ્રેઝન્ટર અને એન્કર ઝૈનબ અબ્બાસ વર્લ્ડકપ 2023 વચ્ચે ભારત છોડીને ચાલી ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, ઝૈનબને ભારતથી જવા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે, તેણે પહેલાં સાયબર ક્રાઈમ, ભારત અને હિન્દુ ધર્મની ટીકા કરી હતી. આ કારણે ઝૈનબ વિવાદોમાં આવી હતી. તેણીના ઘણા જૂના ટ્વીટ વાયરલ થયા હતા.
રવિવારે એશિયા કપ સુપર-4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વરસાદના કારણે સ્થગિત કરવામાં આવી હતી અને આજે આ મેચ રમવામાં આવી રહી છે, ત્યારે આજની મેચમાં વિરાટ કોહલીએ અણનમ સદી ફટકારીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
નીરજ ચોપરાએ બુડાપેસ્ટમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે બીજા રાઉન્ડમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. આ સાથે તે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે.
ભારતે પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. આ મેચમાં રોહિત શર્માની આગેવાનીમાં રોહિત શર્માએ ઇનિંગ્સ અને 141 રનથી જીત મેળવી હતી. આ સાથે જ યશસ્વી જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, તે યશસ્વી જયસ્વાલનું ડેબ્યૂ હતું
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મોટો અને મજબૂત નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચના પદ માટે મોટા નામોને ફાઈનલ કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચના પદ માટે આવતીકાલે ઈન્ટરવ્યુ યોજાનાર છે.
ICC વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. પહેલી મેચમાં ન્યુઝીલેન્ડનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે. જ્યારે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે
આ વર્ષે ભારત ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની યજમાની કરશે. વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં આજથી 100 દિવસ બાકી છે. જોકે, વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ માનવામાં આવે છે કે આજે શેડ્યૂલની જાહેરાત થઈ શકે છે. આ ટૂર્નામેન્ટની મેચો ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ આવતીકાલથી 11 જૂન સુધી ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.
અમદાવાદમાં 28 મેના રોજ વરસાદને કારણે IPL 2023ની ફાઈનલ રમાઈ શકી ન હતી. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ 29 મે, સોમવારે એટલે કે આજે રમાશે. જોકે, એક દિવસનો વિલંબ ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની તૈયારીઓને અસર કરશે.
IPL 2023માં આજે સુપર સન્ડેના દિવસે બે મેચ રમાવાની છે. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને છે. આ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે
દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 15 રનથી હરાવ્યું છે. આ હાર સાથે પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 213 રન બનાવ્યા હતા.
આ સિઝનની 63મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ મેચ છે. લખનૌની ટીમ હાલમાં 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
ગુજરાત ટાઈટન્સે આપેલા સ્કોરને ચેઝ કરવાનું સનરાઇઝર હૈદરાબાદ માટે મુશ્કેલ બની ગયું હતું. પાવર પ્લે સુધીમાં SRH કોઈ ખાસ રન બનાવી શકી ન હતી અને ત્યારબાદ 9મી ઓવર સુધીમાં હૈદરાબાદે 7 વિકેટ ગુમાવી માત્ર 59 રન જ કરી શકી હતી. જોકે ત્યારબાદ થોડા સામે માટે હેનરિક ક્લાસેન બાજી સાંભળવા પ્રયત્ન કર્યો હતો.
IPL 2023નો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે. કેટલીક ટીમો લગભગ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે જ્યારે કેટલીક હજુ પણ સંઘર્ષ કરી રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આજની મેચ સંજુ સેમસનની ટીમ રાજસ્થાન રોયલ્સ માટે દુઃસ્વપ્નથી ઓછી ન હતી. આ મેચમાં તેને 112 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
IPL 2023ની 57મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ સિઝનમાં બંને ટીમો બીજી વખત એકબીજા સામે ટકરાઈ રહી છે. ગુજરાતે છેલ્લી મેચમાં મુંબઈને 55 રને હરાવ્યું હતું. હવે મુંબઈ હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત સામે જીતના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરશે.
IPLની 56મી મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 9 વિકેટે હરાવ્યું હતું. ઈડન ગાર્ડન્સમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં આઠ વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 13.1 ઓવરમાં એક વિકેટે 151 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
IPLની 55મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 27 રનથી હરાવ્યું છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે આ સિઝનની પહેલી મેચ રમાઈ હતી. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
IPL 2023ની 46મી મેચમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આમને-સામને છે. આ મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરી હતી.
IPL 2023ની લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી 43મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ને હાર આપી છે.
બ્રિટનમાં ઋષિ સુનકના શપથ સાથે ત્યાં પહેલીવાર કોઈ હિન્દુ વડાપ્રધાન બન્યા હતા. હવે ત્યાં રાજા ચાર્લ્સ-3નો રાજ્યાભિષેક સમારોહ થવાનો છે. વડાપ્રધાન ઋષિ સુનક આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ દરમિયાન સુનક ક્રિશ્ચિયન ધર્મગ્રંથ બાઇબલ ના કેટલાક ભાગ વાંચશે.
IPL 2023ની 38મી મેચમાં પંજાબ કિંગ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થયો હતો. આ મેચ મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ હતી. પંજાબના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા.
IPL 2023ની 36મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે થયો હતો. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા.
આજે IPL 2023 સીઝનની 34 મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાયેલી મેચ દિલ્હી કેપિટલ્સે 7 રનથી જીતી લીધી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. દિલ્હીએ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 144 રન ફટકાર્યા હતા. DCએ SRHને 20 ઓવરમાં 145 રનની લક્ષ્યાંક આપ્યો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝન 16માં શનિવારે ડબલ હેડર મેચોમાં પહેલી મેચમાં લખનૌની ટક્કર ગુજરાત સાથે થઈ હતી. લખનૌએ આ વર્ષે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. રાહુલની ટીમે 6માંથી 4 મેચ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
IPL 2023ની 26મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાનને હરાવ્યું છે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં સાત વિકેટે 154 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 144 રન જ બનાવી શકી હતી.
IPLની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈનો 14 રને વિજય થયો. સનરાઇઝર્સના કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 192 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સની ટીમ હજુ પણ ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં પહેલી જીતની રાહ જોઈ રહી છે. 5 મેચ રમ્યા બાદ પણ તેની જીતનું ખાતું નથી ખુલ્યું. આ ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે.
રાજસ્થાન રોયલ્સે આઠ વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી જોસ બટલરે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિન અને શિમરોન હેટમાયરે 30-30 રનની ઇનિંગ્સ રમી હતી. દેવદત્ત પડિકલે 38 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજા, આકાશ સિંહ અને તુષાર દેશપાંડેએ બે-બે વિકેટ લીધી હતી.
આજે IPL 2023 સિઝનની 16મી મેચ છે અને તેમાં બે એવી ટીમો ટકરાઈ રહી છે, જેનું આ સિઝનમાં જીતનું ખાતું પણ ખુલ્યું નથી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. બંને ટીમો અત્યાર સુધી એકપણ મેચ જીતી શકી નથી. દિલ્હી સતત ત્રણ મેચ હારી છે અને છેલ્લા સ્થાને છે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ચાલુ સિઝનની 15મી મેચમાં બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટક્કર થઈ રહી છે. RCB સામે ટોસ જીતી LSGના કેપ્ટન કે એલ રાહુલે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગ્લોરે 20 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી લખનૌને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
IPLની 14મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવ્યું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ જીત સાથે સનરાઇઝર્સે સિઝનમાં પોતાનું ખાતું ખોલ્યું હતું. ત્રણ મેચમાં આ તેની પ્રથમ જીત છે. બીજી તરફ પંજાબને ત્રણ મેચમાં પ્રથ�� વખત હારનો સામનો કરવો પડ્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની 13મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સાથે થયો હતો. ગુજરાતનો નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા આજની મેચ નહોતો રમી રહ્યો. ગુજરાતના સ્ટેન્ડ-ઇન કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની 11મી મેચ રાજસ્થાન રોયલ્સે તેના બીજા હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીમાં દિલ્હી કેપિટલ્સ સામે રમી હતી. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને યશસ્વી અને બટલરની અડધી સદીના આધારે 4 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા.
લખનૌની બીજી જીત, હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું. IPLની 16મી સિઝનની 10મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. સનરાઇઝર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટે 121 રન બનાવ્યા હતા.
IPL 2023ની નવમી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રનથી હરાવ્યું છે. RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 204 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમ 123 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.
પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને IPL 2023માં સતત બીજી જીત મેળવી છે. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 197 રન બનાવ્યા હતા.
ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને તેના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં હરાવ્યું છે. યુવા બેટ્સમેન સાઈ સુદર્શને અણનમ 62 રન ફટકાર્યા હતા. ગુજરાતે છ વિકેટે મેચ જીતી લીધી હતી. આ સિઝનમાં ગુજરાતની સતત બીજી જીત છે. તેણે છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. તો દિલ્હી કેપિટલ્સની આ બીજી હાર છે
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. IPL 2023ની છઠ્ઠી મેચમાં બંને ટીમો ટકરાશે. યલો આર્મી તેના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં 4 વર્ષ બાદ રમી રહી છે. જ્યાં CSKએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે તેની પ્રથમ મેચ હારી છે
લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી સામે શાનદાર જીત મેળવી છે. લખનૌ સુપર જાયન્ટ્સે ધમાકેદાર બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 193 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ આપ્યો છે. લખનૌ તરફથી વેસ્ટ ઈન્ડિઝના કાયલ મેયર્સે 38 બોલમાં સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં શનિવારની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે યોજાઈ હતી. કોલકાતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. ભાનુકા રાજપક્ષે 50 જ્યારે કેપ્ટન શિખર ધવને 40 રન બનાવ્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 179 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 92 રન બનાવ્યા હતા. તેના સિવાય મોઇન અલીએ 23 રનની ઇનિંગ રમી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સિરીઝની પ્રથમ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાને પહેલી વન-ડેમાં 189 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને 9 વિકેટે હરાવ્યું. જીત માટે 76 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ ત્રીજા દિવસના પહેલા સેશનમાં જ શાનદાર જીત નોંધાવવામાં સફળ રહી હતી. આ ટેસ્ટ મેચ માત્ર અઢી દિવસમાં સમાપ્ત થઈ ગઈ. હાર છતાં ભારતીય ટીમ 4 મેચની સીરિઝમાં 2-1થી આગળ છે.