કન્નડ ફિલ્મના લોકપ્રિય સુપરસ્ટાર પુનિત રાજકુમારને વર્કઆઉટ દરમિયાન આજે, 29 ઓક્ટોબરના રોજ હાર્ટ-અટેક આવ્યો હતો. 46 વર્ષીય પુનિત રાજકુમારને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ) વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહોતા. પુનિત રાજકુમાર એક્સર્સાઇઝ કરતાં કરતાં પડી ગયો હતો.
પાર્થિવદેહ ઘરે લાવવામાં આવ્યો
વિક્રમ હોસ્પિટલથી પુનીત રાજકુમારનો પાર્થિવદેહ ઘરે લાવવામાં આવ્યો છે. આવતીકાલ, 30 ઓક્ટોબરે પુનીતનો પાર્થિવદેહ કાંતિરાવ સ્ટેડિયમ લઈ જવામાં આવશે. અહીંયા ચાહકો પોતાના ફેવરિટ સ્ટારના અંતિમ દર્શન કરી શકશે.
પરિવારે ચક્ષુદાન કર્યું
પુનીત રાજકુમારના પરિવારે એક્ટરની આંખોનું દાન કરવાનું નક્કી કર્યું હતું.
હોસ્પિટલમાં ભારે ભીડ જોવા મળી
પુનીત રાજકુમારના અવસાનના સમાચાર જાહેર થતાં જ મોટી સંખ્યામાં ચાહકો હોસ્પિટલ બહાર ઉમટી પડ્યા હતા. પોલીસ તથા પરિવારે ચાહકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી. ચાહકો હોસ્પિટલની બહાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
તબિયત ઘણી જ નાજુક હતી
આજે સવારે 11.30એ જ્યારે પુનિત રાજકુમારને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ઘણી જ નાજુક હતી. હોસ્પિટલની બહાર ચાહકોની ભીડ ઊમટી પડી છે. ચાહકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
Actor Puneeth Rajkumar(in pic)was admitted after suffering chest pain at 11.30 am.Trying our best to treat him.His condition is serious.Can't say anything as of now.His condition was bad when brought to hospital, treatment on in ICU: Dr Ranganath Nayak, Vikram Hospital, Bengaluru pic.twitter.com/Gw4Xp5r5pV
— ANI (@ANI) October 29, 2021
પુનિત રાજકુમારની સારવાર કરનાર ડૉક્ટર રંગનાથ નાયકે ન્યૂઝ એજન્સીને કહ્યું હતું, 'પુનિત રાજકુમારને શુક્રવાર સવારે 11.30 વાગે છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ઘણી જ ખરાબ હતી.'
ચેન્નઈમાં જન્મ
પુનીતનો જન્મ ચેન્નઈમાં થયો હતો. તેમના પિતા રાજકુમાર તથા માતા પર્વથામ્મા રાજકુમાર હતા. પાંચ ભાઈ બહેનમાં પુનીત સૌથી નાનો હતો. જ્યારે તે છ વર્ષો હતો ત્યારે પરિવાર મૈસૂર આવ્યો હતો. પુનીત રાજકુમારનો મોટો ભાઈ શિવ રાજકુમાર પણ જાણીતો એક્ટર છે. 1999માં પુનીતે શઅવિની સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ છે.
પુનીતના વર્કફ્રન્ટની વાત કરીએ તો 2002થી તે ચાહકોમાં અપ્પુના નામથી લોકપ્રિય થયો હતો. ચાહકોએ તેને આ નામ આપ્યું હતું. પુનીતે 'અભી', 'વીરા કન્નડિગા', 'અજય', 'અરાસુ', 'રામ', 'હુડુગારુ' તથા 'અનજની પુત્ર' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. પુનીત છેલ્લે 'યુવારત્ના'માં જોવા મળ્યો હતો. ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ હતી.
પિતા સાઉથ ઇન્ડિયન સિનેમાના આઇકોન હતા
પુનીતના પિતા રાજ કુમાર સાઉથ ઇન્ડિયન સિનેમાના આઇકોન હતા. તેઓ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા સ્ટાર હતા, જેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરાવમાં આવ્યા હતા. જુલાઈ, 2000માં ચંદન ચોર વીરપ્પને રાજકુમારનું અપહરણ કર્યું હતું.
ચાઇલ્ડ એક્ટરથી કરિયર શરૂ કરી હતી
પુનિત રાજકુમાર લોકપ્રિય સુપરસ્ટાર રાજકુમારનો દીકરો હતો. તેણે પોતાની કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે 1985માં ફિલ્મ 'બેટ્ટાડા હોવુ'થી કરી હતી. આ ફિલ્મ માટે પુનિતને ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો હતો.
સો.મીડિયામાં સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી
Extremely sad to know of the passing away of our dear #PuneethRajkumar . My heartfelt condolences to his family, friends and fans. I request his fans to maintain calm and pray for his Sadgati in this excruciating time for the family. Om Shanti 🙏🏼 pic.twitter.com/T3WsUnBS7n
— Venkatesh Prasad (@venkateshprasad) October 29, 2021
Saddened to hear about the passing away of #PuneethRajkumar . Warm , and humble, his passing away is a great blow to Indian cinema. May his soul attain sadgati. Om Shanti. pic.twitter.com/YywkotiWqC
— Virender Sehwag (@virendersehwag) October 29, 2021
Shocked and deeply saddened on the passing of #PuneethRajkumar the film industry has lost a gem. One of the finest human being I’ve met. So vibrant and humble.Gone too soon. Condolences to his family, friends and innumerable fans. 🙏🏽
— Anil Kumble (@anilkumble1074) October 29, 2021