સૂરોની સમ્રાજ્ઞી લતા મંગેશકરે આજે દુનિયાને વિદાય આપી છે ત્યારે સમગ્ર દેશમાં શોકની લહેર પ્રસરી ગઇ છે. 92 વર્ષીય લતા મંગેશકરે 3000 કરતાં પણ વધારે ગીતોને પોતાનો કંઠ આપ્યો હતો. દેશભરના સંગીતપ્રેમીઓના હૃદય પર શાસન કરનારા લતા મંગેશકરના હજારો પ્રશંસકો તેઓ સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરતા હતા. પરંતુ વસંતના આગમનની સાથે જ દેશની સૂર કોકિલા આ દુનિયાને અલવિદા કહીને સ્વર્ગ સિધાવી ગયા હતા. ફિલ્મી દુનિયામાં તાઇના આદરભર્યા નામે પ્રખ્યાત રહી ચૂકેલા લતા મંગેશકરને દુનિયાભરની ટોચની છ યુનિવર્સિટીઓએ ડૉક્ટરેટની ડિગ્રી પ્રદાન કરી હતી. જેને કારણે લોકોને કન્ફ્યૂઝન થાય છે કે લતા દીદીનું શાળાકીય જીવન ખૂબ જ પ્રભાવશાળી રહ્યું હતું. પોતાના મધુર કંઠથી પ્રશંસકોના હૃદય પર સામ્રાજ્ય જમાવનારા લતા મંગેશકરે સાથે જ દુનિયાને આમ પણ જણાવ્યું છે કે શાળાકીય જીવન જ સર્વસ્વ નથી હોતું. તેમણે જીવનના પ્રારંભિક સમયમાં કેટલાક દિવસો જ સ્કૂલમાં અભ્યાસમાં ગાળ્યા હતા અને સ્કૂલના એક વર્ગમાં હેડમાસ્ટરના વ્યવહારથી નારાજ થઇને તેમણે સ્કૂલનો અભ્યાસ છોડી દીધો હતો અને તેઓ તેમ છતાં આગળ ભણ્યા હતા. અને તે બાદ, લતા દીદીએ જીવનમાં ક્યારેય પાછળ વળીને નથી જોયું… લતા મંગેશકર જીવનમાં ક્યારે સ્કૂલ નહોતા ગયા. પરંતુ તેમ છતા તેઓને છ પીએચડી ડિગ્રી પ્રાપ્ત હતી. પોતાની સ્કૂલના પહેલા તેમના જ તેઓ બાળકોને ગીત કઇ રીતે ગાવું તે શિખવી રહ્યા હતા પરંતુ તેમના શિક્ષકે તેમને તેમ નહીં કરવા જણાવ્યું હતું. જે બાદ નારાજ થયેલા લતા દીદીએ સ્કૂલે જવાનું બંધ કરીદીધુ હતું. મંગેશકર પોતાની બહેન આશાને પણ લઇ ગયા હતા પરંતુ તેમના મંજૂરી નહીં અપાતા તેમણે સ્કૂલ છોડી દીધી હતી.