દિલ્હીના કાંઝાવાલા જેવી ઘટના મથુરા જિલ્લામાં સામે આવી છે. યમુના એક્સપ્રેસ વે પર એક સ્વિફ્ટ કાર યુવકના મૃતદેહને લગભગ 10 કિલોમીટર સુધી ખેંચી ગઈ. જ્યારે કાર ટોલ પ્લાઝા પર રોકાઈ ત્યારે સુરક્ષાકર્મીઓ ભયાનક દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઉતાવળમાં આ માહિતી પોલીસને આપવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહના ટુકડાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
બીબીસી ડોક્યુમેન્ટરીને લઈને ઉત્તરથી દક્ષિણ સુધીની યુનિવર્સિટીઓમાં હોબાળો મચી ગયો છે. ગુરુવારે હૈદરાબાદ યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગને લઈને ભારે હોબાળો થયો હતો. અહીં SFI અને ABVPના કાર્યકરો એકબીજા સાથે ટકરાયા હતા. જ્યારે SFIએ BBC ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ યોજ્યું હતું, ત્યારે ABVPએ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનું સ્ક્રીનિંગ કર્યું હતું. બે જૂથો વચ્ચેની અથડામણનો વીડિયો સામે આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ નિમિત્તે વીડિયો કોન્ફરન્સ દ્વારા આંદામાન-નિકોબાર ટાપુઓમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે પીએમ મોદીએ આંદામાન-નિકોબારના 21 ટાપુઓના નામ શહીદોના નામ પર રાખ્યા. અત્યાર સુધી આ બેનામી ટાપુઓ હતા, પરંતુ આજથી આ ટાપુઓ પરમવીર ચક્ર વિજેતા તરીકે ઓળખાશે.
ફ્લાઈટમાં હંગામાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. હવે ઈન્ડિગો ફ્લાઈટમાં એક વિવાદ સામે આવ્યો છે, જેમાં મુસાફરોએ દારૂના નશામાં હંગામો મચાવવાનો આરોપ લગાવ્યો છે. જે ઈન્ડિગોની ફ્લાઈટમાં આ ઘટના બની તે દિલ્હીથી પટના આવી રહી હતી. એરપોર્ટ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
ઉત્તરાખંડના જોશીમઠમાં લોકો ભયમાં જીવવા મજબૂર છે. જોશીમઠના ઘરો, ખેતરો, રસ્તાઓ અને જમીનમાં તિરાડો પડી રહી છે. આ તિરાડો પહોળી અને ઊંડી થઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ સ્થિતિ છે. 7 ફેબ્રુઆરી 2021 પછી આ વિસ્તારમાં ઘણી તિરાડો દેખાવા લાગી.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જમીન અને પહાડ જમીનમાં અંદર સરકી રહ્યા છે. અહીં 561 મકાનોમાં તિરાડો પડી ગઇ છે. અત્યારસુધીમાં 66 પરિવાર પલાયન કરી રહ્યા છે. મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી સ્થિતિની સમીક્ષા કરવા ટૂંકસમયમાં સ્થળ મુલાકાત કરશે.
દેશ નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલો હતો તે સમયે ખુશીઓ છવાય ગઈ હતી અને સર્વત્ર અભિનંદનનો ઘોંઘાટ હતો. તે જ સમયે રાજધાની દિલ્હીના રસ્તા પર એક યુવતી બેભાન અવસ્થામાં પડી હતી. કપડા વગરના નિર્જીવ શરીર સાથે. દેશની રાજધાની દિલ્હીના રસ્તા પર એક યુવતીને કાર દ્વારા ઢસડીને મારી નાખવામાં આવી હતી. પોલીસે પાંચેય છોકરાઓને પકડી લીધા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવારે વહેલી સવારે નિધન થયું છે. માતા હીરાબેનના નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું- ગૌરવપૂર્ણ સદીનો ભગવાનના ચરણોમાં અંત. પીએમ મોદીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું કે જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસ પર મળ્યો હતો, ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહેશે કે બુદ્ધિથી કામ કરો, શુદ્ધતાથી જીવો, એટલે કે બુદ્ધિથી કામ કરો અને પવિત્રતા સાથે જીવન જીવો.
ઉત્તર પ્રદેશમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અલ્હાબાદ હાઈકોર્ટે લખનૌ બેંચે મંગળવારે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે OBC અનામત વિના નગરપાલિકાની ચૂંટણી કરાવવાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી ટ્રિપલ ટેસ્ટ નહીં થાય ત્યાં સુધી OBC અનામત નહીં હોય. સરકાર અથવા ચૂંટણી પંચ OBC અનામત વિના ચૂંટણી કરાવી શકે છે.
સિક્કિમમાં મોટી રોડ દુર્ઘટના સામે આવી છે. અહી સર્જાયેલ એક ગમખ્વાર અકસ્માતમાં સેનાના 16 જવાનો શહીદ થઇ ગયા છે. સેનાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જેમા, ઉત્તરી સિક્કિમમાં દુર્ઘટના સર્જાઈ છે.
હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ મામલો પત્ની સાથે મારપીટ અને ઘરેલુ હિંસાનો છે. રાજસ્થાનના ઉદયપુરની સ્થાનિક કોર્ટમાં આ મામલો ચાલી રહ્યો છે અને આ મામલાની સુનાવણી 14 ડિસેમ્બર બુધવારે થશે.
બિઝનેસમેનને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી 80 લાખ રૂપિયાની વસૂલી કરનાર શાતિર યુટ્યુબર નામરા કાદિરની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે તેમના પતિ વિરાટ બેનીવાલની ધરપકડ માટે શોધખોળ ચાલી રહી છે. એક બિઝનેસમેનની ફરિયાદ બાદ પોલીસે નામરાની ધરપકડ કરી હતી.
RJDના સંરક્ષક લાલુ પ્રસાદ યાદવનું સિંગાપુરની એક હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળ રહ્યું હતું. તેમની પુત્રી રોહિણી આચાર્યએ બિહારના પૂર્વ મુખ્યમંત્રીને પોતાની કિડની દાન કરી છે. લાલુ પહેલા રોહિણીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
સીકરમાં ધોળા દિવસે ગેંગસ્ટર રાજુ થીથની હત્યાથી રાજસ્થાનમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. દરમિયાન, રાજ્ય પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આ ઘટના અંગે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાંની માહિતી શેર કરી હતી. રાજસ્થાન પોલીસે જણાવ્યું કે સીકરમાં બનેલી આ ઘટના બાદ એક ટીમ બનાવવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે.
દેશને મળ્યા 50મા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા, ધનંજય વાય. ચંદ્રચૂડ મુખ્ય ન્યાયાધીશ પદના શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમેને 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ 10 નવેમ્બર 2024 સુધી રહેશે પદ પર. ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતનું સ્થાન લીધુ
અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન એક તરફ રેકોર્ડ દીપ પ્રગટાવવાનો નવો રેકોર્ડ સર્જાયો હતો, ત્યારે હવે લેસર શો પણ શરૂ થયો છે. લેસર શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર છે.
અરુણાચલ પ્રદેશમાં ભૂતકાળમાં પણ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘણી ઘટનાઓ બની છે. આ મહિને 5 ઓક્ટોબરે તવાંગ વિસ્તારમાં સેનાનું અન્ય એક હેલિકોપ્ટર ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. આ વિસ્તાર ચીન સરહદની નજીક છે.
ઇલેક્ટ્રોનિક કચરાના નિવારણના ક્ષેત્રે કામ કરનારી સંસ્થા વેસ્ટ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ (WEEE)એ જણાવ્યું છે કે આ વર્ષે સમગ્ર દુનિયામાં 5.3 અબજ ફોન ફેંકી દેવામાં આવશે. સંસ્થાનું આ અનુમાન વૈશ્વિક વેપારના આંકડાઓ પર આધારિત છે.
મહાકાલ લોકના પ્રથમ તબક્કાનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે અટલે કે આજે તેનું ઉદ્ઘાટન કરશે. મહાકાલ લોકની વિશેષતા શું છે તે અંગે લોકોમાં ઉત્સુકતા છે. મહાકાલ લોકનું ભવ્ય રૂપ હવેથી ભક્તોને આકર્ષી રહ્યું છે. પહેલા તેનું નામ મહાકાલ કોરિડોર હતું.
સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. 82 વર્ષના મુલાયમ સિંહ યુરિન ઇન્ફેક્શનને કારણે 26 સપ્ટેમ્બરથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને દેશભરમાં તેની સાથે જોડાયેલી લિંક પર દરોડા પાડ્યા છે. ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના કેસમાં તપાસ એજન્સીએ દરોડા પાડ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં NIAએ આ કેસમાં એક ડઝનથી વધુ કેસ નોંધ્યા છે,
જમ્મુ-કાશ્મીરના સિનેમાપ્રેમીઓની રાહ હવે પૂરી થઈ ગઈ છે. આજે ત્રણ દાયકા પછી પહેલીવાર કાશ્મીરમાં મલ્ટીપ્લેક્સ ખુલ્યું છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રીનગરમાં આ મલ્ટિપ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેના ઉદ્ઘાટન સાથે, કાશ્મીરના લોકોને ત્રણ દાયકા પછી પ્રથમ વખત મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવાની તક મળી છે.
મધ્યપ્રદેશના વનમંત્રી વિજય શાહની ગેસ એજન્સીના સંચાલકે લાખો રૂપિયાની ઉચાપત કરી છે. માત્ર 10 હજાર રૂપિયા પગાર ધરાવતા મેનેજરના ખાતામાં 16 લાખ રૂપિયા નીકળ્યા. કહેવામાં આવી રહ્યું છે કે મેનેજર કરોડોની સંપત્તિનો માલિક છે. તેણે ચાર લગ્ન કર્યા છે. ચારેય પત્નીઓ ઈન્દોરમાં અલગ-અલગ મકાનમાં રહે છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તાજેતરમાં જ ચાઇનીઝ લોન એપ કેસમાં કરાયેલી દરોડાની કાર્યવાહી બાદ વિવિધ બેન્ક ખાતા અને ઇઝીબઝ, રેઝરપે, કેશફ્રી અને પેટીએમના મર્ચન્ટ એકમોના વર્ચ્યુઅલ એકાઉન્ટ્સમાં રખાયેલા 46.67 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કાયદા હેઠળ કરાઇ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સામાન્ય લોકોને વ્યાજબી અને સુલભ સ્વરૂપમાં આવશ્યક દવાઓ ઉપલબ્ધ કરાવવા પર સતત ભાર આપી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે હવે આવશ્યક દવાઓની નવી રાષ્ટ્રીય યાદી બહાર પાડી છે, જેમાં 384 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે.
એક ખાનગી ક્લિનિકના સંચાલક પવન પર આરોપ છે કે તેણે સુનિતા દેવીના ગર્ભાશયનું ઓપરેશન કર્યું હતું, જે દરમિયાન દર્દીની બંને કિડની કાઢી નાખવામાં આવી હતી. આ પછી જ્યારે દર���દીની હાલત બગડવા લાગી તો ડોક્ટર તેને પટણાના ગાયઘાટની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યારે અહીં તેમની તબિયત બગડવા લાગી ત્યારે તેમને મુઝફ્ફરપુરના SKMCHમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ 54 વર્ષના હતા. ગુજરાતના અમદાવાદથી મુંબઈ પરત ફરતી વખતે પાલઘરમાં તેમની લક્ઝુરિયસ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. મિસ્ત્રી જે મર્સિડીઝ કારમાં મુસાફરી કરી રહ્યા હતા તેમાં હાઇ કલાસ સેફ્ટી ફીચર્સ હતા પરંતુ તેમ છતાં આ કારમાં તેમની મુસાફરી તેમની છેલ્લી હતી.
મુંબઈની એક પ્રખ્યાત હોટલમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને કહ્યું કે હોટલમાં ચાર જગ્યાએ બોમ્બ રાખવામાં આવ્યા છે. પછી તેને ડિફ્યુઝ કરવાને બદલે પાંચ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
વર્તમાનમાં ઈન્સ્ટન્ટ લોન આપનારી અનેક એપ્લિકેશન એક્ટિવ ગ્રાહકોને નજીવી લોન આપી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવતા હવાલા અને ક્રિપ્ટો કરન્સી થકી 500
મુંબઈમાં 26/11 જેવો હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. પોલીસને પાકિસ્તાનના એક નંબર પરથી શુક્રવારે રાતે વ્હોટ્સઅપ મેસેજ મળ્યો હતો. એમાં કહેવામાં આવ્યું છે કે જો લોકેશનને ટ્રેસ કરવામાં આવ્યું તો એ ભારત બહારનું હશે અને બ્લાસ્ટ મુંબઈમાં થશે.
CBIની ટીમ શુક્રવારે સવારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે પહોંચી હતી. મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે સ્વાગત છે. તેમણે કહ્યું કે જે લોકો સારું કામ કરે છે તેમને હેરાન કરવામાં આવે છે. અમે અત્યંત પ્રમાણિક છીએ.
આ અકસ્માતમાં પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મુસાફરે જીવ ગુમાવ્યો નથી ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન ભગ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આખરે સંજય રાઉતની ધરપકડ કરી છે. EDએ PMLA હેઠળ સંજયની ધરપકડ અડધી રાત્રે એટલે કે 12 વાગ્યે દર્શાવી છે.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી બે દિવસ પહેલા ગુમ થયેલી પરિણીત યુવતી તેના બોયફ્રેન્ડ સાથે નેલ્લોરમાં ફરતી મળી આવી હતી. અહીં ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે દરિયામાં ડૂબી જવાની આશંકાથી 36 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું અને સર્ચમાં લગભગ 1 કરોડ રૂપિયાનું આંધણ થઇ ગયું.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે ફરીથી શિક્ષક ભરતી કૌભાંડમાં કોલકત્તાની આસપાસના ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDને અર્પિતા મુખર્જીના બેલઘરિયા સ્થિત અન્ય ફ્લેટમાંથી લગભગ 29 કરોડ રોકડ (રૂ.28.90 કરોડ) અને 5 કિલો સોનું મળ્યું હતું.
દેશમાં આજે કારગીલ વિજય દિવસની (Kargil Vijay Diwas) ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર દેશ માટે બલિદાન આપનાર બહાદુર સપૂતોની બહાદુરીને યાદ કરવામાં આવી રહી છે. કારગીલ યુદ્ધમાં (Kargil War) પોતાના જીવનનું બલિદાન આપનાર સૈનિકોના સન્માન માટે અને યુદ્ધમાં મળેલી જીતની યાદમાં દર વર્ષે 26 જુલાઈને 'વિજય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
15માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રોપદી મુર્મુએ ભવ્ય વિજય મેળવ્યો છે. વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાએ પોતાની હાર સ્વીકારી લીધા છે અને દ્રોપદી મુર્મુને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું છે કે, આશા છે આપ કોઈ પણ પ્રકારના ભય અને પક્ષપાત વિના બંધારણના રક્ષક બનીને કાર્ય કરશે.
Nupur sharma :રાજસ્થાન અને મહારાષ્ટ્ર બાદ હવે બિહારમાં નૂપુર શર્માના સમર્થક પર હુમલો થયો છે. સીતામઢીના અંકિત ઝાએ આરોપ લગાવ્યો છે કે નૂપુર શર્માનો વીડિયો જોયા બાદ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. બજારમાં દોડાવી-દોડાવીને અંકિત પર છરી વડે 6 વાર હુમલો કરવામાં આવ્યો હતો. અંકિતની હાલત નાજુક છે.
દેશને નવા રાષ્ટ્રપતિ મળશેઃPM સંસદમાં ખુલ્લા મનથી સંવાદ થાય તે જરૂરી સંસદમાં સાર્થક ચર્ચા થવી જોઈએ, લોકતંત્ર માટે ઉત્તમ ચર્ચાસંસદનું ચોમાસુ સત્ર આજથ
યોગી આદિત્યનાથે રવિવારે લખનૌમાં ઉત્તર ભારતના સૌથી મોટા મોલનું ઉદ્ઘાટન કર્યું હતું લુલુ મોલ ઉદ્ઘાટન બાદ વિવાદમાં મોલની અંદર નમાઝ અદા કરવાનો વીડિયો વાયરલ
સંરક્ષણ મંત્રાલયે આત્મનિર્ભર ભારત હેઠળ એક લક્ષ્ય નક્કી કર્યું છે કે વર્ષ 2047માં ભારત તેની સ્વતંત્રતાના 100મા વર્ષમાં પ્રવેશ કરશે ત્યાં સુધીમાં સંરક્ષણ નિકાસ વધીને રૂ. 2.6 લાખ કરોડ થઈ જશે. સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં સંપૂર્ણ સ્વદેશીકરણ અને આત્મનિર્ભરતાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. નરેન્દ્ર મોદી સરકારના વિઝન @2047 અંતર્ગત શુક્રવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં વર્ષ 2047ના લક્ષ્યો પર એક બેઠક યોજાઈ
ખાદિમ સલમાન ચિશ્તીનો વીડિયો વાયરલ થયો છે સલમાન ચિશ્તી દરગાહ પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર પણ છે નૂપુર શર્મા વિરૂદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું અજમેર
શાળાએ જતા બાળકો પણ બસમાં સવાર હતાખાનગી બસમાં કુલ 45 લોકો સવાર હતાબસે ખતરનાક વળાંક પરથી પસાર થતા કાબૂ ગુમાવતા બની દુર્ઘટનાહિમાચલ પ્રદેશના કુલ્લુમાં મોટો
ચંદ્રકાન્ત પાટીલે નાર્વેકરના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો હેડ કાઉન્ટ બાદ રાહુ નાર્વેકર બન્યા નવા સ્પીકર રાહુલ નાર્વેકરને 164 વોટ મળ્યા, શિવસેનાના ઉમેદવાર ર
બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંની સિવિલ કોર્ટમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઘાયલ પોલીસકર્મીઓમાં એક કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે કદમકુઆન પોલીસ સ્ટેશનની પોલીસ પાસેથી વિસ્ફોટક મળી આવ્યો છે.
મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવી શકે છે: સૂત્રો ઉદ્ધવના રાજીનામા બાદ બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું ભાજપનું ટ્વીટ- આ માત્ર એક ઝાંખી છે મહારાષ્
ભાજપમાંથી હાકી કઢાયેલા નવીન જિંદાલને મળી ધમકી ઇ-મેલ દ્વારા આપવામાં આવી ધમકી ગળુ કાપી હત્યા કરવાની વાત કરવામાં આવી નુપૂર શર્માની પયગંબર મોહમ્મદ પર વિવાદા
દરજીને મોતને ઘાટ ઉતારનારા બન્ને આરોપીઓની ધરપકડ ઈન્ટરનેટ સેવા બંધ, રાજ્યમાં 144 લાગુ કરાઈ પથ્થરમારા બાદ કેટલાક વિસ્તારોમાં કરફ્યૂ લગાવાયોઉદયપુર દરજી હત્ય
શિંદે જૂથની અરજી 2 જજની બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવીશિંદે જૂથ વતી નીરજ કિશન કૌલે દલીલો કરીજ્યાં સુધી ચુકાદો આવે નહીં ત્યાં સુધી કોઈ ફ્લોર ટેસ્ટ
ED એ રાઉતને આવતીકાલે હાજર થવા પાઠવ્યું સમન્સ પ્રવીણ રાઉત અને પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં સમન્સ જમીન કૌભાંડ મુદ્દે પૂછપરછ માટે બોલાવાયા મહારાષ્ટ્ર