હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મોટો અકસ્માત થયો છે. સોમવારે સવારે સેંજ ખાણીમાં એક બસ ખીણમાં પડી ગઇ છે. બસમાં કુલ 45 લોકો સવાર હતા, તેમાંથી 16 લોકોના અત્યાર સુધીમાં મોત થઇ ચૂકયા છે. બસમાં કેટલાંક બાળકો પણ હતા જે સ્કૂલે જઇ રહ્યા હતા. આ ખાનગી બસ રસ્તા પરથી પસાર થઇ રહી હતી ત્યારે રસ્તા પરથી નીચે ખીણમાં પડી ગઇ.
આ બસ સેંજ ઘાટીના શેંશરથી સેંજની તરફ જઇ રહી હતી. આ દરમ્યાન જંગલા નામની જગ્યા પર ખતરનાક વળાંક સમયે બસ અનિયંત્રિત થઇ ગઇ અને રસ્તા પરથી નીચે ખીણમાં પડી ગઇ.
કહેવાય છે કે આ બસમાં સ્થાનિક લોકો સિવાય સ્કૂલ બાળક પણ સવાર હતા જે સેંજ સ્કૂલની તરફથી આવી રહ્યા હતા.
એસપી કુલ્લુ ગુરૂદેવ શર્માએ કહ્યું કે બસના અકસ્માતની માહિતી મળી છે અને પોલીસ ટીમ ઘટના સ્થળે રવાના થયા છે.