નવી દિલ્હી: રાજધાની દિલ્હી સાઉથ એમસીડી કર્મચારીઓને 'મુર્ગા' બનાવવા અને તેમની સાથે ગાળો ભાંડવા મામલે દિલ્હી પોલીસે મોટો નિર્ણય લીધો છે. પોલીસે ઓખલા વિધાનસભાનાં કોંગ્રેસથી બે વખતનાં MLA રહેલાં મોહમ્મદ આસિફ ખાન (Mohammad Asif Khan)ની ધરપકડ કરી લીધી છે. આપને જણાવી દઇએ કે, દિલ્હી પોલીસે ઓખલાનાં શાહીન બાગ વિસ્તારમાં કોંગ્રેસ નેતા દ્વારા MCD કર્મચારીઓને ગાલો આપવાં અને તેમની સાથે મારઝૂડ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો દાખલ કરવામાં આવ્યો હતો.
સાઉથ MCD કર્મચારીઓની સાથે કોંગ્રેસન નેતા અને ઓખલાથી બીજી વખત MLA થેયલાં આસિફ ખાને શુક્રવારે ગુંડાદર્દી કરી હતી. એટલું જ નહીં, તેમની દબંગાઇમાં ચકચૂર નેતાએ ચાર લોકોને એક રીતે બંધક બનાવી જબરદસ્તી 'મુર્ગા' બનાવવાં ઉપરાંત લાતો-મુક્કા અને દંડાથી ઢોર માર માર્યો હતો સાથે સાથે ગાળો પણ ભાંડી હતી. જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વયારલ થયા બાદ દિલ્હી પોલીસ હરકતમાં આવી અને શનિવારનાં પૂર્વ વિધાયકની ધરપકડ કરી લેવામાં આવી હતી.
વાયરલ વીડિયોમાં પૂર્વ MLA ગોળી ચલાવતો હતો. અને કહી રહ્યાં હતાં કે, આમ આદમીનાં પોસ્ટર નહોતો ફાડતો. ફક્ત કોંગ્રેસનાં જ પોસ્ટર ફાડે છે. જ્યારે તે તેનાં હાથમાં એક દંડો લઇને એક એમસીડી કર્મચારીની પિટાઇ પણ કરતો નજર આવે છે. કોંગ્રેસ નેતાની વાતોથી લાગે છે કે, કદાચ મામલો ચૂંટણી હોર્ડિંગથી જોડાયેલો છે. આપને જણાવી દઇએ કે, આસિફ મોહમ્મદ ખાન 2015 સુધી ઓખલાથી કોંગ્રેસનો MLA હતો. પણ તે બાદ વિધાનસભા ચૂંટણીમાં તેણે આમ આદમી પાર્ટીનાં અમાનતુલ્લાહ ખાન (Amanatullah Khan)ની સામે હારી ગયો હતો.