હાલમાં ગુજરાતનાં દરિયા કાંઠાનાં વિસ્તારોને વાયુ વાવાઝોડાને લઇ એલર્ટ જાહેર કરી દેવમાં આવ્યું છે ત્યારે તંત્ર પણ આ વાવાઝોડાને લઇ ખડેપગે થઇ ગયું છે. વાયુ વાવાઝોડાને પગલે હાલમાં સોશિયલ મીડિયામાં પણ કેટલાક પ્રકારનાં જોક્સ વાયરલ થઇ રહ્યા છે. કેટલાક લોકો વાયુ વાવાઝોડાને પોતાના પત્ની સાથે સરખાવી રહ્યા છે તો કેટલાક નમૂનાઓ ભીમ અગિયારસ અને વાયુ વાવાઝોડાને એકબીજા સાથે સરખાવી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, હાલમાં વાયુ વાવાઝોડું સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ પણ કરી રહ્યું છે, જેમા ગુજરાતી લોકો #VayuVavajodu અને #VayuCycloneને ટેગ કરી રમૂજ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
1. હું શું કહું છુ.””
આપણે આ ભાવનગર વાળા sheth brothers ને કઈ ને દરિયા માં 250-300 કિલો ‘કાયમ ચૂર્ણ ‘નાખી દઈ તો “વાયુ” ઓછો નો થઇ જાય?
2. કેલેન્ડરમાં ભીમ અગિયારસની રજા જાહેર ન થતા ભીમ ગુસ્સે… વાવાઝોડા સ્વરૂપે રજા જાહેર કરાવી..
ભીમ💪એટલે ભીમ હો…
3. વાંઢા જ વાવઝોડા થી ડરે છે
પરણેલા તો સાથે લઈને ફરે છે
વાયુ નામના વાવાઝોડા થી બીક નથી સાહેબ પણ….
આ બાયુ નામનું વાવાઝોડું હેરાન કરે
4. જે ઘેરેથી સોમનાથનું કહી દીવ ગુડાણા છો એ ઘર ભેગા થઈ જાજો.
કિધુ હતુંને કે વેકેશન ખુલશે એટલે વાવાઝોડુ આવશે
તમે લોકો મજાક સમજતા હતા
5. કેવો જોગાનુજોગ છે
પત્ની ને પિયર થી સાસરે આવવા નો સમય
અને…..
વાવાઝોડા ને આવવા નો સમય…..